પત્નીને ભણાવવા વિદેશ જઇ મજૂરી કરી, અહીં ડોક્ટર સાથે લફરૂ થતા પતિને છોડી દીધો

PC: amarujala.com

જ્યોતિ મૌર્ય પ્રદેશ અને દેશભરમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. બંનેના છૂટા પડવાની વાતની ચર્ચાઓ સંભળાય છે. દરમિયાન, તેને મળતો વધુ એક મામલો એટામાં સામે આવ્યો છે. અહીં પતિએ વિદેશમાં વેઇટરનું કામ કરીને પત્નીને ભણાવી અને નર્સિંગનો કોર્સ કરાવ્યો. ત્યારબાદ આગળ પણ અભ્યાસ ચાલુ રાખવાની વાત કહી તો આગરામાં એક સંસ્થામાંથી કોચિંગ કરાવ્યું પરંતુ, અહીં પત્નીને MBBS યુવક મળી ગયો તો પતિ સાથે બેવફાઈ કરી.

મિરહચી ક્ષેત્રના અખતૌલી ગામમાં રહેતા પ્રદીપ કુમારનું કહેવુ છે કે, 2019માં ભાઈના લગ્નમાં આવેલી યુવતી સાથે મુલાકાત થઈ હતી. બે વર્ષ સુધી અમે બંને લિવ ઇન રિલેશનમાં રહ્યા. 2022માં બંનેના પરિવારજનોની સહમતિથી અર્ચના સાથે લગ્ન કર્યા. લગ્ન પહેલા જ અર્ચના આગળ ભણવાની વાત કહી રહી હતી. ત્યારથી જ બધુ ધ્યાન ભણવા પર લગાવ્યું અને પૈસા પણ ખર્ચ કર્યા.

B.Sc. નર્સિંગનો કોર્સ કરાવ્યા બાદ લગ્નના થોડાં સમય બાદ જ આગરામાં કોચિંગ માટે કહેવામાં આવ્યું તો એક રૂમ અપાવીને અભ્યાસ કરાવ્યો. આરોપ છે કે, આશરે છ મહિના બાદ વ્યવહારમાં બદલાવ આવ્યો તો એક દિવસ અચાનક સંતાઇને જોયુ તો પત્ની બે યુવકો સાથે કારમાં રાત્રે આશરે 11 વાગ્યે પાછી આવી, ત્યારે પૂછવામાં આવ્યુ તો ખરી ખોટી સંભળાવવામાં આવી અને બરબાદ કરવાની ધમકી આપવામાં આવી. તેણે કહ્યું કે, જેની સાથે આવી છું તે MBBS છે. તેની સાથે જ રહીશ, તારી અને મારી કોઈ બરાબરી નથી.

આરોપ છે કે, મારાથી પીછો છોડાવવા માટે દહેજ ઉત્પીડનનો કેસ દાખલ કરાવવામાં આવ્યો છે. બાદમાં પાંચ લાખ રૂપિયામાં નિર્ણય કર્યો. થોડાં દિવસ સાથે રહી પરંતુ, બાદમાં MBBSની સાથે જ રહેવાની જીદ કરીને ચાલી ગઈ. પતિનો આરોપ છે કે, તે મારી સાથે નથી રહેવા માંગતી અને છૂટાછેડા પણ આપવા નથી માંગતી. પોલીસ સાથે મળીને 30 લાખ રૂપિયાની માંગ કરવામાં આવી રહી છે. બીજી તરફ, પોલીસ પાંચ લાખ રૂપિયાની માંગ કરી રહી છે.

જે પતિએ ભણાવી-ગણાવીને કાબેલ બનાવી, તેનો સાથ છોડનારી પત્નીને મેળવવા માટે CMને વિનંતી કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર નિવેદન પણ જાહેર કરવામાં આવ્યું છે અને ફરિયાદ પણ મુખ્યમંત્રીને મોકલવામાં આવી છે. આ મામલા અંગે મિરહચી પોલીસ સ્ટેશનના પ્રભારી સુભાષ બાબૂએ જણાવ્યું કે, મહિલા તરફથી પતિ વિરુદ્ધ દહેજ ઉત્પીડનનો કેસ ચલાવવામાં આવી રહ્યો છે. પતિ પર ગંભીર આરોપ પણ લગાવવામાં આવ્યા છે. પતિની કોઈ ફરિયાદ હજુ સુધી નથી આવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp