કંગના રણૌત અને ઈશા ગુપ્તા નવા સંસદ ભવન આવી, PM મોદીના કર્યા ભરપેટ વખાણ

PC: livehindustan.com

મંગળવારે નવી સંસદની લોકસભામાં મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવ્યું હતું. PM નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. આ બિલને 'નારી શક્તિ વંદન એક્ટ' નામ આપવામાં આવ્યું છે. આ ઐતિહાસિક ક્ષણોના સાક્ષી બનવા માટે કંગના રનૌત અને એશા ગુપ્તા નવી સંસદ પહોંચી હતી. તેમને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. બંને અભિનેત્રીઓએ આનો શ્રેય PM મોદીને આપ્યો અને તેમનો આભાર માન્યો. કંગના સવારે જ દિલ્હીથી મુંબઈ જવા રવાના થઈ ગઈ હતી. તેનો વીડિયો એરપોર્ટ પરથી સામે આવ્યો હતો જેમાં તે પાપારાઝી માટે પોઝ આપતી જોવા મળી હતી.

કંગનાએ કહ્યું, 'આ એક ખુબ જ સરસ વિચાર છે. આ મહિલાઓને આગળ વધારવા માટે આપણા PM મોદી અને આ સરકારની વિચારસરણી છે. આ દરમિયાન કંગનાએ ઓફ વ્હાઇટ કલરની સાડી પહેરી હતી. કંગના આ પહેલા પણ ઘણી વાર PM મોદીના વખાણ કરી ચુકી છે. તે સોશિયલ મીડિયા પર રાજકીય મુદ્દાઓ પર તેના ખુલ્લા વિચારો માટે જાણીતી છે.

મહિલા આરક્ષણ બિલ પર એશા ગુપ્તાએ કહ્યું, 'આ PM મોદીનો ખૂબ જ પ્રગતિશીલ વિચાર છે. અગાઉ ઘણી સરકારોએ આ માટે પ્રયાસ કર્યો હતો પરંતુ તેમ થયું નથી. હવે આ સરકારે સાબિત કર્યું છે. શરૂઆતથી જ ઘણી યોજનાઓ છે, 'બેટી બચાવો બેટી પઢાવો' તેમાંથી એક છે જે મહિલાઓ માટે છે. અનામત બિલનો અર્થ એ છે કે, આપણે સમાન બની ગયા છીએ.' ઈશા આગળ કહે છે, 'હંમેશા એવું કહેવામાં આવે છે કે ઘરની લક્ષ્મી ખુશ રહે, PM મોદીજીએ સંસદની શરૂઆત લક્ષ્મીથી કરીને એ જ કર્યું છે.' તેમનું કહેવું છે કે આ એક મોટું પગલું છે. PM મોદીજીએ એ કરીને બતાવ્યું, જે લોકો વિચારતા રહે છે. એશા ગુપ્તાએ રાજકારણમાં આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ચૂંટણી લડવાના સવાલ પર તેણે એમ પણ કહ્યું કે, 'હું ચોક્કસથી ચૂંટણી લડીશ.'

મહિલા આરક્ષણ બિલ પર લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે, આ બિલ આજે સંસદમાં રજૂ કરવામાં આવ્યું છે. હવે બુધવારે આ અંગે ચર્ચા થશે. આ પહેલા PM મોદીએ કહ્યું હતું કે 'મહિલા આરક્ષણ બિલ પર ઘણી ચર્ચા થઈ છે, ઘણા વાદ-વિવાદો પણ થયા છે. અટલ બિહારી વાજપેયીના શાસનકાળ દરમિયાન મહિલા આરક્ષણ બિલ ઘણી વખત રજૂ કરવામાં આવ્યું હતું પરંતુ તે સમયે પૂરતું સંખ્યાબળ એટલે કે બહુમત ન હોવાથી તે પસાર થઈ શક્યું ન હતું. કદાચ ભગવાને મને આવા કામ માટે પસંદ કર્યો છે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp