પૂંછમાં સેનાની ગાડી પર જેણે હુમલો કર્યો એ આતંકી સંગઠન PAFFનો શું છે કાળો ચિઠ્ઠો

PC: twitter.com

જમ્મુ-કશ્મીરના પૂંછમાં ગુરુવારે સેનાની ગાડી પર થયેલા આતંકી હુમલામાં 5 જવાનો શહીદ થઈ ગયા છે. એક ઇજાગ્રસ્ત જવાનની સારવાર હૉસ્પિટલમાં ચાલી રહી છે. આ આતંકી હુમલાની જવાબદારી પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટ (PAFF)એ લીધી છે. તેને પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનું સમર્થિત સંગઠન કહેવામાં આવે છે. PAFF જમ્મુ-કાશ્મીરમાં એક્ટિવ આતંકી સંગઠન છે. PAFF વર્ષ 2019માં જૈશના પ્રોક્સિ આઉટફિટ તરીકે ઉભર્યું હતું. ત્યારથી તે આખા દેશમાં, ખાસ કરીને જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાઓને અંજામ આપી રહ્યું છે.

તે પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલું છે. પહેલી વખત સંગઠન વર્ષ 2019માં જ જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટ્યા બાદ ચર્ચામાં આવ્યું હતું. PAFF સમય-સમય પર સેના અને સરકારને ઘણી ધમકીઓ આપી ચૂક્યું છે. વર્ષ 2020માં સંગઠને વીડિયો જાહેર કરીને કાશ્મીરમાં ઇઝરાયલ તરફથી 2 સેન્ટર ઓફ એક્સિલેન્સ સ્થાપિત કરવા પર ધમકી આપી હતી. જમ્મુ-કાશ્મીરમાં મે મહિનામાં G-20ની બેઠક થવાની છે. PAFF તેને લઈને લાલચોળ થઈ ગયું છે અને તે બેઠકને લઈને ચેતવણી પણ જાહેર કરી ચૂક્યું છે.

PAFFએ જમ્મુ-કાશ્મીરમાં પહેલા પણ ઘણા હુમલાઓને અંજામ આપ્યો છે. 3 જૂન 2021ના રોજ ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા રાકેશ પંડિતાની હત્યામાં આ જ સંગઠનનો હાથ હતો. આ એક એવી ઘટના હતી, જેનાથી આ સંગઠન સરકારની રડાર પર આવી ગયું હતું. ત્યારબાદ 11 ઓગસ્ટ 2021ના રોજ સંગઠને ફરી એક વખત રાજૌરી જિલ્લામાં સેના પર હુમલો કર્યો. આ આતંક અહીં ન રોકાયો. તેના બરાબર એક મહિના બાદ 11 ઓક્ટોબર 2021ના રોજ મેંઢાર, પૂંછ જિલ્લામાં ભારતીય જવાનો પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં સેનાના 9 જવાન શહીદ થઈ ગયા હતા.

આ હુમલાની જવાબદારી પણ PAFFએ લીધી હતી. 3 ઓક્ટોબર 2022ના રોજ જમ્મુ-કશ્મીરના પોલીસ મહાનિર્દેશક (જેલ) હેમંત લોહિયાની તેની ઘરમાં ઘૂસીને હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યા એવા સમયે કરી દેવામાં આવી હતી, જ્યારે ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કશ્મીરના પ્રવાસે હતા.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલામાં સંડોવાયેલા આ સંગઠન પર જાન્યુઆરી મહિનામાં બેન લગાવી દીધું હતું, મંત્રાલયે અધિસૂચના જાહેર કરીને કહ્યું હતું કે, PAFF સુરક્ષાબળો, નેતાઓ અને જમ્મુ-કાશ્મીર અને અન્ય રાજ્યોના નાગરિકો માટે સતત જોખમી બનેલું હતું. તે અન્ય સંગઠનો સાથે મળીને જમ્મુ-કાશ્મીર અને દેશના અન્ય મુખ્ય શહેરોના આતંકી હુમલાઓમાં સામેલ રહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp