મહેંદી, હલ્દી પછી જયમાલા... MBA પાસ છોકરીએ 'ભગવાન શંકર' સાથે લગ્ન કર્યા!
મધ્યપ્રદેશના દતિયામાં એક છોકરીએ ભગવાન શિવ સાથે લગ્ન કર્યા. MBA પાસ યુવતીના લગ્ન બ્રહ્માકુમારી આશ્રમમાં થયા. નિકિતા નામની છોકરીના લગ્ન કોઈ મનુષ્ય સાથે નહિ પરંતુ ભગવાન શંકર સાથે થયા હતા. બ્રહ્માકુમારી આશ્રમમાં લગ્નની વિધિઓ બાદ લગ્નની વાડીમાં રાત્રે વરમાળા પહેરાવવાનો પ્રસંગ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે જોરદાર નાચવાનો અને ગાવાના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
વાસ્તવમાં, MBA પાસ નિકિતા ચૌરસિયાએ દુલ્હનના વેશમાં સજ્જ થઈને કોઈ મનુષ્ય સાથે નહીં પરંતુ ભગવાન શંકર સાથે લગ્ન કર્યા છે. બ્રહ્માકુમારી આશ્રમમાં હળદર-મહેંદીની વિધિ થઈ હતી. મંગળ ગીતો ગાવામાં આવ્યા હતા. લગ્નની તમામ વિધિઓ બાદ નિકિતાએ લગ્નની વાડીમાં ભગવાન શંકરને વારમાળા પહેરાવી, અને સાત ફેરા લઈને ભગવાન શંકરને પોતાના પતિ માની લીધા હતા.
નિકિતા કહે છે કે, આજ કાલ દુનિયાનો દરેક મનુષ્ય દુઃખી છે, એટલા માટે અમે આધ્યાત્મિકતાનો માર્ગ પસંદ કર્યો છે અને ભગવાન શિવને પોતાના પતિ માનીને હું મારું જીવન તેમના માટે અર્પિત કરી રહી છું. નિકિતાએ કહ્યું કે, જ્યારે અમે ભગવાન શિવ સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું ત્યારે અમારા પરિવાર અને મિત્રોએ પણ અમારા આ નિર્ણયને યોગ્ય ઠેરવીને અમને ટેકો આપ્યો હતો.
નિકિતાના સંબંધીઓનું કહેવું છે કે, આપણે હંમેશા ભગવાનની પૂજા આરતી કરીએ છીએ, પરંતુ એ વ્યક્તિ કે જે હંમેશને માટે ભગવાનના થઇ જાય છે, તે કંઈ અનોખા જ હોય છે, નિકિતા તેમાંની એક છે કે જેણે આવી હિમ્મત કરી છે. નિકિતાના ભગવાન શંકર સાથે લગ્ન કરવા પર સમાજના લોકોની પ્રતિક્રિયા યોગ્ય નથી, પરંતુ જે લોકો સારા કામ કરે છે તેમનો હંમેશા વિરોધ થતો રહ્યો છે. પરંતુ અમે નિકિતાના આ સાહસી પગલાંની સરાહના કરીએ છીએ. નિકિતાના લગ્ન કરાવનાર બ્રહ્માકુમારી આશ્રમ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે, ભગવાન સાથે એક થવાનો એક રસ્તો છે, અમને આનાથી ખૂબ જ ખુશી થઇ રહી છે.
સાંસારિક જીવનનો ત્યાગ કરવો એ બહુ અઘરું કામ છે અને પરંપરાના પ્રવાહની વિરુદ્ધ જઈને અને સમાજની પરવા ન કરીને મીરાબાઈની જેમ ભગવાનને પોતાના પતિ તરીકે સ્વીકારવા એ પણ સૌથી વધુ અઘરું છે, પરંતુ નિકિતાએ MBAનું શિક્ષણ મેળવ્યા પછી પણ આ આધ્યાત્મિકતાનો માર્ગ પસંદ કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp