કાંઝાવાલા કેસમાં 'મોટી કબૂલાત', આરોપીએ કહ્યું એ રહસ્ય જેની સૌ રાહ જોઈ રહ્યા હતા

PC: jagran.com

દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ, કાંઝાવાલા કેસમાં મોટો ખુલાસો થયો છે. આરોપીઓએ પોલીસ પૂછપરછમાં કબૂલાત કરી છે કે, તેઓ જાણતા હતા કે અંજલી તેમની કાર નીચે ફસાઈ ગઈ છે, પરંતુ તેઓ ડરના કારણે ગાડી રસ્તા પર ચલાવતા રહ્યા. આ દરમિયાન કાંઝાવાલા સુધીના રૂટ પર તેમણે ઘણી વખત ગાડી યુ ટર્ન લીધી હતી. આરોપીઓએ પોલીસની પૂછપરછમાં જણાવ્યું કે, તેમને ડર હતો કે જો યુવતીને ગાડીની નીચેથી બહાર કાઢીશું તો હત્યાનો કેસ લાગી જશે અને તેઓ વધુ ખરાબ રીતે ફસાઈ જશે.

અંજલિ કેસમાં આરોપીની 'કબૂલાત'

અંજલિ કેસમાં પકડાયેલા આરોપીઓએ પોલીસની પૂછપરછમાં કબૂલાત કરી હતી કે, આ કારણોસર જ અકસ્માત થયા બાદ આરોપીઓએ યુવતીને કારની નીચેથી બહાર કાઢવાનો પ્રયાસ નહીં કર્યો હતો. આરોપીઓ ખૂબ જ ડરી ગયા હતા અને આ કારણોસર તેઓ વારંવાર ગાડીને ફેરવી રહ્યા હતા.

તેજ મ્યુઝિકની કહાની હતી ખોટી

આરોપીએ પોલીસ પૂછપરછમાં કબૂલ કર્યું કે, તેમને કઈં સમજ નહીં પડી રહી હતી કે તેઓ ક્યાં જાય જ્યાં સુધી કે યુવતી તેમની કારની નીચેથી નીકળી નહીં જાય. તેમણે પહેલા પોલીસને જે તેજ મ્યુઝિક સિસ્ટમની કહાની કહી હતી તે ખોટી હતી.

ગાડી લઈને કેમ ભાગ્યા આરોપી?

આરોપીઓએ પોલીસને જણાવ્યું કે ડરના કારણે તેઓ ગાડી લઈને ભાગી ગયા હતા. પરંતુ થોડે દૂર ગયા બાદ તેઓને લાગ્યું કે યુવતી કારની નીચે જ ફસાઈ ગઈ છે, જેથી તેઓએ યુવતીને કારમાંથી બહાર કાઢવા માટે 4 વખત યુ ટર્ન લીધો હતો. વચ્ચે-વચ્ચે ગાડીને ખૂબ જ ઝડપથી પણ ભગાવી.

13 કિલોમીટરના વિસ્તારમાં ફેરવતા રહ્યા ગાડી

આરોપીઓ જાણતા હતા કે, હરિયાણા તરફ જવાથી હરિયાણા પોલીસના બેરિકેડ હોય છે અને ચેકિંગ થઈ શકે છે. આથી 13 કિલોમીટરના રસ્તામાં પોલીસ ચેકિંગ નહીં હોવાના કારણે આરોપી કંજાવાલા રોડ પર જ ગાડીને વારંવાર યુ ટર્ન લઈને ફેરવતા રહ્યા હતા. લગભગ 2 કલાક સુધી ગાડી 13 કિલો મીટરના વિસ્તારમાં જ 40થી 50 કિલોમીટર સુધી ચલાવી. આ દરમિયાન આરોપીઓ આશુતોષ સાથે સતત ફોન પર વાત કરી રહ્યા હતા, જેના ઘરે બાદમાં તેઓએ ગાડી મૂકી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp