અમિત શાહના દાવા પર સવાલ, કલાવતીએ કહ્યું- PM મોદીએ નહીં પણ રાહુલ ગાંધીએ કરી મદદ

અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન લોકસભામાં હોમ મિનિસ્ટર અમિત શાહે મહારાષ્ટ્રના વિદર્ભની કલાવતી બંદુરકરનો ઉલ્લેખ કર્યો. અમિત શાહે કલાવતીને લઇ ઘણાં મોટા મોટા દાવા કર્યા. હવે કલાવતીએ શાહે કરેલા આ દાવાઓની હકીકત જણાવી છે. કલાવતીએ ચોખ્ખુ કહી દીધું કે, તેને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મુલાકાત પછી મદદ મળી અને ભાજપાનો તેનાથી કોઈ લેવાદેવા નથી.
શાહે શું દાવો કરેલો
લોકસભામાં મણિપુર હિંસાને લઇ કેન્દ્ર સામે લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર 9 ઓગસ્ટના રોજ બીજા દિવસે પણ ચર્ચા થઇ. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નામ લીધા વિના રાહુલ ગાંધી પર ઘણા નિશાના સાધ્યા. આ દરમિયાન તેમણે મહારાષ્ટ્રના વિદર્ભની એક મહિલા કલાવતીનો ઉલ્લેખ કર્યો. કલાવતી જોડે રાહુલ ગાંધીએ 2008માં મુકાલાત કરી હતી. શાહે આરોપ લગાવ્યો કે, રાહુલ ગાંધી કલાવતીના ઘરે ભોજન કરવા ગયા હતા અને ત્યાર પછી તેમની કોઈ સંભાળ લીધી નહીં. શાહે દાવો કર્યો કે પ્રધાનમંત્રી મોદીની સરકારે કલાવતીને બધુ પૂરુ પાડ્યું.
શાહે આગળ કહ્યું કે, તે ગરીબ કલાવતીને ઘર, વીજળી, ગેસ, અનાજ વગેરે આપવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું. રાહુલ ગાંધી જે કલાવતીના ઘરે જમવા ગયા હતા, તેમને પણ નરેન્દ્ર મોદી પર ભરોસો છે. તે પ્રધાનમંત્રી સાખે ઊભી છે.
કલાવતીએ શું કહ્યું
અમિત શાહના દાવા મીડિયા કલાવતીના ઘરે પહોંચી. મીડિયાએ કલાવતીને અમિત શાહે કરેલા દાવાને લઇ સવાલ કર્યા તો કલાવતીએ જણાવ્યું કે, તેને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની મુલાકત પછીથી જ મદદ મળી હતી. કોંગ્રેસની આ મદદથી ભાજપાનું કશું લેવાદેવા નથી.
આ દરમિયાન કલાવતીના દીકરા પ્રીતમે કહ્યું કે, તે સમયે અમારી સ્થિતિ ઘણી ખરાબ હતી. અમે 7 બહેનો અને બે ભાઈ હતા. પિતા હયાત નહોતા. અમારી આર્થિક સ્થિતિ સારી નહોતી. અમે કામ કરવા ખેતરે જઇએ છીએ. જેમ તેમ ગુજરાન ચાલતું હતું. પણ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના અમારા ત્યાં આવ્યા પછી સ્થિતિ બદલાઈ ગઇ. ત્યારે તેઓ ખેડૂતોને મળવા અમારા વિસ્તારમાં આવ્યા હતા અને અચાનક અમારા ઘરે આવી ગયા. અમારા ત્યાં આવ્યા પછી તેમણે આર્થિક રીતે અમારી મદદ કરી. તેમણે અમને 30 લાખની FD કરાવી આપી. પ્રીતમે ચોખવટ કરતા કહ્યું કે, તેમને તે સમયે જે પણ કશુ મળ્યું તે માત્ર અને માત્ર રાહુલ ગાંધીના કારણે મળ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp