ઓપનહાઇમરને તેમના દેશ USએ તરછોડી દીધા ત્યારે નહેરૂએ તેમને મોટી ઓફર કરી હતી!

જાણીતા ફિલ્મફાર ક્રિસ્ટોફર નોલનની ફિલ્મ ‘ઓપેનહાઇમર’ દુનિયાભરમાં છવાઈ છે અને ભારતમાં પણ આ ફિલ્મની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મ અમેરિકન વૈજ્ઞાનિક અને પરમાણુ બોમ્બના જનક જે. રોબર્ટ ઓપેનહાઇમરના જીવન પર આધારિત છે. તેમના વિવાદાસ્પદ પતન બાદ તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ તેમને ભારતીય નાગરિકતાની રજૂઆત કરી હતી. તેમણે ઓપેનહાઇમરને પૂછ્યું હતું કે, શું તેઓ ભારતીય બનવાનું પસંદ કરશે? એવું એ સમયે થયું હતું જ્યારે ઓપેનહાઇમરને તેમના જ  દેશે ત્યજી દીધા હતા.

ફિલ્મ ‘ઓપેનહાઇમર’માં અમેરિકન વૈજ્ઞાનિકની ભૂમિકા ફરી એક વખત દુનિયા સામે આવી ગઈ છે. આ ફિલ્મ કાઇ બર્ડ અને માર્ટિન જે. શેરવિન દ્વારા સહ-લિખિત પુસ્તક પર આધારિત છે. જેનું શીર્ષક ‘અમેરિકન પ્રોમેથિયસ: ધ ટ્રાયમ્ફ એન્ડ ટ્રેજેડી ઓફ જે. રોબર્ટ ઓપેનહાઇમર’ છે. તેઓ દુનિયાના પહેલો પરમાણુ બોમ્બ વિકસિત કરનારા ‘મેનહટ્ટન પ્રોજેક્ટ’માં સામેલ હતા. આ એ જ બોમ્બ હતો જેને વર્ષ 1945માં જાપાનના હિરોશિમા અને નાગાસાકી પર ફેકવામાં આવ્યા હતા.

ઓપેનહાઇમરે આગળ જઈને યુદ્ધ વિરોધી નીતિઓ અને પરમાણું કપાતની પ્રમુખતાથી વકીલાત કરી હતી. ઓપેનહાઇમરનું માનવું હતું કે એ સમયે સંયુક્ત રાજ્ય અમેરિકાની રક્ષા નીતિની મૂળભૂત ધારાઓ અજ્ઞાનતા અને મૂર્ખતાથી ભરેલી હતી. પરમાણુ હથિયારો વિરુદ્ધ સાર્વજનિક નિવેદનબાજીના કારણે, તેઓ શીત યુદ્ધના સમયમાં એ સમયમાં અમેરિકાના પ્રતિષ્ઠાન સાથે મતભેદમાં આવી ગયા હતા. ત્યારબાદ વર્ષ 1954માં ભારતના પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ ઓપેનહાઇમરને ભારતીય નાગરિકતાની રજૂઆત કરી હતી.

અમેરિકન પ્રોમેથિયસ’ના લેખક અમેરિકન વૈજ્ઞાનિક કાઇ બર્ડ મુજબ, ઓપેનહાઇમરે આ પ્રસ્તાવ પર વિચાર કર્યો નહોતો. હિન્દુસ્તાન ટાઇમ્સના રિપોર્ટ મુજબ, બર્ડે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, વર્ષ 1954માં તેમના (ઓપેનહાઇમર)ના અપમાનિત થયા બાદ નેહરુએ તેમને ભારત આવવા અને નાગરિક બનવાની રજૂઆત કરી હતી, પરંતુ મને નથી લાગતું કે આ (પ્રસ્તાવ) પર ગંભીરતાથી વિચાર કર્યો હશે કેમ કે તેઓ એક ઊંડા દેશભક્ત અમેરિકન હતા.

બર્ડે કહ્યું કે, ઓપેનહાઇમરને ફાંસીવાદના ઉદયનો ડર હતો. તેમણે જર્મનીથી યહૂદી શરણાર્થીઓને બચાવવામાં મદદ માટે ધન આપ્યું. તેમને ડર હતો કે જર્મન ભૌતિક વૈજ્ઞાનિક હિટલરને પરમાણુ બોમ્બ આપવા જઈ રહ્યા છે. હિટલર દ્વિતીય વિશ્વ યુદ્ધ જીતવામાં સક્ષમ હશે અને જો એમ થયું તો તેના ભયાનક પરિણામ હશે. દુનિયાભરમાં ફાંસીવાદની જીત થશે. એટલે તેમને લાગ્યું કે પરમાણુ બોમ્બનો આવિષ્કાર આવશ્યક હતો.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.