દિલ્હીની કોફી શોપમાં આટલા UPI પેમેન્ટ થતા જોઈ ચોંકી ગયા જાપાનના ડિજિટલ મંત્રી

આશરે 35-40 દેશ ડિજિટલ ચુકવણી માટે યૂનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) ને અપનાવવા માટે ભારતની સાથે વાતચીત કરી રહ્યા છે. ખાસ કરીને દિલ્હી યાત્રા દરમિયાન UPIના વ્યાપક ઉપયોગને જોઇને જાપાનના મંત્રી ચકિત રહી ગયા અને તેઓ આ ચુકવણી પ્રણાલીને પોતાના દેશમાં લાગૂ કરવાની તૈયારીમાં છે. એક ટોચના સરકારી અધિકારીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, 35-40 દેશ હવે UPI ને અપનાવવા પર વિચાર કરી રહ્યા છે. ભારત આ મુદ્દા પર તેમની સાથે સક્રિય રૂપથી જોડાયેલો છે.

જાપાન આ મહિનાની શરૂઆતમાં પહેલા જ કહી ચુક્યુ છે કે, તે UPI પ્રણાલીમાં સામેલ થવા અંગે વિચાર કરી રહ્યું છે. એક ટોચના અધિકારીએ મીડિયાને જણાવ્યું કે, જાપાની ડિજિટલ મંત્રી કોના તારો હાલમાં જ ભારતમાં હતા અને તેમણે કેટલાક વરિષ્ઠ મંત્રીઓ સાથે મુલાકાત કરી હતી, જેમણે તેમને ભારતમાં UPIના પ્રભાવી ઉપયોગને જોવાની સલાહ આપી હતી. ત્યારબાદ મંત્રી દિલ્હીની પ્રસિદ્ધ ખાન માર્કેટમાં આવેલી એક કોફી શોપમાં ગયા અને ત્યાં તમામને ઓનલાઇન ચુકવણી કરવા માટે ક્યૂઆર કોડ સ્કેન કરતા જોઇને ચકિત રહી ગયા હતા. જાપાન પાછા ફરવા પર મંત્રી કોના તારોએ તરત જ UPI મુદ્દા પર ચર્ચા કરવા માટે એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી.

ભારતે 2022-23માં 71564 મિલિયન UPI લેવડ દેવડનો રેકોર્ડ નોંધાવ્યો હતો અને તેને નાણાકીય વર્ષમાં પહેલા જ 15000 મિલિયન UPI લેવડ દેવડ પાર કરી ચુક્યા છે. રેકોર્ડ અનુસાર, એપ્રિલ મહિનામાં 1415504 કરોડ રૂપિયાના 8863 મિલિયન UPI લેવડ દેવડની સૌથી વધુ સંખ્યા નોંધવામાં આવી. ભારતીય આગંતુકો અને પ્રવાસીઓની સરળતા માટે વિદેશોમાં વ્યાપારિક સ્થાનો પર UPIનો સ્વીકાર કરાયા બાદ જ તેની સંખ્યામાં હજુ વધુ વૃદ્ધિ થવાની આશા છે.

G7 સમિટ માટે PM મોદી જાપાનના પ્રવાસે ગયા હતા ત્યારે જાપાનના ડિજિટલ મંત્રી ટેરોએ પેમેન્ટની એક સુવિધાજનક સિસ્ટમ હોવાની વાત કહી અને કહ્યું હતું કે સિંગાપોર, થાઈલેન્ડ અને UAE પણ એક સ્ટાન્ડર્ડ સિસ્ટમ માટે સીમા પાર ટેલી પેમેન્ટ સિસ્ટમમાં સામેલ થઈ શકે છે. ભારતના જાપાન સાથે મજબૂત સંબંધ રહ્યા છે અને જાપાનના પીએમ ફુમિયો કિશિદાએ માર્ચ 2023માં ભારતનો પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન તેમણે PM મોદીને G7 શિખલ સંમેલન માટે આમંત્રિત કર્યા હતા.

About The Author

Top News

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

તેલંગાણાના નિર્મલ જિલ્લાના આ ચૂંટણીના સમાચાર સાબિત કરે છે કે, દરેક લોકોએ મત આપવો કેટલો મહત્વપૂર્ણ હોય છે. અહીં...
National 
પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.