પરફ્યૂમની બોટલની જગ્યાએ બોમ્બ તો નથી ઉઠાવી રહ્યા ને તમે?આતંકીઓનું છે નવું હથિયાર

PC: ANI

જમ્મુ-કાશ્મીર પોલીસે 21 જાન્યુઆરીના રોજ થયેલા નરવાલ ધમાકાના આરોપી આરીફને દબોચ્યો તો તેની પાસેથી આ ખાસ પ્રકારનો બોમ્બ મળી આવ્યો છે. પોલીસ તેને પરફ્યૂમ બોમ્બ કહી રહી છે. જમ્મુ-કાશ્મીર પોલીસના DGP દિલબાગ સિંહે જણાવ્યું કે, અમે પહેલી વખત આ પ્રકારનો બોમ્બ જપ્ત કર્યો છે. તેમના જણાવ્યા મુજબ, રાજ્યમાં જ નહીં આ દેશમાં પહેલી વખત પરફ્યૂમ IED જપ્ત કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે, લશ્કર-એ-તોયબાના આતંકીઓએ નરવાલમાં 20 જાન્યુઆરીના રોજ બોમ્બ પ્લાન્ટ કર્યા હતા.

21 જાન્યુઆરીના રોજ 20 મિનિટના અંતરમાં 2 બોમ્બ ધમાકા થયા હતા. પહેલા ધમાકામાં 9 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. DGP દિલબાગ સિંહે કહ્યું કે, આ અગાઉ પરફ્યૂમ બોમ્બ ઘણી વખત ચર્ચા આવ્યો હતો, પરંતુ ક્યારેય જપ્ત કરવામાં આવ્યો નહોતો. તેમણે એમ પણ કહ્યું કે, આ બોમ્બ પરફ્યૂમની ખાલી બોટલ અને ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઇસની મદદથી બનાવવામાં આવે છે. એટલે તેને પરફ્યૂમ બોમ્બ કહેવામાં આવે છે. તેમણે કહ્યું કે, અમારી સ્પેશિયલ ટીમ પરફ્યૂમ IEDની તપાસ કરી રહી છે.

કેવી રીતે બનાવવામાં આવે છે કે પરફ્યૂમ બોમ્બ:

જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા મુજબ, નરવાલ બ્લાસ્ટમાં પરફ્યૂમ બોમ્બનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આરીફે આ અગાઉ શાસ્ત્રીનગર અને કટરામાં બસમાં થયેલા ધમાકાને અંજામ આપ્યો હતો. તે 3 વર્ષથી જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનનો હેન્ડલર છે. પોલીસે જણાવ્યું કે, પરફ્યૂમ ઇપ્રોવાઇઝ્ડ એક્સપલોસિવ ડિવાઇસને લગાવી દે છે. આ બોમ્બને લઇને લોકોને વધારે જાણકારી નથી. એટલે આતંકવાદીઓને તેને લઇને એક જગ્યાથી બીજી જગ્યાએ લઇ જવા અને પ્લાન્ટ કરવામાં ખૂબ સરળતા થાય છે.

કેટલો ઘાતક છે પરફ્યૂમ IED?

પરફ્યૂમ બોમ્બનું ઢાંકણ દબાવવા કે ખોલવા પર IED સક્રિય થઇ જાય છે. ત્યારબાદ ધમાકો થઇ જાય છે. પોલીસના જણાવ્યા મુજબ, તેની અસર મોટા દાયરામાં થાય છે. તે એટલો ઘાતક છે કે તેની નજીકના લોકોના શરીરના ચીથરા પણ ઊડી શકે છે. પરફ્યૂમ બોમ્બને જોઇને એમ કહેવું લગભગ અસંભવ છે કે તેમાં બોમ્બ પણ હોય શકે છે, તેનાથી પહેલા પણ પરફ્યૂમ બોમ્બ ચર્ચામાં આવી ચૂક્યો છે.

પરફ્યૂમ બોમ્બને લઇને છેલ્લું એલર્ટ વર્ષ 2011માં બ્યૂરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી જાહેર કર્યું હતું. ત્યારબાદ મુંબઇ એરપોર્ટ પર દરેક યાત્રીને તેમની પાસે ઉપસ્થિત પરફ્યૂમ ઉપયોગ કર્યા બાદ જ આગળ વધવા દેવામાં આવ્યા હતા. આ વર્ષે કોલકાતામાં પોલીસે આખા શહેરથી પરફ્યૂમની બોટલો એકત્ર કરી લીધી હતી. સાથે જ કોલકાતા એરપોર્ટ અને પબ્લિકવાળા વિસ્તારમાં સુરક્ષાની વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp