જેલમાં મોકલવું સહેલું છે, બાળકોને ભણાવવાનું બહુ અઘરું છે: મનીષ સિસોદિયાનો લેટર

PC: twitter.com

એક્સાઇઝ પોલિસી કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના પૂર્વ DyCM મનીષ સિસોદિયાએ જેલમાંથી દેશને પત્ર લખ્યો છે. પોતાના પત્રમાં તેમણે BJP પર લોકોને જેલમાં ધકેલી દેવાની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. સિસોદિયાએ પત્રમાં લખ્યું છે કે, 'BJP લોકોને જેલમાં ધકેલી દેવાની રાજનીતિ કરી રહી છે. અમે બાળકોને ભણાવવાની રાજનીતિ કરી રહ્યા છીએ. જેલમાં મોકલવું સહેલું છે, બાળકોને શિક્ષિત કરવા ખૂબ જ મુશ્કેલ છે. દેશ શિક્ષણથી આગળ વધશે, કોઈને જેલમાં મોકલીને નહિ.'

મનીષ સિસોદિયાએ પત્રમાં લખ્યું છે કે, 'દિલ્હીના શિક્ષણ મંત્રી તરીકે કામ કરતી વખતે ઘણી વખત મનમાં આ સવાલ ઉઠતો રહ્યો કે, દેશ અને રાજ્યોની સત્તા સુધી પહોંચેલા નેતાઓએ દેશના દરેક બાળકો માટે શા માટે શ્રેષ્ઠ શાળા-કોલેજની વ્યવસ્થા ન કરી? એક સમયે જો આખા દેશમાં, આખું રાજકારણ તન, મન અને ધનથી શિક્ષણના કામમાં લાગી ગયું હોત તો, આજે આપણા દેશના દરેક બાળક માટે વિકસિત દેશો જેવી શ્રેષ્ઠ શાળાઓ હોતે, અને તેમને શ્રેષ્ઠ શિક્ષણ મળ્યું હોત. તો પછી રાજનીતિએ શિક્ષણને કેમ એક ખૂણામાં ધકેલી દીધું?

આજે જ્યારે હું થોડા દિવસથી જેલમાં છું ત્યારે મને આ પ્રશ્નોના જવાબો જાતે મળી રહ્યા છે. હું જોઈ શકું છું કે રાજકારણમાં જયારે સફળતા જેલ ચલાવીને મળે છે, તો પછી શાળા ચલાવવા માટે કોઈને રાજકારણની જરૂર કેમ લાગે છે.'

તેમણે લખ્યું છે કે, 'દેશના દરેક બાળક માટે એક અદ્ભુત શાળા-કોલેજ ખોલવા અને ચલાવવા કરતાં સરકાર વિરુદ્ધ ઊઠેલા દરેક અવાજને જેલમાં મોકલીને અથવા જેલમાં મોકલવાની ધમકી આપીને સરકાર ચલાવવી વધુ સરળ છે. UPના શાસકોને જ્યારે એક લોક ગાયકનું લોક ગીત તેમની વિરુદ્ધ લાગ્યું, ત્યારે તેમને પોલીસની નોટિસ મોકલવામાં આવી હતી અને જેલમાં ધકેલી દેવાની ધમકી આપવામાં આવી હતી.

CM અરવિંદ કેજરીવાલનો ગુનો એટલો મોટો છે કે, આજે તેમણે PM મોદીની રાજનીતિ માટે એક વૈકલ્પિક રાજનીતિ ઉભી કરી દીધી, જેના કારણે CM કેજરીવાલ સરકારના બે મંત્રીઓ આજે જેલમાં છે. ચિત્ર એકદમ સ્પષ્ટ છે. જેલની રાજનીતિ સત્તામાં બેઠેલા નેતાને મોટા અને વધુ શક્તિશાળી બનાવી રહી છે. શિક્ષણની રાજનીતિની સાથે સમસ્યા એ છે કે, તે દેશને મોટો બનાવે છે, નેતા નહીં.'

પત્રના અંતમાં સિસોદિયાએ લખ્યું છે કે, 'આજે જેલની રાજનીતિ જરૂર સફળ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ ભારતનું ભવિષ્ય શાળાઓના રાજકારણમાં છે, શિક્ષણના રાજકારણમાં સમાયેલું છે. ભારત વિશ્વના નેતા બનશે તેની તાકાતના કારણે, નહીં કે તેની જેલમાં કેટલી તાકાત છે, પરંતુ તેના જોરે કે અહીંના શિક્ષણમાં એટલી તાકાત છે કે, આજના રાજકારણમાં જેલની રાજનીતિનો મોટો હાથ ભલે હોય, પરંતુ આવનારી આવતીકાલ શિક્ષણની રાજનીતિની હશે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp