પહેલા સાથે હુક્કો પીધો, જમીનને લઇ દીકરાએ કરી પિતાની ક્રૂરતાથી હત્યા

PC: jagran.com

હરિયાણાના કૈથલમાં જમીન વિવાદને કારણે એક દીકરાએ પોતાના જ પિતાની ક્રૂરતાથી હત્યા કરી નાખી. કૈથલના બલબેહડામાં જમીન વિવાદને કારણે એક દીકરાએ પોતાના જ પિતા નફે સિંહ પર ઈંટો વડે હુમલો કરી તેમની હત્યા કરી નાખી. આરોપીએ પિતા પર ઘણીવાર ઈંટો વડે હુમલો કર્યો. ત્યાર બાદ પિતાનું મોત થયું. હત્યા પછી આરોપી દીકરો પાલારામ ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો. આ કિસ્સા અંગે સૂચના મળતા ડીએસપી સુનીલ કુમારની સાથે પોલીસ પહોંચી.

જાણકારી અનુસાર, આરોપી પાલારામના લગ્ન નહોતા થયા અને તે 42 વર્ષનો હતો. તેને લાગી રહ્યું હતું કે જો તેમની પૈતૃક જમીનની વહેંચણી થઇ જાય તો જમીનના દમે તેના લગ્ન સરળતાથી થઇ શકે છે.

પિતાથી હતો નાખુશ

આરોપ છે કે તેના પિતા જમીનની વહેંચણી કરવા નહોતા માગતા. જેને કારણે પાલારામ નારાજ હતો. આ મુદ્દાને લઇ ઘણાં સમયથી બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. જોકે પરિવારના લોકો અનુસાર, રાતે બંનેએ ભેગા મળીને ભોજન પણ કરેલું અને હુક્કો પણ પીધો હતો. ત્યાર પછી રોજની જેમ બંને પિતા-પુત્ર તેમના રૂમમાં જઇ સૂઈ ગયા હતા. તેમને નફે સિંહની હત્યા વિશે સવારે જાણ થઇ.

સવારે જ્યારે પાલારામનો ભાઈનો દીકરો રૂમમાં ચા આપવા ગયો તો તેણે પોતાના દાદાને મૃત જોયા અને પરિવારને જાણ કરી. ત્યાર પછી પરિવારના અન્ય લોકો ત્યાં ભેગા થયા અને પોલીસને જાણ કરી.

તેની વચ્ચે એફએસએલની ટીમના ઈન્ચાર્જ ભીરા રામના નેજામાં ટીમ ત્યાં પહોંચી અને પુરાવા ભેગા કર્યા. આરોપી પાલારામ ફરાર છે. તેની સામે હત્યાનો કેસ દાખલ કરી દેવામાં આવ્યો છે.ચીકા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ રાજેશ કુમારે જણાવ્યું કે શવને કબ્જામાં લઇ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. શવને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યું છે. આરોપી ફરાર છે. જેની જલદી ધરપકડ કરી લેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp