શ્રમિકે ભણાવી-ગણાવીને પત્નીને બનાવી ટીચર, 2 બાળકોને મુકી હેડમાસ્ટર સાથે થઈ ફરાર

ઉત્તર પ્રદેશ રાજ્ય સેવાની અધિકારી જ્યોતિ મૌર્ય સાથે સંકળાયેલા મામલા જેવો જ મામલો બિહારના સમસ્તીપુરમાંથી સામે આવ્યો છે. જિલ્લાના પટોરીમાં તહેનાત એક મહિલા ટીચરના પોતાના હેડમાસ્ટર સાથે ફરાર થવાનો મામલો સામે આવ્યો છે. લગ્નના 13 વર્ષ બાદ પત્નીને ભણાવી-ગણાવીને ટીચર બનવામાં પતિએ મદદ કરી. પરંતુ, મહિલા તેને છોડીને ફરાર થઈ ગઈ. હવે પતિએ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરાવી ન્યાયની માંગણી કરી છે. ફરિયાદી ચંદન કુમારે વૈશાલી જિલ્લાના જંદાહા પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરાવી આરોપ લગાવ્યો છે કે, પત્ની સરિતા કુમારી ગત વર્ષે દુર્ગા પૂજાના સમયથી ફરાર છે. સરિતા કુમારી પ્રાથમિક વિદ્યાલય જોરપુરામાં તહેનાત હતી. વૈશાલી જિલ્લાના મહીપુરા નિવાસી ચંદન કુમારે આરોપ લગાવ્યો છે કે, તેની પત્ની સરિતા સ્કૂલના જ હેડમાસ્ટર રાહુલ કુમાર સાથે ફરાર થઈ ગઈ છે.
ચંદનના લગ્ન વિભૂતિપુર ગામની સરિતા કુમારી સાથે હિંદુ રીતિ રિવાજથી 13 વર્ષ પહેલા થયા હતા. લગ્ન બાદ સરિતા ભણવા માંગતી હતી. પત્નીની ઈચ્છા પૂરી કરવા માટે ચંદને મજૂરી કરીને અને દેવુ લઇને તેને ભણાવી. ભણતર પૂરું થયા બાદ તેને ડીએલએડ સહિત ઘણી આવશ્યક ટ્રેનિંગ પણ અપાવી. વર્ષ 2022માં પત્ની સરિતાની પસંદગી પટોરી અનુમંડલના જોરપુરાની એક સરકારી શાળામાં ટીચરના પદ પર થઈ. દાખલ કેસમાં કહેવામાં આવ્યું છે કે, સ્કૂલના હેડમાસ્ટર રાહુલ કુમારની સરિતા પર કુદ્રષ્ટિ હતી. શરૂઆતી સમયમાં ચંદન પોતાની પત્નીને બાઇકથી સ્કૂલે છોડવા જતો હતો.
દરમિયાન, હેડમાસ્ટરે ટીચર સરિતાને પોતાના ઘરની નજીક જ કૌવા ચોક પાસે એક ભાડાનું મકાન અપાવી દીધુ અને બંને રહેવા માંડ્યા. બંને વચ્ચે સંબંધ પણ હતા. પછી એવુ પણ કહેવામાં આવ્યું કે, ગત મહિનાથી તેની પત્ની ત્યાંથી ઘર બદલી બીજે રહેવા માંડી. આ સંબંધમાં મોબાઇલ પર BEOએ જણાવ્યું કે, તેમને આ આખો મામલો જ સંદિગ્ધ લાગી રહ્યો છે. શિક્ષિકા ફરાર નથી પરંતુ, તે છેલ્લાં 2 મહિનાથી રજાની અરજી આપીને સ્કૂલે નથી આવી રહી. તેનો બે મહિનાનો પગાર કાપી લીધો છે. વિદ્યાર્થી, ગ્રામીણ અને જનપ્રતિનિધિ જણાવે છે કે, શિક્ષિકા ગત મહિનાથી ગાયબ છે અને સ્કૂલે નથી આવી રહી.
લગ્ન બાદ સરિતા કુમારી સાસરામાં રહીને નોકરી મેળવવા માટે પતિના સહયોગથી તૈયારી કરી રહી હતી. પરિણામ એ આવ્યું કે લગ્નના 13 વર્ષ બાદ સરિતાને સરકારી સ્કૂલમાં નોકરી મળી ગઈ. પતિનો આરોપ છે કે, તેણે પોતાની જમીન વેચીને અને દેવુ લઇને તેનો ભણાવી હતી. દરમિયાન, બે બાળકો પણ થયા. એક દીકરી 12 વર્ષની છે અને 7 વર્ષનો એક દીકરો છે. હાલ, તે બે બાળકો અને પતિને છોડીને ફરાર છે. ફરિયાદ અનુસાર, શિક્ષિકા બનતા જ સરિતા પર સ્કૂલ હેડમાસ્ટરની નજર પડી અને તેનો આખો કારનામો સામે આવ્યો.
જોરપુરા સ્થિત સ્કૂલના હેડમાસ્ટર રાહુલ કુમારે પોતાના પર લાગેલા આરોપોને ખોટા ગણાવ્યા અને કહ્યું, ટીચર સરિતાએ ગત મે મહિનામાં સારવારના બહાને રજાની અરજી આપી હતી અને પછી તે સ્કૂલે નથી આવી. આ અરજીમાં ડૉક્ટરનો કોઈ રિપોર્ટ નથી. આ કારણ BEOને આ સંબંધમાં લેખિત ફરિયાદ આપવામાં આવી. કેટલાક લોકોનું કહેવુ છે કે, ટીચર સરિતા જ્યારે સ્કૂલમાં ભણાવવા આવતી હતી તો તેનો પતિ ગમછાથી પોતાનો ચેહરો છૂપાવી તેના પર નજર રાખતો હતો. જેની ચર્ચા સ્કૂલમાં થતી હતી. હાલ, આખો મામલો શું છે તે અંગે ચર્ચા ચાલી રહી છે અને પોલીસ તપાસ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp