ઉલેમા-એ-હિંદની મુસ્લિમોને ખાસ સલાહ-કુરબાનીની તસવીરો સોશિયલ મીડિયા પર ન નાખો

PC: hindustantimes.com

મુસ્લિમોનાં પ્રમુખ સંગઠન જમીયત ઉલેમા-એ-હિન્દે સોમવારે મુસ્લિમ સમુદાયને ઈદ ઉલ અજહાં પર પશુઓની કુરબાની કરતી વખત સરકારી દિશા નિર્દેશોનું સખ્તાઈથી પાલન કરવા અને કુરબાનીની તસવીરો સોશિયલ મીડિયા પર ન શેર કરવાનો અનુરોધ કર્યો છે. ઈદ ઉલ અજહાને કુરબાનીનો તહેવાર પણ કહેવામાં આવે છે. ગુરુવારે આ તહેવાર મનાવવામાં આવશે. આખી દુનિયાના મુસ્લિમ અલ્લાહની રજા અને તેમના આદેશનું પાલન કરતા પોત પોતાના દેશોના કાયદાઓ મુજબ પશુઓની બલિ આપે છે.

કુરબાની આપવાની પરંપરા સદીઓ અગાઉ શરૂ થઈ હતી, જ્યારે પયગમ્બર ઈબ્રાહીમ અલ્લાહના માર્ગે પોતાના દીકરા ઇસ્માઈલને કુરબાન કરવા માટે તૈયાર થઈ ગયા હતા. જમીયત ઉલેમા એ હિંદના પ્રમુખ મૌલાના અરશદ મદનીએ કહ્યું કે, હાલની સ્થિતિ જોતા, મુસ્લિમોએ એ પશુઓની કુરબાની કરતી વખત સાવધાનીના પહેલા ઉઠાવવા જોઇએ. તેમણે પશુઓની કુરબાનીની તસવીરો સોશિયલ મીડિયા પર શેર ન કરવાનો અનુરોધ કર્યો. અરશદ મદનીએ સરકારી દિશા નિર્દેશોનું પાલન કરવા અને એવા પશુઓની કુરબાની ન કરવાનો અનુરોધ કર્યો, જેમની કુરબાની યોગ્ય નથી.

અરશદ મદનીએ આગ્રહ કર્યો કે જ્યારે કોઈ યોગ્ય કુરબાનીને રોકવાનો પ્રયાસ કરે તો પ્રશાસનને તેની જાણકારી આપો. અરશદ મદનીએ મુસ્લિમોને ઈદ ઉલ અજહાના અવસર પર સાફ સફાઈનું વિશેષ ધ્યાન રાખવાની સલાહ આપી અને ભાર આપતા કહ્યું કે, પશુઓના અવશેષ રસ્તાઓ, ગલીઓ અને નાળાઓમાં ન ફેકવામાં આવે, પરંતુ તેમને એ પ્રકારે દફનાવવા જોઈએ, જેનાથી કોઈ દુર્ગંધ ન આવે. તેમણે લોકોને એવો આગ્રહ પણ કર્યો કે, જો સાંપ્રદાયિક તત્વ કોઈ પણ પ્રકારની ઉશ્કેરણી ઉત્પન્ન કરે તો તેઓ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવે.

કેમ મનાવવામાં અવે છે બકરીદ?

ઇસ્લામી માન્યતા મુજબ, પયગમ્બર ઈબ્રાહીમ પોતાના પુત્ર ઇસ્માઈલને આ જ દિવસે અલ્લાહના હુકમ પર અલ્લાહના માર્ગમાં કુરબાન કરવા જઈ રહ્યા હતા, ત્યારે અલ્લાહે તેમના દીકરાને જીવનદાન આપી દીધું અને ત્યાં એક પશુની કુરબાની આપવામાં આવી હતી, જેની યાદમાં આ પર્વ મનાવવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp