વિદેશમાં નોકરીનો મોહ હોય તો બગદાદથી પાછી ફરેલી દીકરીની આ કહાની સાંભળી લેજો

પંજાબના ફિરોઝપુરના તલવંડી વિસ્તારના લલે ગામની રહેવાસી છોકરી નોકરી માટે વિદેશ ગઈ હતી. તે બગદાદમાં જઈને ફસાઈ ગઈ હતી. તે જેમ તેમ પાછી ભારત આવી છે. સ્વદેશ ફર્યા બાદ છોકરીએ આખી કહાની બતાવી કે બગદાદમાં કેવી રીતે તેને કોઈ પરિવારના હવાલે કરી દેવામાં આવી, જ્યાં પૈસા આપ્યા વિના ઘરકામ કરાવવામાં આવતું હતું. આ છોકરી જે એજન્ટના માધ્યમથી વિદેશ ગઈ હતી, પોલીસે સોનિયા અને મમતા નામની છોકરીઓ કેસ નોંધી લીધો છે.

પોતાના ઘરની આર્થિક સ્થિતિને સારી બનાવવા માટે છોકરા અને છોકરી નોકરીની શોધમાં વિદેશ જવાનું પસંદ કરે છે, પરંતુ કેટલીક વખત છોકરા-છોકરી એજન્ટની છેતરપિંડીનો શિકાર થઈ જાય છે. તે વિદેશમાં જઈને ફસાઈ જાય છે. એવા ઘણા કેસ સામે આવી ચૂક્યા છે. એવો જ એક કેસ પંજાબના ફિરોઝપુર જિલ્લાના તલવંડી વિસ્તારના લલે ગામથી સામે આવ્યો છે. અહીં રહેનારી 20 વર્ષીય છોકરી એજન્ટના માધ્યમથી કતરના વિઝા સતત નોકરીની શોધમાં ગઈ હતી. જ્યારે છોકરી દુબઈ પહોંચી તો એજન્ટે છેતરીને તેને કોઈક પાસે બગદાદ મોકલી દીધી.

બગદાદમાં છોકરીને એક ઘર પર સાફ સફાઇ અને ખાવાનું બનાવવાનું કામમાં લગાવી દીધી. તેના બદલે તેને કોઈ પૈસા ન આપવામાં આવ્યા. છોકરી છાનીમાની ફોન પર જ્યારે પરિવારજનો સાથે વાત કરતી હતી તો તેની પાસેથી ફોન છીનવી લેવામાં આવતો હતો. જ્યારે તે ઘરે પરત જવાનું કહેતી તો તેની પાસે પૈસા માગવામાં આવતા હતા. એક દિવસ લાગ જોઈને તે ચૂપચાપ ત્યાંથી નીકળી ગઈ અને એમ્બેસી પહોંચી ગઈ. ત્યાં પહોંચીને તેણે આખી કહાની બતાવી. ત્યારબાદ ભારત સરકાર અને પંજાબ સરકારની મદદથી છોકરી પોતાના ઘરે પહોંચી.

ત્યારબાદ બગદાદની આખી કહાની બતાવી, છોકરીએ જણાવ્યું કે, તેની બહેનપણી અને સોનિયા નામની એજન્ટે ફસાવી હતી. બહાર લઈ જઈને એજન્ટોએ એક પરિવારને વેચી દીધી. જ્યાં તેની પાસે ઘરનું કામ કરાવવામાં આવતું હતું, પૈસા પણ આપવામાં આવતા નહોતા. જ્યારે તે ઘરે જવા કહેતી તો તેની પાસે પૈસા પરત કરવાની વાત કરતા હતા, જે તેમણે એજન્ટને આપ્યા હતા. આ આખી કહાની ચૂપચાપ પરિવારજનોને બતાવી.

છોકરી અને તેના પરિવારજનોએ પંજાબના એક ખડૂત કુલદીપ સિહ સાથે વાત કરી. તેણે મદદ કરી. પંજાબ સરકાર અને ભારત સરકાર પાસે મદદ માગી. છોકરીએ કહ્યું કે, મને એમ્બેસી જવા કહેવામાં આવ્યું. હું ખૂબ મુશ્કેલથી શાળા છોડવાના બહાને ભાગી ગઈ. ત્યાંથી નીકળીને એમ્બેસી પહોંચી. ત્યારબાદ મને પાછી સ્વદેશ લાવવામાં આવી. બગદાદથી આવેલી આ છોકરીઓને બધુ સમજી વિચારીને નોકરી માટે વિદેશ જવું જોઈએ. તો કુલદીપ સિંહે કહ્યું કે, પંજાબ સરકાર અને ભારત સરકારની મદદથી છોકરીને ભારત લાવવામાં આવી.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.