મસ્જિદમાં નમાજ વાંચવા પર કલેક્ટરે લગાવી રોક, કેસ પહોંચ્યો કોર્ટ

PC: thewire.in

મહારાષ્ટ્રના જલગાંવ શહેરમાં સ્થિત એક પ્રાચીન મસ્જિદને લઈને વિવાદ વધતો જઈ રહ્યો છે. જિલ્લા પ્રશાસને અહીં નમાજ વાંચવા પર રોક લગાવી દીધી છે. આ દરમિયાન જલગાંવની જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ કમિટીના અધ્યક્ષ અલ્તાફ ખાન નય્યુમ ખાનના માધ્યમથી બોમ્બે હાઇ કોર્ટ જવાનો નિર્ણય લીધો છે. ખાને હાઇકોર્ટની ઔરંગાબાદ પીઠને કલેક્ટર દ્વારા પાસ કરવામાં આવેલા મધ્યસ્થ આદેશને રદ્દ કરવાની માગ કરી છે, જેના દ્વારા લોકોને એક મસ્જિદમાં નમાજ વાંચવાથી રોકવામાં આવ્યા હતા. અહીં ગુનાહિત પ્રક્રિયાઓ સંહિતા હેઠળ કલમ 144 પણ લાગૂ કરવામાં આવી, જેથી ઘટનાસ્થળ પર મુઠ્ઠી ભરથી વધુ લોકો એકત્ર થઈ શકતા નથી.

આ વિવાદ એ સમયે ઉભર્યો જ્યારે પાંડવવાડા સંઘર્ષ સમિતિએ કલેક્ટર સમક્ષ ફરિયાદ દાખલ કરી હતી. હિન્દુ સમૂહો મુજબ, જલગાંવ જિલ્લાના એરંડોલ તાલુકામાં મસ્જિદની આપાસના વિસ્તાર મહારાષ્ટ્ર કાલના પાંડવો સાથે જોડાયેલો છે. એમ કહેવામાં આવે છે કે પાંડવોએ આ ક્ષેત્રમાં નિર્વાસન દરમિયાન કેટલાક વર્ષ વિતાવ્યા હતા. જાણકાર લોકો મુજબ, આખો મામલો મસ્જિદ દ્વારા હાલના ઢાંચાના વિસ્તાર દરમિયાન કેટલાક ટીન શેડ સ્થાપિત કર્યા બાદ સામે આવ્યો છે. જલગાંવ કલેક્ટર અમન મિત્તલને સમિતિ પાસેથી એક અરજી મળી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે, મસ્જિદ એક અતિક્રમણ છે.

પાંડવવાડા સંઘર્ષ સમિતિએ તેને એક પ્રાચીન હિન્દુ સ્થળ બતાવ્યું અને કહ્યું કે અહી ગયા યુગની કલાકૃતિઓ અત્યારે પણ જોવા મળે છે. જો કે ટ્રસ્ટ સાથે જોડાયેલા લોકોએ કહ્યું કે, એ સાબિત કરવા માટે દસ્તાવેજ છે કે આ ઢાંચો 31 ઓક્ટોબર 1861થી અસ્તિત્વમાં છે. મહારાષ્ટ્ર સરકારે મસ્જિદના ઢાંચાને પ્રાચીન અને ઐતિહાસિક સ્મારક જાહેર કરી છે અને તેને સંરક્ષિત સ્મારકમાં લિસ્ટેડ કરવામાં આવી છે. અભિલેખો મુજબ મસ્જિદનું નામ પાંડવવાડા મસ્જિદ છે. મસ્જિદ વક્ફ બોર્ડની સંપત્તિના રૂપમાં પણ રજિસ્ટર્ડ છે.

જુમ્મા મસ્જિદ ટ્રસ્ટની અરજી એડવોકેટ એસએસ કાજીના માધ્યમથી હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, 11 જુલાઇના રોજ કલેક્ટર સામે ઉપસ્થિત થાય અને અનુરોધ કર્યો કે તેમને પાંડવવાડા સમિતિ દ્વારા પ્રસ્તુત અરજી પર ઉચિત જવાબ દાખલ કરવા માટે તેમને થોડો સમય આપવામાં આવે. કલેક્ટર ટ્રસ્ટ તરફથી કંઈ પણ સાંભળવાના મૂડમાં નહોતા અને 11 જુલાઇના રોજ અરજીકર્તાઓને કોઈ અવસર આપ્યા વિના કલેક્ટરે દંડ પ્રક્રિયા સંહિતાનિ કલમ 144 અને 145 હેઠળ એક આદેશ પાસ કરી દીધો.

અરજીમાં કહેવામાં આવ્યું કે પાંડવવાડા સંઘર્ષ સમિતિ દ્વારા પ્રસ્તુત અરજી, નફરત ફેલાવનાર ભાષા બાદ આવી છે અને એ સ્પષ્ટ કરે છે કે પાંડવવાડા સંઘર્ષ સમિતિના એક વક્તા સતીશ ચૌહાણના ભાષણથી પ્રભાવિત છે. અરજીમાં કલેક્ટરના આદેશને પડકાર આપતા કહેવામાં આવ્યું છે કે તે કાયદા વિરુદ્ધ છે અને કેસના ગુણ દોષ વિરુદ્ધ, અન્યાયપૂર્ણ અને અનાવશ્યક છે. આ આદેશ દસ્તાવેજી સાક્ષી અને કલેક્ટર કાર્યાલય દ્વારા બનાવવામાં આવેલા રેકોર્ડ પર વિચાર કરવામાં નિષ્ફળ રહ્યો છે. હાઇ કોર્ટે અરજી પર બધા ઉત્તરદાતાઓને નોટિસ જાહેર કરી છે. હવે કેસની સુનાવણી 18 જુલાઇના રોજ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp