જમીલા પૂજા નામ રાખી હિંદુ બનીને મુસ્લિમ છોકરાઓ સાથે નિકાહ કરતી, હવે બરાબર ભેરવાઈ

PC: opindia.com

PAN કાર્ડ પર જમીલા ખાતૂન અને આધાર કાર્ડ પર પૂજા શર્મા નામ રાખતી અને હિંદુ બનીને મુસ્લિમ યુવકો સાથે નિકાહ કરનારી ખેલાડી છોકરી આખરે પોલીસના હાથે સપડાઇ ગઇ છે. ખોટા કેસો કરીને લોકોને ફસાવતી યુવતીને પોલીસે પાંજરે પુરી છે અને તેની સાથે તેના બે સાથીઓની પણ ધરપકડ કરવામાં આવી છે.

ઉત્તર પ્રદેશના બિજનૌર પોલીસે એક મહિલા અને તેના બે સાથીઓની ધરપકડ કરી છે જેઓ ખોટા કેસ કરીને ગેરકાયદે રૂપિયા વસુલતા હતા. આ મહિલા તેના સાગરિતો સાથે મળીને પહેલા લોકો સામે ખોટી FIR  કરતી અને એ પછી સમાધાનના નામે તેમની પાસેથી ગેરકાયદેસર વસૂલાત કરતી હતી. આટલું જ નહીં, નકલી આધાર કાર્ડના નામે તે પોતાનું નામ પૂજા શર્મા જણાવતી હતી. જ્યારે અસલી નામ જમીલા ખાતૂન છે. પોલીસે આરોપી મહિલા પાસેથી મોબાઈલ ફોન, પાન કાર્ડ અને આધાર કાર્ડની ફોટોકોપી તેમજ વોટર કાર્ડની કોપી કબજે કરી છે.

બિજનૌર પોલીસને કહ્યું છે કે, 6 જુલાઈએ દિલ્હીના મહાવીર કોલોની, તિલક નગરમાં રહેતા સ્વર્ગસ્થ રાજીવ શર્માની પુત્રી પૂજા શર્મા વતી પોલીસ સ્ટેશન દેહાતમાં ફરિયાદ આપવામાં આવી હતી. જેમાં ફરિયાદી મહિલાએ જણાવ્યું કે, મારા લગ્ન 29 મે 2023ના રોજ અકબરાબાદ, બિજનૌરના રહેવાસી એહતેશામના પુત્ર મોહમ્મદ ફરીદ સાથે થયા હતા અને તે મને છોડીને ક્યાંક ચાલ્યો ગયો છે. હવે પતિના માતા-પિતા મને ત્રાસ આપી રહ્યા છે.

બિજનૌર પોલીસે ફરિયાદના આધારે કેસ નોંધી દીધો હતો અને તપાસ શરૂ કરી તો ખબર પડી કે પૂજાનું અસલી નામ તો જમીલા ખાતૂન છે, તે રજબ અલીની પુત્રી છે અને આસામની રહેવાસી છે.તપાસ દરમિયાન મહિલા પાસેથી  જમીલા ખાતૂનના નામે બનાવેલ પાન કાર્ડ, બેંક એકાઉન્ટ અને મતદાર ચૂંટણી કાર્ડ પણ મળી આવ્યા હતા. તપાસમાં એ હકીકત પણ સામે આવી છે કે પૂજા શર્મા ઉર્ફે જમીલા ખાતૂને નકલી આધાર કાર્ડનો ઉપયોગ કરીને દેહરાદૂનના પટેલ નગર પોલીસ સ્ટેશનમાં બે કેસ નોંધાવ્યા હતા. પહેલો કેસ સોનુ રાજપૂત ઉર્ફે ઝહીર અહેમદ સામે અને બીજો કેસ નૌશાદ કુરેશીના પુત્ર ઝહીર કુરેશી વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો હતો. આમાં  તેના સાથી સલમાન અમજદ, ઝહીર, આસિફ અને ખાલિદે સાથ આપ્યો હતો.

પોલીસની તપાસમાં એ પણ સામે આવ્યુ કે પૂજા શર્મા ઉર્ફે જમીલા ખાતૂન ગેંગ બનાવીને ગેરકાયદે રૂપિયાની માંગણી કરતી અને જે પૈસા આપવાની ના પાડે તેમની સામે ખોટા કેસો  કરવાની ધમકી આપતી હતી.

23 જુલાઇએ બિજનૌરના દેહાત પોલીસ સ્ટેશનમાં અકબરાબાદના રહેવાસી અમજદના પિતા ફરીદ અહમદે પૂજા શર્મા અને તેના સાથીઓ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી હતી. ફરિયાદીએ કહ્યું હતું કે પૂજા શર્મા તેમને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રહી છે.

ફરીદ અહેમદની ફરિયાદને આધારે પોલીસે પૂજા શર્મા અને તેના સાથીદારો વિરુદ્ધ કલમ 389, 420, 468, 471 અને 120B હેઠળ કેસ નોંધ્યો હતો અને તપાસમાં આરોપો સાચા જણાતાં આરોપી મહિલા પૂજા શર્મા ઉર્ફે જમીલા ખાતૂન અને તેના સાથી ઝહીર અને આસિફની ધરપકડ કરવામાં આવી હતી. .

પોલીસે કહ્યું કે, પૂજા શર્મા ઉર્ફે જમીલા ખાતૂને ક્યાં ક્યાં ખેલ પાડ્યા છે, તેની તપાસ ચાલી રહી છે, હમણાં તેને અને તેના સાથીઓને જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp