જયા કિશોરીના જીવનની આ સિક્રેટ વાતો તમે નહીં જાણતા હશો

PC: zeenews.india.com

ફેમસ મોટિવેશનલ સ્પીકર અને કથાવાચક જયા કિશોરી હાલના દિવસોમાં બાગેશ્વર સરકાર એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે લગ્નની અફવાઓને કારણે ઘણી ચર્ચામાં છે. ખૂબ જ નાની ઉંમરમાં આટલી સફળતા મેળવનારી જયા કિશોરીની ચર્ચા તેની સુંદરતાને લઈને પણ ખૂબ થઈ રહી છે. એટલું જ નહીં, લોકો તેની પ્રગતિનું રહસ્ય, તેની નેટ વર્થ અને તેના પરિવાર સિવાયની ઘણી બાબતો જાણવા માંગે છે. તો ચાલો અમે તમને જયા કિશોરીના જીવન સાથે જોડાયેલી કેટલીક અકથિત વાતો જણાવીએ.

મોટિવેશનલ સ્પીકર છે જયા કિશોરી

જયા કિશોરી એક પ્રખ્યાત મોટિવેશનલ સ્પીકર અને કથાવાચક છે. તેના કરોડો ચાહકો છે, જેઓ તેની સ્પીચના દિવાના છે. એટલું જ નહીં તેની સુંદરતાની પણ ઘણી ચર્ચાઓ છે.

જયા કિશોરીનું સાચું નામ શું છે?

જયા કિશોરીનું સાચું નામ જયા શર્મા છે અને તે આધુનિક યુગની મીરાના નામથી પ્રખ્યાત છે. તે ખૂબ જ આધ્યાત્મિક છે અને ભગવાન કૃષ્ણની ભક્તિમાં તરબોળ રહે છે. આ કારણે તેમની સરખામણી મીરાબાઈ સાથે કરવામાં આવે છે.

જયાને કોણે આપ્યું 'કિશોરીજી' નામ?

જયા કિશોરીએ તેનો પ્રારંભિક ઉપદેશ પંડિત ગોવિંદરામ મિશ્રા પાસેથી પ્રાપ્ત કર્યો. તે હંમેશા ભગવાન કૃષ્ણની ભક્તિમાં મગ્ન રહે છે. તેની આ ભક્તિ જોઈને તેના ગુરુ પંડિત ગોવિંદ રામ મિશ્રાએ તેને કિશોરીજીનું બિરુદ આપ્યું. ત્યારથી તે જયા કિશોરીના નામથી પ્રખ્યાત છે.

1995મા થયો હતો જન્મ

જયા કિશોરી ગૌર બ્રાહ્મણ છે અને તેનો પરિવાર રાજસ્થાનનો રહેવાસી છે, પરંતુ બાદમાં તેનો પરિવાર કોલકાતામાં શિફ્ટ થઈ ગયો હતો. જયા કિશોરીનો જન્મ 13 જુલાઈ 1995ના રોજ કોલકાતામાં થયો હતો અને તે કોલકાતામાં જ મોટી થઈ છે.

જયા કિશોરીના પરિવારમાં કોણ-કોણ છે

જયા કિશોરી અપરિણીત છે અને તેણે કોઈ સાથે લગ્ન નથી કર્યા. તેના પરિવારમાં તેના પિતા શિવ શંકર, માતા સોનિયા અને નાની બહેન ચેતના શર્મા છે.

જયા કિશોરીનું શિક્ષણ

જયા કિશોરીએ તેનો શરૂઆતનો અભ્યાસ મહાદેવી બિરલા વર્લ્ડ એકેડેમીમાંથી કર્યો હતો, આ પછી તેણે શ્રી શિક્ષણાતન કોલેજમાંથી આગળનો અભ્યાસ પૂર્ણ કર્યો. જયા કિશોરીએ એક ઓપન યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ કોમર્સ (B. Com) કર્યું છે.

નાની ઉંમરથી જ સંભળાવવા લાગી હતી કથા

જયા કિશોરીને બાળપણથી જ ભજન ગાવાનો અને કથા સંભળાવવાનો શોખ હતો. કહેવાય છે કે જ્યારે તે માત્ર 7 વર્ષની હતી ત્યારે તેણે કોલકાતામાં વસંત મહોત્સવ કાર્યક્રમ દરમિયાન આયોજિત સત્સંગમાં ગીત ગાયું હતું. એટલું જ નહીં, જ્યારે તે 10 વર્ષની થઈ ત્યારે તેણે એકલીએ 'સુંદરકાંડ'નો પાઠ કર્યો હતો.

ભગવાન કૃષ્ણને માને છે પહેલો પ્રેમ

જયા કિશોરી ભગવાન કૃષ્ણની પરમ ભક્ત છે અને તે ભગવાન કૃષ્ણને જ પોતાનો પહેલો પ્રેમ માને છે.

જયા કિશોરી ક્યારે કરશે લગ્ન

જયા કિશોરી પહેલા ઘણી વખત કહી ચૂકી છે કે તે લગ્ન કરશે, પરંતુ આ માટે તેની એક શરત છે. તેણે કહ્યું હતું કે તે તેની સાથે જ લગ્ન કરશે, જે કોલકાતામાં રહેતો હોય. તેનું કહેવું છે કે જો કોઈ બીજી જગ્યા પર તેના લગ્ન થાય છે તો તેના માતા-પિતા પણ તે જ જગ્યાએ શિફ્ટ થશે. આ પાછળ તેણે કારણ જણાવ્યું હતું કે તે તેના ઘર સાથે ખૂબ જ લગાવ રાખે છે.

કેટલી છે જયા કિશોરીની નેટવર્થ?

રિપોર્ટ મુજબ, જયા કિશોરી નાનીબાઈના માયરા અને શ્રીમદ ભાગવત વાંચવા માટે 9 લાખ 50 હજાર રૂપિયા ફીસ લે છે, જેનો મોટો ભાગ નારાયણ સેવા સંસ્થાનને દાનમાં જાય છે. તેણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, વ્યસ્ત શિડ્યૂલને કારણે તે પોતે દિવ્યાંગોની સેવા કરી શકતી નથી, તેથી દાન અને અન્ય રીતે તેમની મદદ કરે છે. કથાવાચન સિવાય જયા કિશોરીની કમાણી યુટ્યુબ વીડિયો અને આલ્બમમાંથી પણ થાય છે. રિપોર્ટ મુજબ, તેનું નેટવર્થ 1.5 થી 2 કરોડ રૂપિયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp