મેદાનમાં બોલિંગ કરી રહેલા યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું
કાનપુરમાં છેલ્લાં 1 મહિનામાં ક્રિક્રેટના મેદાનમાં પર બે એવી ઘટના બની છે જે લોકોને ચિંતામાં મુકી દેનારી છે. સાવ નાની વયના 2 ક્રિક્રેટરોના મેદાનમાં રમતી વખતે હાર્ટ એટેકને કારણે મોત થયા હોવાની ઘટના બનાવી છે.
ઉત્તર પ્રદેશના કાનપુરમાં ક્રિકેટ રમતા અન્ય એક વ્યક્તિનું મોત થયું છે. આ પહેલા હજુ ડિસેમ્બર મહિનામાં જ ક્રિકેટ ગ્રાઉન્ડ પર 18 વર્ષના છોકરાનું મોત થયું હતું. એટલે કે ક્રિકેટના મેદાનમાં અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા છે. એક વ્યક્તિનું મોત બેટિંગ દરમિયાન અને બીજાનું બોલિંગ દરમિયાન થયું હતું. બંનેના મોત પાછળ હાર્ટ એટેક હોવાનું કહેવાય છે.કાનપુરના કિદવાઈ નગરમાં રહેતા32 વર્ષના ભાનુ શૂક્લાના લગ્ન 5 વર્ષ પહેલા આરતી સાથે થયા હતા. બેંકમાં નોકરી કરનાર ભાનુને બે બાળકો છે. શનિવારે ભાનુ મેદાન પર ક્રિક્રેટ રમી રહ્યો હતો ત્યારે બોલિંગ કરતી વખતે અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. ભાનુંને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેનું પ્રાણ પંખેરુ ઉડી ચૂક્યું હતું.
ભાનુના કાકા રાજેશ શૂક્લાએ કહ્યું હતુ કે, શનિવારે સવારે ભાનુ તેના મિત્રો સાથે દેવનગરના રાજકીય ગ્રાઉન્ડ પર મેચ રમવા ગયો હતો. બોલિંગ કરતી વખતે ભાનુ ઢળી પડ્યો હતો, જે પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. એ પછી ભાનુને કાર્ડિયોલોજીમાં લઇ જવાયો હતો, પરંતુ ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. તબીબોએ કાર્ડિયાક એટેકની સંભાવના વ્યકત કરી હતી.
આ પહેલાં કાનપુરમાં ડિસેમ્બર 2022માં એક ક્રિક્રેટમ મેદાન પર દશમા ધોરણમાં ભણતો કિશોર બેટીંગ કરી રહ્યો હતો ત્યારે તેનું મોત થયું હતું. 6 ડિસેમ્બર 2022ના દિવસે કાનપુરના બિલ્હોરમાં દશમાં ધોરણમાં ભણતો અનૂજ બેટીંગ કરી રહ્યો હતો તેણે પહેલો રન લીધા પછી બીજા રન માટે દોડી રહ્યો હતો ત્યારે પડી ગયો હતો. અનૂજને હોસ્પિટલમાં લઇ જવાયો હતો, પરંતુ તેનું મોત થયું હતું. તબીબોએ અનૂજના મોત માટે હાર્ટ એટેકનું કારણ કહ્યુ હતું.
કેજીએમયુના કાર્ડિયોલોજીના પ્રોફેસર ડો. અક્ષય પ્રધાન કહે છે કે આ ઠંડીની મોસમમાં હાર્ટ એટેક માત્ર વૃદ્ધો પૂરતો મર્યાદિત નથી રહ્યો. આવા ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે જેમાં ટીનેજરોને હાર્ટ એટેક પણ આવ્યો છે.તેમણે કહ્યું કે, ઉંમરને ધ્યાનમાં લીધા વિના દરેક વ્યક્તિએ ઠંડીથી બચવાની જરૂર છે. બને ત્યાં સુધી ઘરની અંદર જ રહો. જ્યારે તમે બહાર જાઓ ત્યારે તમારી જાતને સંપૂર્ણપણે ઢાંકીને રાખો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp