જૈન પ્રાણી પ્રેમીએ કુરબાનીના બકરા ખરીદી એવું કર્યું કે સોશિયલ મીડિયામાં છવાઈ ગયા

PC: navbharattimes.indiatimes.com

બાગપતના એક પ્રાણીપ્રેમીએ બે વર્ષ પહેલા બલિદાન માટે આવેલા સેંકડો બકરાઓ ખરીદીને પોતાના પ્લોટમાં વસવાટ કરાવ્યો હતો. તેનો આ વીડિયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ પ્રાણીપ્રેમીઓ જૈન સમુદાયના હોવાનું કહેવામાં આવે છે. તેમનું કહેવું છે કે, જૈન સમુદાય હંમેશાથી પ્રાણીઓની હત્યાના વિરોધમાં રહ્યો છે.

જીવો પર દયા કરો, જીવો અને જીવવા દો… ભગવાન મહાવીર સ્વામીના આ સંદેશમાં જીવો પ્રત્યે પ્રેમ અને આદરની ભાવના છે. ભગવાન મહાવીરે તમામ જીવો પ્રત્યે દયા બતાવવાનો સંદેશ આપ્યો હતો, જે આજે પણ તેમનામાં માનનારાઓ અનુસરે છે. હવે તેમના અનુયાયીઓ એ એક એવી પહેલ કરી છે જેને જાણીને તમે પણ તેમના માટે આદર અનુભવશો.

 

મેરઠના જૈન સમુદાયમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આમાં, એક વ્યક્તિ બલિદાન માટે આવેલા બકરા (કુરબાનીના બકરા) ખરીદી રહ્યો છે અને તેમને તેના ટીનશેડમાં આશ્રય આપી રહ્યો છે. આ વીડિયો બાગપતના અમીનનગર સરાયનો જણાવવામાં આવી રહ્યો છે. તેમાં બતાવવામાં આવ્યું છે કે, જૈન સમાજના એક વ્યક્તિએ બલિદાન માટે આવેલા બકરાને ખરીદીને ન ફક્ત તેમને જીવનનું દાન કર્યું, પરંતુ તેમના માટે આશ્રય સ્થાન પણ બનાવી દીધું. આ વીડિયો બે વર્ષ પહેલાનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

મેરઠના થોકબંધ વેપારી અનિલ જૈને જણાવ્યું કે, અમીનનગર સરાયના રહેવાસી જૈન સમુદાયના એક વ્યક્તિએ બે વર્ષ પહેલા બજારમાં બલિદાન માટે આવેલા તમામ બકરા ખરીદી લીધા હતા. આ પછી, તે બકરાઓને તેના એક પ્લોટ પર ટીન શેડમાં રાખવામાં આવ્યા હતા. પહેલા તો કોઈને કંઈ સમજણમાં આવ્યું નહિ, ત્યાર પછી ખબર પડી કે, તેણે ખરીદેલા બકરાને બલિદાનથી બચાવીને તેમને નવું જીવનદાન આપ્યું છે.

જ્યારે અમીનનગર સરાય ખાતે આ વ્યક્તિનું નામ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારે તેણે તેનું નામ જાહેર કર્યું ન હતું. તેઓ કહે છે કે, હું મારી મરજીથી આ કામ કરી રહ્યો છું. આમ પણ કોઈપણ રીતે જૈન સમાજ હંમેશા પ્રાણીઓની હત્યાના વિરોધમાં રહ્યો છે.

અનિલ જૈને જણાવ્યું કે, જ્યારે અમે બધાએ તેમને આ કામમાં મદદ કરવાની ઓફર કરી તો તેમણે ના પાડી દીધી. તેમણે કહ્યું કે, જ્યારે પણ જરૂર પડે ત્યારે તમે સાથે ઉભા રહો, બસ એટલું જ પૂરતું છે. તમામ બકરાઓના રહેવા અને તેમના ખોરાક પાણીની વ્યવસ્થા કરવા માટે એક કર્મચારીને પણ ફરજ પર મુકવામાં આવ્યો છે, જેથી તે બકરાઓને સમયસર ખોરાક અને પાણી આપી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp