જયા બચ્ચને રાજ્યસભામાં અધ્યક્ષને આંગળી બતાવી, BJP કહે- જેવી પાર્ટી, તેવા સંસ્કાર

PC: inshorts.com

અભિનેત્રી અને રાજ્યસભા સાંસદ જયા બચ્ચન ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ સમાજવાદી પાર્ટીના નેતાને તેના વર્તન અને ગુસ્સા માટે ટ્રોલ કરી રહ્યા છે. શ્રીમતી બચ્ચનની આ નિંદા રાજ્યસભામાં અધ્યક્ષ જગદીપ ધનખર સામે આંગળી બતાવવા બદલ કરવામાં આવી રહી છે.

સોશિયલ મીડિયા સાઇટ્સ પર વાયરલ થયેલા એક વીડિયોમાં સમાજવાદી પાર્ટીના સાંસદ સભાપતિ તરફ આંગળી ચીંધતા જોવા મળે છે. આ સાથે જયા બચ્ચન તરફ તેમના હાવ-ભાવ પર ધ્યાન આપતા, તેઓ ખૂબ જ ગુસ્સામાં જોવા મળે છે. યૂઝર્સ SP સાંસદની સદનમાં તેમના અસંસદીય વ્યવહાર બાદલ આકરી ટીકા કરી રહ્યા છે.

વાયરલ વીડિયો આ બજેટ સત્રની કાર્યવાહી દરમિયાનનો જણાવવામાં આવી રહ્યો છે. વાસ્તવમાં, કોંગ્રેસ સાંસદ રજની પટેલને ગૃહમાં હંગામો મચાવવા અને કાર્યવાહી રેકોર્ડ કરવાના આરોપસર વર્તમાન સત્રના બાકીના દિવસો માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ બાબતે સમાજવાદી પાર્ટી (SP)ના સાંસદ જયા બચ્ચને વિરોધ કર્યો હતો અને કોંગ્રેસના સાંસદને સમર્થન આપ્યું હતું. SP સાંસદે કહ્યું કે, રજનીને બોલવાની તક આપવામાં આવી નથી. આ દરમિયાન હંગામા વચ્ચે મહિલા સાંસદે સભાપતિના આસન પાસેથી પસાર થતી વખતે સભાપતિને આંગળી પણ બતાવી હતી.

ટ્વિટર યુઝર્સ સહિત સત્તાધારી પક્ષ BJPના નેતાઓ જયા બચ્ચનની આકરી ટીકા કરી રહ્યા છે. છત્તીસગઢની બિલાસપુર લોકસભા સીટના BJP સાંસદ અને પાર્ટીના રાજ્ય એકમના અધ્યક્ષ અરુણ સાવે લખ્યું છે કે, 'જયા બચ્ચન જીએ થિયેટર અને લોકશાહીના સર્વોચ્ચ પ્લેટફોર્મ વચ્ચેનો તફાવત રાખવો જોઈએ. યુવા પેઢી તમને અનુસરે છે.'

BJP દિલ્હીના પ્રવક્તા અયાઝ સેહરાવતે લખ્યું છે કે, 'રાજ્યસભા સાંસદ જયા બચ્ચનનું વર્તન શરમજનક છે.'

રાજસ્થાન BJP નેતા લક્ષ્મીકાંત ભારદ્વાજે લખ્યું, 'અભિમાની જયા બચ્ચન રાજ્યસભામાં ઉપરાષ્ટ્રપતિ સામે આંગળી બતાવી રહી છે... આવા લોકો લોકશાહીના મંદિરમાં કેવી રીતે આવી જાય છે.'

આ પહેલીવાર નથી જ્યારે જયા બચ્ચન આ પ્રકારનું વલણ દર્શાવતી જોવા મળી હોય. આના થોડા દિવસો પહેલા, શ્રીમતી બચ્ચન પરવાનગી વિના ફોટા ક્લિક કરવા બદલ પાપારાઝી પર ગુસ્સે થઈ હતી.

વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળ્યું હતું કે, જયા બચ્ચન પતિ અમિતાભ બચ્ચન સાથે મધ્યપ્રદેશના ઈન્દોર એરપોર્ટ પર પહોંચ્યા હતા. તે જ સમયે એક અજાણ્યા વ્યક્તિએ તેના મોબાઈલમાંથી તેનો વીડિયો રેકોર્ડ કરવાનું શરૂ કર્યું. આ જોઈને અભિનેત્રી અને સાંસદ જયાએ કહ્યું, 'કૃપા કરીને મારા ફોટા ન લો. મારી તસવીરો ન ખેંચો.' પરંતુ તો પણ તે વ્યક્તિએ રેકોર્ડિંગ કરવાનું બંધ ન કર્યું, ત્યારે જયાએ ગુસ્સે થઈને કહ્યું, 'શું તમે અંગ્રેજી નથી જાણતા...?' પછી તે આગળ કહે છે, 'આવા લોકોને નોકરીમાંથી કાઢી મુકવા જોઈએ.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp