IITan બાબાને ઝટકો, જૂના અખાડાએ લગાવ્યો પ્રતિબંધ, બાબાએ કહ્યું- છેવટે...

મહાકુંભના બહુચર્ચિત IITan બાબાને ઝટકો મળ્યો છે. IITan બાબાથી ફેમસ થનારા અભય સિંહને જૂના અખાડા કેમ્પથી બેન કરી દેવામાં આવ્યા છે. જૂના અખાડાએ IITan બાબાને 'ભણેલા-ગણેલા પાગલ' કહ્યા હતા અને પોતાના ગુરુને ગાળ આપવાનો પણ અખાડાએ આરોપ લગાવ્યો હતો. જૂના અખાડાના પ્રવક્તાએ IITan બાબાના કૃત્યને ગુરુ-શિષ્ય પરંપરા અને સંન્યાસ વિરુદ્ધ ગણાવ્યું હતું.
આ અંગે જૂના અખાડાના આંતરરાષ્ટ્રીય પ્રવક્તા શ્રીમહંત નારાયણ ગીરીએ કહ્યું હતું કે, અભય સિંહ સાધુ નથી બન્યા, તે લખનૌથી એમ જ અહિયા આવી ગયા અને સ્વયંભુ સાધુ બનીને ફરી રહ્યા છે. તે એક ભણેલા-ગણેલા પાગલ છે. તેમણે સોશિયલ મીડિયા પર પોતાના ગુરુ મહંત સોમેશ્વર પુરી વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો, એટલે અખાડાના શિબિર અને તેની આસપાસ આવવા પર તેમના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
Mahant Karpoori Ji of Juna Akhara expells Abhay Singh (IITian Baba) from Akhara:
— Lakshay Mehta (@lakshaymehta31) January 20, 2025
He was not a sadhu but a wanderer/vagabound and a mawali... we drove him out of the arena...
SHOCKING! pic.twitter.com/SzhDdJ4es4
નારાયણ ગીરીએ વધુમાં કહ્યું હતું કે, અખાડામાં અનુશાસન સર્વોપરિ છે અને જે ગુરુ પ્રત્યે સન્માન નથી રાખતા. તે સનાતન ધર્મ પ્રત્યે પણ સન્માન નથી રાખી શકતા.
આ અંગે IITan બાબા અભય સિંહની પણ પ્રતિક્રિયા સામે આવી હતી. તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી આનો જવાબ આપતા કહ્યું હતું કે, મેં અખાડા ત્યારે છોડ્યો, જ્યારે ત્યાંના સભ્યોએ મને ત્યાં રહેવા માટે ના પાડી દેવામાં આવી. મારું આયોજન અખાડામાં 4-5 દિવસ રોકાઈ અને ત્યાંના કામકાજને જોવાનું હતું, પરંતુ પ્રસિદ્ધિ મળ્યા બાદ બધુ ખોટું થઈ ગયું.
પોતાના પર પ્રતિબંધ મૂકાયા વિશે અભય સિંહને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે,જ્યારે અખાડાએ મને આવવા માટે ના પાડી દીધી, તો હું ત્યાંથી ચાલ્યો ગયો. છેવટે એ તેમની સંપત્તિ છે. પોતાના ગુરુ વિશે પૂછવામાં આવતા IITan બાબાએ કહ્યું કે, હું જેને પણ મળું છું, તેનાથી શીખું છું. ત્યાં સુધી કે અખાડામાં પણ શિવ ભગવાને જ મને ધ્યાન કરવાનું શીખવાડ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp