બહાનું બનાવી ઉભેલી ટ્રેનમાં લઈ ગયા અને પછી કર્યો ગેંગરેપ, 2 જવાનોની ધરપકડ

PC: abplive.com

ઉત્તર પ્રદેશના ઝાંસી રેલવે ટેસ્ટન પરથી ખૂબ જ શરમજનક ઘટના સામે આવી છે. અહી 2 મહિલાઓએ GRP પોલીસને ફરિયાદ કરી છે કે તેમને ટ્રેનમાં બોલાવીને બંધક બનાવવામાં આવી અને પછી તેમની સાથે રેપ કરવામાં આવ્યો. મહિલાઓનો આરોપ છે કે, તેમની સાથે 2 જવાનોએ રેપ કર્યો. પોલીસે આરોપીઓને ઘટનાસ્થળ પર જ દબોચી લીધા છે. GRP પોલીસ સ્ટેશનમાં પીડિતા અને આરોપી બંનેને લઈ જવામાં આવ્યા. GRPના COએ કહ્યું કે, ફરિયાદના આધાર પર કેસ નોંધી લેવામાં આવ્યો છે.

ઝાંસી સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-7 પાસે રેલવે યાર્ડમાં ટ્રેન ઊભી હતી. આ ટ્રેનમાં પોલીસે 2 જવાનોને રંગે હાથ પકડ્યા છે, જ્યારે એક ફૌજી ભાગવામાં સફળ રહ્યો. 2 મહિલાઓએ 112 ડાયલ કરીને પોલીસને બોલાવી હતી. GRPના CO મોહમ્મદ નઇમે જણાવ્યું કે, પ્રાર્થના પત્ર મુજબ કેસ નોંધી લેવામાં આવશે. મહિલાઓનું કહેવું છે કે, તેઓ રવિવારે સાંજે GRP પોલીસ સ્ટેશન પાસેથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન એક વ્યક્તિએ તેમને રોકીને કહ્યું કે, તેનો મોબાઈલ ખોવાઈ ગયો છેઃ અને તેણે જરૂરી ફોન કરવો છે.

તેના પર મહિલાઓએ માનવતા દેખાડી તેને મોબાઈલ આપી દીધો. આરોપ છે કે, વ્યક્તિ બહાનું બનાવીને મહિલાઓને યાર્ડમાં ઊભી સ્પેશિયલ ટ્રેનમાં લઈ ગયો. ત્યાં તેનો એક સાથી પણ ઉપસ્થિત હતો. બંનેએ મહિલાઓને ડબ્બામાં બોલાવી લીધી. ત્યારબાદ બંને સાથે રેપ કરવામાં આવ્યો. પછી મોબાઈલ છીનવીને મહિલાઓને ધમકાવતા ત્યાંથી ભગાવી દીધી. તેમણે મહિલાઓને ધમકાવતા કહ્યું કે, તેઓ તેમનું કઈ નહીં બગાડી શકે કેમ કે તેઓ જવાન છે.

ત્યારબાદ બંને મહિલાઓએ એક યુવક પાસે ફોન માગ્યો અને પછી ઘટનાની જાણકારી ડાયલ 112ને આપી. જાણકારી મળતા જ પોલીસ અને GRP પહોંચી. તેમણે સેનાના અધિકારીઓને ઘટનાની જાણકારી આપી અને તેઓ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગયા. બંને જવાનોનો ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે ત્રીજો ત્યાંથી ફરાર થઈ ગયો. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

પીડિત મહિલાએ જણાવ્યું કે, અમે બંને મિત્ર છીએ. એક સંબંધીને મળવા માટે સ્ટેશન જઈ રહ્યા હતા. સ્ટેશન બહાર એક યુવક મળ્યો. તે કહેવા લાગ્યો કે મારો મોબાઈલ ખોવાઈ ગયો છે. કોલ કરવા માટે અમારી પાસે મોબાઈલ માગવા લાગ્યો, અમે માનવતાના કારણે મોબાઈલ આપી દીધો. તે વાત કરતો સ્ટેશન અંદર જતો રહ્યો. એમ કહેતા કે જોઈએ, મારો મોઈબલ મળી જાય તો. અમે બંને તેની પાછળ પાછળ પ્લેટફોર્મ નંબર-7 પર પહોંચી ગઈ. ત્યાં એક ટ્રેન ઊભી હતી. તે અમને બંનેને એક કોચમાં લઈ ગયો. ત્યાં પહેલાથી 2 યુવક ઉપસ્થિત હતા. તેઓ કોચની અંદર જ મીટ-ચિકન બનાવી રહ્યા હતા. દારૂ પી રહ્યા હતા, ત્યારે ખબર પડી કે તેઓ આર્મીથી છે. બંને આર્મી જવાનોએ અમારી સાથે રેપ કર્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp