દિલ્હીની કોફી શોપમાં આટલા UPI પેમેન્ટ થતા જોઈ ચોંકી ગયા જાપાનના ડિજિટલ મંત્રી

આશરે 35-40 દેશ ડિજિટલ ચુકવણી માટે યૂનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) ને અપનાવવા માટે ભારતની સાથે વાતચીત કરી રહ્યા છે. ખાસ કરીને દિલ્હી યાત્રા દરમિયાન UPIના વ્યાપક ઉપયોગને જોઇને જાપાનના મંત્રી ચકિત રહી ગયા અને તેઓ આ ચુકવણી પ્રણાલીને પોતાના દેશમાં લાગૂ કરવાની તૈયારીમાં છે. એક ટોચના સરકારી અધિકારીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, 35-40 દેશ હવે UPI ને અપનાવવા પર વિચાર કરી રહ્યા છે. ભારત આ મુદ્દા પર તેમની સાથે સક્રિય રૂપથી જોડાયેલો છે.
જાપાન આ મહિનાની શરૂઆતમાં પહેલા જ કહી ચુક્યુ છે કે, તે UPI પ્રણાલીમાં સામેલ થવા અંગે વિચાર કરી રહ્યું છે. એક ટોચના અધિકારીએ મીડિયાને જણાવ્યું કે, જાપાની ડિજિટલ મંત્રી કોના તારો હાલમાં જ ભારતમાં હતા અને તેમણે કેટલાક વરિષ્ઠ મંત્રીઓ સાથે મુલાકાત કરી હતી, જેમણે તેમને ભારતમાં UPIના પ્રભાવી ઉપયોગને જોવાની સલાહ આપી હતી. ત્યારબાદ મંત્રી દિલ્હીની પ્રસિદ્ધ ખાન માર્કેટમાં આવેલી એક કોફી શોપમાં ગયા અને ત્યાં તમામને ઓનલાઇન ચુકવણી કરવા માટે ક્યૂઆર કોડ સ્કેન કરતા જોઇને ચકિત રહી ગયા હતા. જાપાન પાછા ફરવા પર મંત્રી કોના તારોએ તરત જ UPI મુદ્દા પર ચર્ચા કરવા માટે એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી.
ભારતે 2022-23માં 71564 મિલિયન UPI લેવડ દેવડનો રેકોર્ડ નોંધાવ્યો હતો અને તેને નાણાકીય વર્ષમાં પહેલા જ 15000 મિલિયન UPI લેવડ દેવડ પાર કરી ચુક્યા છે. રેકોર્ડ અનુસાર, એપ્રિલ મહિનામાં 1415504 કરોડ રૂપિયાના 8863 મિલિયન UPI લેવડ દેવડની સૌથી વધુ સંખ્યા નોંધવામાં આવી. ભારતીય આગંતુકો અને પ્રવાસીઓની સરળતા માટે વિદેશોમાં વ્યાપારિક સ્થાનો પર UPIનો સ્વીકાર કરાયા બાદ જ તેની સંખ્યામાં હજુ વધુ વૃદ્ધિ થવાની આશા છે.
G7 સમિટ માટે PM મોદી જાપાનના પ્રવાસે ગયા હતા ત્યારે જાપાનના ડિજિટલ મંત્રી ટેરોએ પેમેન્ટની એક સુવિધાજનક સિસ્ટમ હોવાની વાત કહી અને કહ્યું હતું કે સિંગાપોર, થાઈલેન્ડ અને UAE પણ એક સ્ટાન્ડર્ડ સિસ્ટમ માટે સીમા પાર ટેલી પેમેન્ટ સિસ્ટમમાં સામેલ થઈ શકે છે. ભારતના જાપાન સાથે મજબૂત સંબંધ રહ્યા છે અને જાપાનના પીએમ ફુમિયો કિશિદાએ માર્ચ 2023માં ભારતનો પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન તેમણે PM મોદીને G7 શિખલ સંમેલન માટે આમંત્રિત કર્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp