ભારત જોડો યાત્રાનો ફાયદો રાહુલ ગાંધી કરતા વધારે કન્હૈયા કુમારને થઇ રહ્યો છે
ભારત જોડો યાત્રાએ હાલ વિરામ લીધો છે. કોંગ્રેસનો દાવો છે કે, ભારત જોડો યાત્રામાં તેને વિભિન્ન રાજ્યોમાં સારો પ્રતિસાદ મળ્યો છે. રાહુલ ગાંધી પોતાની તસવીરો અને ઠંડીમાં ફક્ત ટી શર્ટ પહેરવાને લઇને ચર્ચાનો વિષય પણ બન્યા છે.
પણ જોવા જઇએ તો ભારત જોડો યાત્રામાં ખરો ફાયદો જો કોઇને થયો છે તો તે છે કન્હૈયા કુમાર. ક્યારેક JNUમાં પોતાના ભારત વિરોધી નારા માટે ચર્ચામાં આવેલા કન્હૈયા કુમારના કોંગ્રેસમાં જોડાયા બાદ આ સૌથી મોટી ઇવેન્ટ સાબિત થઇ રહી છે.
રાહુલ ગાંધીની સાથે ફરી રહેલા કન્હૈયા કુમારે પણ રાહુલ ગાંધી જેવી જ વૈશભૂષા બનાવી છે. કન્હૈયા દાઢી પણ રાહુલના અંદાજમાં વધેલી નજરે પડી રહી છે. જ્યારે, યાત્રા દરમિયાન વિભિન્ન પ્રેસ કોન્ફરન્સમાં કન્હૈયા કોંગ્રેસના તમામ મોટા નેતાઓ સાથે મંચ પર જોવા મળ્યા હતા.
ક્યારેક તેઓ અશોક ગેહલોતની સાથે નજરે પડે છે તો ક્યારેક જયરામ રમેશ ની સાથે મંચ શેર કરે છે. ફરીદાબાદમાં થયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કન્હૈયા કુમાર જયરામ રમેશ અને હરિયાણાના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા સાથે નજરે પડ્યા હતા. ફક્ત આટલું જ નહીં, તેઓ કેન્દ્ર સરકાર અને ભાજપ પર ટિપ્પણી પણ કરે છે.
એ પણ રસપ્રદ વાત છે કે, એક અરસાથી કોંગ્રેસ પાસે કોઇ ઉભરતો ચહેરો નથી. કોંગ્રેસનું નામ સામે આવે તો જયરામ રમેશ, દિગ્વિજય સિંહ, અશોક ગેહલોત, ભૂપેશ બઘેલ, સલમાન ખુર્શીદ જેવા અમુક નામો છે, જે હવે ઉંમરનો એક પડાવ પાર કરી ચૂક્યા છે.
યુવા નેતાઓની વાત કરીએ તો મધ્યપ્રદેશમાં કોંગ્રેસ પાસે જ્યોતિરાદિત્ય સિંધિયા હતા જે હવે ભાજપમાં જોડાઇ ચૂક્યા છે. જ્યારે, સચિન પાયલટની ભૂમિકા રાજસ્થાન અને તેની આસપાસના પ્રદેશો સુધી સીમિત રહી ગઇ છે. હિંદી ભાષી ક્ષેત્રમાં કોંગ્રેસ પાસે કોઇ એવો યુવા નેતા નથી, જે મજબૂતી સાથે પોતાની વાત મૂકી શકે. કન્હૈયા કુમાર એ ભૂમિકામાં પોતાને સાબિત કરવાની કોશિશ કરી રહ્યા છે.
કન્હૈયા કુમારની છબિ આક્રામક અંદાજ વાળા યુવા નેતાની રહી છે. કન્હૈયા કુમારે કોંગ્રેસમાં આવ્યા બાદ પણ પોતાનો આ અંદાજ બદલવાની કોશિશ નથી કરી. વિભિન્ન મંચો પર તેમણે ભાજપના પ્રવક્તાને આક્રામક અંદાજમાં જવાબ આપવાની કોશિશ કરી છે.
ભાજપ પ્રવક્તા સંબિત પાત્રા સાથેની ડિબેટ પણ ચર્ચિત છે. માનવામાં આવી રહ્યું છે કે, હવે કોંગ્રેસ તેમની આ છબિને આગળ કરી રહી છે. જાણકારો અનુસાર, ભાજપના દમદાર પ્રવક્તાની સામે કોંગ્રેસ પણ એ અદાજ વાળા પ્રવક્તા ઉભા કરવા માગે છે. સંભવતઃ કન્હૈયા કુમારને પ્રમોટ કરવા પાછળનું આ કારણ હોઇ શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp