બેભાન કરી 120 મહિલા સાથે રેપ, વીડિયો બનાવી બ્લેકમેલ, જલેબીબાબાને ખાલી આટલી સજા
ફતેહબાદની ફાસ્ટ ટ્રેક કોર્ટે ટોહનાના ઘણા ચર્ચિત જલેબી બાબા સેક્સ સ્કેન્ડલ કેસમાં દોષી સાબિત કરાર કરવામાં આવેલા બિલ્લુરામ ઉર્ફ અમરપુરી વિરુદ્ધ સજાની જાહેરાત કરી છે. કોર્ટે બાબાને 14 વર્ષની કેદની સજા, 35000 રૂપિયાનો દંડ, 376સીમાં 7-7 વર્ષ, પોક્સો એક્ટમાં 14 વર્ષ અને 67 આઈટી એક્ટમાં 5 વર્ષની સજા સંભળાવી છે. બધી સજા એક સાથે લાગૂ થશે. જ્યારે આર્મ્સ એક્ટમાં બાબાને કોર્ટે નિર્દોષ જાહેર કરી દીધો છે. અસલમાં જલેબી બાબા પર મહિલાઓને ચામાં નશીલી ગોળીઓ મિક્સ કરીને પીવડાવી રેપ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જેના પછી જલેબી બાબા તે મહિલાઓને બ્લેકમેઈલ પણ કરતો હતો. બાબા અમરપુરી ઉર્ફ જલેબી બાબાને 5 જાન્યુઆરીના કોર્ટે દોષી જાહેર કર્યો હતો.
6 જાન્યુઆરીના સજાની ચર્ચા પછી 9 જાન્યુઆરીના સજાની જાહેરાત માટે તારીખ નક્કી કરવામાં આવી હતી. 9 જાન્યુઆરીના પણ સજા પર ચર્ચા કરવામાં આવી હતી પરંતુ 10 જાન્યુઆરીના કોર્ટે નિર્ણય સંભળાવી દીધો હતો. આ દરમિયાન કોર્ટમાં બાબા ઘણું રડ્યો હતો. જજ સામે રહેમની અપલી કરતો રહ્યો હતો.
જણાવી દઈએ કે બાબાના મહિલાઓ સાથેના 120થી પણ વધુ અશ્લીલ વીડિયો સામે આવ્યા હતા. મામલામાં 6 પીડિતાઓને કોર્ટે પીડિત તરીકે જાહેર કરી બાબાની કરતૂતોનો પર્દાફાશ કર્યો હતો. પછીથી 3 પીડિતાઓના સ્ટેટમેન્ટના આધાર પર કોર્ટે પોતાનો નિર્ણય કર્યો હતો. બાબા બાલકનાથ ડેરાના બાબા બિલ્લુરામ ઉર્ફ અમરપુરી ઉર્ફ જલેબી બાબા વિરુદ્ધ ટોહના શહેર પોલીસે તાત્કાલિક થાણા પ્રભારી પ્રદીપ કુમારની ફરિયાદ પર 19 જુલાઈ 2018ના IPCની ગંભીર ધારાઓ હેઠળ મામલો નોંધ્યો હતો. અસલમાં એક ખબરીએ થાણા પ્રભારી પ્રદીપ કુમારને મોબાઈલ પર જલેબી બાબાનો અશ્લીલ વીડિયો દેખાડ્યો હતો. જેના પછી પોલીસે તેમને પકડ્યા તો તેમની પાસેથી 120 વીડિયો મળ્યા હતા, જેમાં તે મહિલાઓ સાથે શારીરિક સંબંધ બાંધતો દેખાય છે.
પોલીસની પૂછપરછમાં જલેબી બાબાએ કહ્યું કે તેમની પાસે આવનારી મહિલાઓને બહેલાવી ફોસલાવીને ગોળીઓ ખવડાવી તેમની સાથે ખરાબ કૃત્ય કરતો હતો અને પોતાના મોબાઈલથી વીડિયો બનાવતો હતો. જેના પછી તેમને બ્લેકમેઈલ કરતો હતો. તેમની પાસેથી પૈસા પડાવતો હતો. બદનામીના ડરથી મહિલાઓ કોઈને કંઈ કહી શકતી ન હતી. 13 ઓક્ટોબર 2017ના એક મહિલાની ફરિયાદ પર તેની વિરુદ્ધ શહેર પોલીસ ટોહનામાં IPCની ધારા 328, 376, 506 હેઠળ કેસ નોંધ્યો હતો. જેના પછી 2018માં તત્કાલિન SHOની ફરિયાદ પર મામલો નોંધ્યો હતો. જેના પછી ઘટના સ્થળ પરથી ચીપીયા, રાખ, ભભૂતિ, નશાની ગોળી અને VCR કબ્જે કર્યા હતા.
આશરે 20 વર્ષ પહેલા પંજાબના જિલ્લા માનસા નિવાસી અમરવીર ટોહનામાં આવ્યો હતો. અહીં આવીને તેણે નેહરુ માર્કેટમાં જલેબીની લારી લગાવી હતી. જલેબીનો ધંધો સારો ચાલવા પર ગજરેલા બનાવવા લાગ્યો હતો અને તે કામ પણ સારું ચાલ્યું હતું. પછી લારીમાંથી દુકાન કરી તેનું નામ પણ અમરવીર કે પંજાબ તોહફે રાખ્યું હતું. આ ધંધો 10 વર્ષ સુધી સારો ચાલ્યો હતો. આ દરમિયાન તેની પત્નીનું મોત થઈ ગયું. પરિવારમાં ચાર છોકરીઓ અને બે છોકરા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન પંજાબથી એક તાંત્રિક આવ્યો અને તેણે તાંત્રિક વિદ્યા અંગે જાણકારી આપી, જેના પછી બે વર્ષ સુધી અમરવીર ગાયબ રહ્યો હતો.
જેના પછી પાછા આવીને તેણે એક ઘર ભાડે લીધું અને બાબા બાલકનાથ નામથી મંદિર બનાવ્યું અને બાળકો સાથે ત્યાં રહેલા વાગ્યો હતો. તેણે પછીથી પોતાનું નામ બદલીને અમરપુરી કરી દીધું. લોકોના દુખ અને દર્દને દૂર કરવા માટેનું બોર્ડ લગાવી દીધું. તાંત્રિક વિદ્યાનો જાદુ ચાલ્યો અને લોકોની ભીડ થવા લાગી. જેના પછી બાબા પાસે માયા પણ આવવાની શરૂ થઈ ગઈ. આ દરમિયાન તે છોકરીઓ સહિત છ છોકરાઓના લગ્ન પંજાબમાં કરી દીધા. જેના પછી તેઓ બધા પંજાબમાં રહેવા લાગ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp