સાળીની જીદ સામે ઝુક્યા જાનૈયા, મોટી બહેનને પડતી મૂકી નાની બહેન સાથે કર્યા લગ્ન

PC: zeenews.india.com

છોકરી જોયા બાદ મોટી બહેન સાથે લગ્નની ના પાડ્યા બાદ જાનૈયા અને કન્યા પક્ષના લોકો વચ્ચે બોલાચાલી થઈ અને બાદમાં ત્યાં પહોંચેલી પોલીસની હાજરીમાં ચટ મંગની, પટ બ્યાહની જેમ પંચાયતે નાની બહેન સાથે વરરાજાના લગ્ન કરાવીને જાનૈયાઓને સકુશળ વદા કરી દીધા. આ ઘટના બિહારના ભભૌલી ગામની છે. ગત મંગળવારની સાંજે છપરા શહેરના બિનટોલી નિવાસી જગમોહન મહતોના પુત્ર રાજેશ કુમારનો વરઘોડો સસમય ભભૌલી ગામ પહોંચ્યો. દુલ્હન રિંકૂ કુમારીના પિતા રામુ બિને પોતાની યથાશક્તિ જાનૈયાઓનું સ્વાગત કર્યું.

બેન્ડબાજા સાથે બધા રીતિ-રિવાજો નિભાવવામાં આવ્યા. સેંકડો લોકોની હાજરીમાં જયમાલાની રસમ પૂર્ણ થઈ ગઈ. રાત્રે આશરે 11 વાગ્યે આંગણામાં કન્યા નિરીક્ષણનો દોર ચાલી રહ્યો હતો ત્યારે દુલ્હનની નાની બહેન પુતુલ કુમારી ચુપકેથી છત પર જતી રહી અને છત પરથી જ વરરાજાને મોબાઈલ પર ફોન કરી ધમકી આપી કે જો તમે મારી સાથે લગ્ન ના કર્યા તો હું છત પરથી કૂદીને મારો જીવ આપી દઇશ. મામલાની ગંભીરતા સમજી વરરાજાએ પોતાના પરિવારજનો અને સગા-સંબંધીઓને ત્યાંથી પાછા જાનૈયાઓના ઉતારા પર બોલાવી લીધા.

જાનૈયાઓની આવી હરકતથી ચિંતામાં મુકાયેલા છોકરીના ઘરવાળા જાનૈયાઓના ઉતારા પર ગયા જ્યાં તેમની વચ્ચે બોલાચાલી થઈ ગઈ. વાત મારામારી સુધી પહોંચી અને બંને પક્ષના લોકો વચ્ચે ઝઘડો થતા ભાગદોડ થઈ ગઈ. દરમિયાન છોકરીના ઘરના સભ્યોએ જાનૈયાઓને બંધક બનાવી તેમને માર માર્યો હતો. આ ઘટનાની સૂચના પોલીસને મળતા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી.

પરિસ્થિતિ અંગે જાણકારી મેળવ્યા બાદ સવારે ચાર વાગ્યે પોલીસે સ્થાનિક પંચાયતના મુખિયા શૈલેશ્વર મિશ્રાને ઘટના સ્થળ પર બોલાવ્યા અને આ મામલામાં પહેલ કરવા માટે અનુરોધ કર્યો. પોલીસ તેમજ પરિવારજનોના આગ્રહ પર શૈલેશ્વર મિશ્રા ઉપરાંત બસપા નેતા લક્ષ્મણ માંઝી અને મંજીત કુમાર સિંહે બંને પક્ષના પરિવારજનો તેમજ વરરાજા સાથે વાત કરી. બાદમાં બંને પક્ષો ઉપરાંત દુલ્હને પણ પોતાની નાની બહેન પુતુલ કુમારી સાથે વરરાજા રાજેશ કુમારના લગ્ન કરાવવા અંગે હાં પાડી દીધી. પંચાયતે બાદમાં લગ્ન કરાવવા માટે મહારાજની શોધખોળ શરૂ કરી તો જાણકારી મળી કે બંને પક્ષો વચ્ચે મારામારી બાદ બંને પક્ષના પુરોહિત ગૂમ થઈ ગયા હતા. પછી શું હતું લોકોની સલાહ પર પંચાયતના પ્રમુખ અને બ્રાહ્મણ એવા શૈલેશ્વર મિશ્રાએ સિંદૂર દાનની રસમ અદા કરાવીને જાનૈયાઓને સકુશળ વદા કરી દીધા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp