કરીનાએ ફ્લાઇટમાં ફેન્સ સાથે કરી હતી ગેરવર્તણૂક, નારાયણ મૂર્તિનો દાવો

PC: bollywoodshaadis.com

બોલિવૂડ સ્ટાર્સના દરેક લોકો દિવાના છે. પરંતુ હાલમાં જ ઈન્ફોસિસ કંપનીના કો-ફાઉન્ડર નારાયણ મૂર્તિએ કરીના કપૂર વિશે એક ખુલાસો કર્યો છે. તે કહે છે કે કરીના કપૂર તેના ચાહકોની અવગણના કરે છે. તેણે કહ્યું કે એકવાર તે અને કરીના એક જ ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યા હતા અને તેમણે પોતે પણ કરીનાને ચાહકો સાથે આવું વર્તન કરતી જોઈ છે. નારાયણ મૂર્તિનો વીડિયો આ સમયે ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયો જૂનો છે, જેમાં નારાયણ મૂર્તિ અને તેમની પત્ની સુધા મૂર્તિ એક કાર્યક્રમમાં લોકો સાથે વાતચીત કરી રહ્યા હતા. દરમિયાન, નાયરણ મૂર્તિએ કરીના કપૂર પર તેના ચાહકોની અવગણના કરવા બદલ ટીકા કરી હતી. જોકે સુધા મૂર્તિએ તેમને ચૂપ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નારાયણ મૂર્તિએ તેમની આખી વાત કહી હતી.

તેણે કહ્યું, 'એકવાર હું લંડનથી આવી રહ્યો હતો ત્યારે કરીના કપૂર મારી બાજુની સીટ પર બેઠી હતી. ઘણા લોકો આવ્યા અને તેમને હેલો કહ્યું, પરંતુ તેમણે પ્રતિક્રિયા આપવી જરૂરી પણ ન માન્યું. મને એકદમ નવાઈ લાગી. કોઈ પણ મારી પાસે આવ્યું, હું ઊભો થયો અને અમે એક કે દોઢ મિનિટ માટે વાત કરી. બસ આટલું જ તેઓ ઇચ્છતા હતા.' દરમિયાન, સુધા મૂર્તિએ તેમને અટકાવતા કહ્યું કે 'કરીનાના કરોડો ચાહકો છે, શક્ય છે કે કદાચ તે થાકી ગઈ હોય.'

સુધા મૂર્તિએ આ વાત કરતાં ત્યાં બેઠેલા ટોળાએ જોરથી તાળીઓ પાડી. તેમની પત્ની સુધા મૂર્તિએ કહ્યું, 'નારાયણ મૂર્તિ એક સોફ્ટવેર કંપનીના સ્થાપક છે, એક સોફ્ટવેર કંપનીના માલિકના 10,000 જેટલા ચાહકો હોઈ શકે છે, પરંતુ તે એક ફિલ્મ અભિનેત્રી છે, તેના ચાહકોની સંખ્યા તમને 10 લાખ જેટલી જોવા મળશે.' જોકે, તેઓના આવી રીતે રોકવાથી પણ નારાયણ મૂર્તિ રોકાયા ન હતા.

નારાયણ મૂર્તિએ આગળ કહ્યું, 'સમસ્યા એ નથી, મુદ્દો એ છે કે, જ્યારે કોઈ વ્યક્તિ સ્નેહ દર્શાવે છે, ત્યારે તમે પણ તેને એવો સ્નેહ બતાવી શકો છો, ભલે તેની રીત અલગ હોય શકે. મને લાગે છે કે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારા અહંકારને ઘટાડવાના આ જ રસ્તાઓ છે, બસ.'

અહીં તમને જણાવી દઈએ કે, કરીના કપૂરના કરોડો ફેન્સ છે. આ જ કારણ છે કે, તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 23 વર્ષ પૂરા કર્યા છે, પરંતુ તેનો ક્રેઝ હજુ એવોને એવો જ છે. અભિનેત્રીએ ઈન્ડસ્ટ્રીમાં પોતાના 23 વર્ષ પૂરા થવા પર સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરીને આ બાબતમાં પોતાની ખુશી વ્યક્ત કરી હતી. કરીનાના આગામી પ્રોજેક્ટ્સની વાત કરીએ તો, તે આગામી સમયમાં રિયા કપૂરની ફિલ્મ 'ધ ક્રૂ'માં જોવા મળશે. તબ્બુ, કૃતિ સેનન અને દિલજીત દોસાંઝ પણ આ ફિલ્મમાં તમને જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp