'કર દે મુશ્કિલ જીના, ઇશ્ક..'પહેલીને છોડી બીજા લગ્ન કરવા નીકળ્યો પછી થઈ જોવા જેવી
પરિણીત પુરુષ બીજી વાર લગ્ન કરી રહ્યો હતો. પહેલી પત્નીને આ વાતની ખબર પડી. ત્યારબાદ તે દરભંગાના માં શ્યામા મંદિરમાં આવી પહોંચી. બુધવારે મોડી સાંજનો આ પ્રસંગ છે. તેણે તરત જ પોલીસને પણ જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી કે તરત જ સૂર બદલાઈ ગયો. લગ્નને તરત જ રોકી દેવામાં આવ્યા હતા. લગ્ન સમારોહમાંથી વર-કન્યા અને પ્રથમ પત્નીને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. હાલ પોલીસ પ્રથમ પત્નીની ફરિયાદના આધારે મામલાની તપાસ કરી રહી છે.
હકીકતમાં, વિક્રમ સાહ સાથે પ્રથમ પત્ની ચંદા દેવીના લગ્ન 1997માં હિન્દુ વિધિથી સંપન્ન થયા હતા. લગ્ન સમયે યુવતીના પક્ષે પાંચ લાખ રૂપિયાનો સામાન, સોના-ચાંદીના દાગીના, ફર્નિચર, કપડાં અને બે લાખ રોકડા દહેજ તરીકે આપ્યા હતા. લગ્નના થોડા દિવસો પછી સાસરિયાઓએ લગ્નમાં સારું દહેજ ન મળવાના ટોણા મારવાનું શરૂ કર્યું હતું. કન્યાના પિયરિયાઓ પર પાંચ લાખ રૂપિયા આપવા દબાણ કરવા લાગ્યા. એક લાખ રૂપિયામાં સમજૂતી પણ થઈ હતી, પરંતુ કન્યાને હેરાનગતિ કરવાનું ચાલુ જ રાખ્યું હતું.
ચંદાના ભાઈ અમર કુમારે જણાવ્યું કે, 2015માં મારપીટ, દહેજ અને લગ્નની ધમકીના મામલે પંચાયત થઈ હતી. જેમાં મારા બનેવી વિક્રમ સાહ અને તેના પિતા વતી બોન્ડ પણ ભરવામાં આવ્યું હતું. જેમાં તેણે લખ્યું હતું કે ભવિષ્યમાં તે લોકો આવું કૃત્ય નહીં કરે અને ફરી લગ્ન પણ નહીં કરે. પરંતુ તેઓ તેમની આવી હરકતો કરવાનું છોડ્યું ન હતું અને 22 ફેબ્રુઆરી, 2022ના રોજ, મારી બહેનને મારા બનેવી વિક્રમ સાહ અને તેના પિતા મહાવીર સાહે દહેજની માંગણી માટે માર માર્યો હતો. જ્યારે મારો નાનો ભાઈ દીપક ગુપ્તા સમજાવવા ગયો, ત્યારે મારા બનેવી અને તેના મિત્રોએ મળીને તેને માર માર્યો હતો. તેનું માથું ફોડી નાખ્યું. જેનો કેસ લહેરિયાસરાય પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો. મારી બહેનને પણ ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી. દરમિયાન મારી બહેનના પુત્રની તબિયત વધારે લથડી હતી. અમે તેની સારવારમાં વ્યસ્ત હતા, ત્યારે મારા બનેવી વિક્રમ સાહે છૂટાછેડા લીધા વિના ફરીથી લગ્ન કરવા લાગ્યા હતા.
જ્યારે, કન્યાના સબંધી વિનોદ કુમારે કહ્યું કે, અમને ખબર ન હતી કે છોકરાના બીજા લગ્ન થઈ રહ્યા છે. છોકરા તરફથી અમને પહેલા લગ્ન વિશે કઈ કહેવામાં આવ્યું ન હતું. આ જ કારણ હતું કે, અમે અમારી બહેનના લગ્ન શ્યામા માઈ મંદિરમાં હિંદુ રીતિ રિવાજ મુજબ કરાવી રહ્યા હતા. બીજી તરફ ફરિયાદ બાદ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની પોલીસે ઘટનાસ્થળે પહોંચી લગ્ન અટકાવ્યા હતા, વર-કન્યા અને તેમના પરિવારના સભ્યોને કસ્ટડીમાં લીધા હતા અને પોલીસ સ્ટેશન લઇ આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp