કાજલ હિન્દુસ્તાની પર મુંબઇમાં FIR, જાણો શું છે આરોપ
મુંબઈથી નજીક મીરા રોડ વિસ્તારમાં હેટ સ્પીચ આપવા અને સામાજિક શાંતિ બગાડતું ભાષણ આપવાનો કેસ નોંધવામાં આવ્યો છે. 12 માર્ચના રોજ સકલ હિન્દુ સમાજના તત્વાધાનમાં હિન્દુ આક્રોશ મોરચાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લગભગ 5 હજાર લોકોની ભીડ એસ.કે. સ્ટોન ગ્રાઉન્ડ સુધી આવી હતી, એ દરમિયાન કાર્યક્રમમાં કાજલ હિંદુસ્તાનીએ ભાષણ આપ્યું હતું. પ્રાથમિક તપાસ બાદ પોલીસે કલમ 153 (A) અને 505 હેઠળ કેસ નોંધી લીધો છે.
મીરા રોડ પોલીસ સ્ટેશનની પોલીસને પોતાની તપાસમાં કાજલ હિંદુસ્તાનીની સ્પીચને હેટ સ્પીચ અને સામાજિક શાંતિને બગાડનારું હોવાનું જાણવા મળ્યું. સકલ હિન્દુ સમાજ તરફ આયોજિત આ આક્રોશ મોરચો લવ-જેહાદ વિષય પર કરવામાં આવ્યો હતો. મીરા રોડના ગોલ્ડેન્ટ નેસ્ટ થતું આ પ્રદર્શન એસ.કે. સ્ટોન સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ અહી કાર્યક્રમાં મુખ્ય વક્તા તરીકે આવેલી કાજલ હિંદુસ્તાનીએ ભાષણ આપ્યું હતું. ઘટનાની જાણકારી આપતા DCP જયંત બજબલેએ જણાવ્યું કે, આ ઘટનાને ધ્યાનમાં લેતા પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી અને જ્યારે પોલીસ પાસે પૂરતી જાણકારી મળી ગઈ. ત્યારબાદ જ અમે FIR કરી છે. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે અને નિયમબદ્ધ રીતે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
કોણ છે કાજલ હિન્દુસ્તાની?
કાજલ હિંદુસ્તાનીનો મુસ્લિમ મહિલાઓને લઈને આપત્તિજનક નિવેદન સામે આવ્યું હતું, ત્યારબાદ તેની વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. ત્યારબાદ તેણે ગુજરાત પોલીસ સામે સરેન્ડર કરી દીધું હતું. તેના પર આરોપ લાગ્યો હતો કે તેણે ગીર સોમનાથ જિલ્લામાં રામનવમીના દિવસે નફરત ફેલાવતું ભાષણ આપ્યું હતું અને ઊનામાં ભાષણ બાદ સાંપ્રદાયિક હિંસા ભડકી અને પથ્થરમારો પણ થયો. મૂળ રૂપે કાજલ હિન્દુસ્તાની રાજસ્થાનના બ્રાહ્મણ પરિવારથી છે. તેનું આખું નામ કાજલ ત્રિવેદી છે.
તેના લગ્ન ગુજરાતના સિંગલા પરિવારમાં થયા, ત્યારબાદ તેનું સરનેમ સિંગલા થઈ ગયું અને તે કાજલ સિંગલાના નામથી ફેમસ થઈ ગઈ. કાજલ પોતાને હિન્દુવાદી કાર્યકર્તાનાં રૂપમાં રજૂ કરે છે. તેને સોશિયલ મીડિયા પર ખૂબ ફોલો કરવામાં આવે છે. જ્યારે તેને સરનેમને લઈને ટારગેટ કરવામાં આવી તો તેણે પોતાનું નામ કાજલ સિંગલાથી કાજલ હિન્દુસ્તાની કરી લીધું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp