સાંસદને હાઇકોર્ટનો ઝટકો, અયોગ્ય જાહેર, 6 વર્ષ ચૂંટણી નહીં લડી શકે
JDSના રાષ્ટ્રીય અધ્યક્ષ અને દેશના પ્રધાનમંત્રી રહી ચૂકેલા એચડી. દેવગૌડાને કર્ણાટક હાઇકોર્ટે સાંસદ તરીકે અયોગ્ય જાહેર કરી દેતા રાજકારણમાં ભારે ગરમાટો આવી ગયો છે. લોકસભામાં JDSના એક માત્ર સાંસદ હતા, હવે હાઇકોર્ટે અયોગ્ય જાહેર કરી દેતા લોકસભામાં JDSનું કોઇ પ્રતિનિધિત્વ નહીં હોય. જો કે, અયોગ્ય જાહેર કરાયેલા આ સાંસદ સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવી શકે છે.
કર્ણાટકની જનતા દળ,સેક્યુલર (JDS)ના એક સાંસદને કર્ણાટક હાઇકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. એફિડેવીટમાં ખોટી માહિતી આપવા બદલ સાંસદને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે.
કર્ણાટક હાઇકોર્ટે ચૂંટણી એફિડેવીટમાં ખોટી માહિતી આપવા માટે JDSના સાંસદ પ્રજ્વલ રેવન્નાને 1લી સપ્ટેમ્બર, શનિવારે જાહેર કરેલા ચુકાદમાં અયોગ્ય જાહેર કર્યા છે.
પ્રજ્વલ રેવન્નાએ લોકસભાની ચૂંટણીમાં હાસન બેઠક પરથી ભાજપના ઉમેદવાર અરકલાગુડુ મંજૂને હરાવ્યા હતા. એ પછી અરકલાગુડુ મંજૂએ 26 જૂન 2019માં હાઇકોર્ટમાં અરજી કરીને પ્રજ્વલ રેવન્નાનું સાંસદ તરીકેનું સભ્યપદ રદ કરવાની માંગ કરી હતી.
2019 માં, હાસન લોકસભા મતવિસ્તારના એકમાત્ર JDS સાંસદ પ્રજ્વલ રેવન્ના સામે હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, જે ચૂંટણી દરમિયાન આપવામાં આવેલી સંપત્તિની વિગતો અને એફિડેવિટમાં ખોટી માહિતી આપવા બદલ કરવામાં આવી હતી.
કર્ણાટકની હાસન લોકસભા મત વિસ્તારથી ગઠબંધન ઉમેદવાર તરીકે ચૂંટણી લડેલા પ્રજ્વલ રેવન્ના પહેલાં જ પ્રયાસમાં ચૂંટણી જીતી ગયા હતા. રેવન્ના સામે હારેલા ભાજપના ઉમેદવારે અરજીમાં કહ્યું હતું કે, પ્રજ્વલ રેવન્નાને શપથ પત્રમાં ખોટી જાણકારી આપી છે અને લોકોને ગુમરાહ કરવાની કોશિશ કરી રહ્યા છે.
અરજી કરનાર તરફથી રજૂ થયેલા શિવાનંદે કહ્યું કે, પ્રજ્વલ રેવન્નાને ભ્રષ્ટ આચરણના આધાર પર અયોગ્ય જાહેર કરવામાં છે. ઇન્ડિયા ટુ ડેના એક અહેવાલમાં જણાવ્યા મુજબ, વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી દરમિયાન રજૂ કરેલી એફિડેવિટમાં પ્રજ્વલે પોતાની 24 કરોડથી વધારે આવક છુપાવી હતી.
ભાજપના ઉમેદવારના વકીલ શિવાનંદે કહ્યુ કે પ્રજ્વલ રેવન્ના આગામી 6 વર્ષ સુધી ચૂંટણી લડવા માટે અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે. સાથે તેમણે કહ્યુ કે પ્રજ્વલ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે.
પ્રજ્વલ રેવન્ના JDSના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ પ્રધાનમંત્રી એચ.ડી. દેવગૌડના પૌત્ર છે અને એચ.ડી. રેવન્નાના પુત્ર છે.JDSમાં એક માત્ર સાંસદ તરીકે પ્રજ્વલ ચૂંટાયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp