26th January selfie contest

કર્ણાટક વિધાનસભા પરિણામ: કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી, ભાજપ પાછળ, જુઓ કોને કેટલી સીટ

PC: indianexpress.com

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના આજે પરિણામ આવી રહ્યા છે. 8:00 વાગ્યાથી વૉટોની ગણતરી શરૂ થઈ ગઈ છે. અત્યારે પોસ્ટલ બેલેટની ગણતરી ચાલી રહી છે. શરૂઆતી રુઝાનોમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમત મળતું દેખાઇ રહ્યું છે. કોંગ્રેસ 116 સીટો પર આગળ ચાલી રહી છે. તો ભારતીય જનતા પાર્ટી (BJP) 85 સીટો પર આગળ છે જ્યારે જનતા દળ (S) 25 સીટો પર આગળ છે. જ્યારે અન્ય 4 સીટો પર આગળ છે.

કર્ણાટકમાં 10 મેના રોજ મતદાન થયું હતું. રાજ્યમાં 73.19 ટકા મતદાન થયું હતું. સત્તાધારી ભાજપ, કોંગ્રેસ અને પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવગૌડાની જનતા દળ (S) વચ્ચે ત્રિકોણીય જંગ છે. આજના પરિણામોમાં ઉમેદવાર અને મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ, પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડી.કે. શિવકુમાર અને જનતા દળ (S)ના નેતા એચ.ડી. કુમારસ્વામી સહિત ઘણા અન્ય દિગ્ગજ નેતાઓના ચૂંટણી નસીબનો નિર્ણય આવશે. ચૂંટણી પંચ મુજબ, રાજ્યના 36 કેન્દ્રોમાં સવારે 8:00 વાગ્યે મતગણતરી શરૂ થઈ ગઈ છે અને બપોર સુધી પરિણામ બાબતે એક સ્પષ્ટ તસવીર સામે આવે તેવી સંભાવના છે.

આ સીટોથી ચૂંટણી મેદાનમાં દિગ્ગજ:

આ ચૂંટણીમાં મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ (શિગાંવ), વિપક્ષના નેતા સિદ્ધરમૈયા (વરુણા), જનતા દળ (S)ના નેતા એચ.ડી. કુમારસ્વામી (ચન્નાપટના), કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ અધ્યક્ષ ડી.કે. શિવકુમાર (કનકપુરા)થી ઉમેદવાર છે. એ સિવાય પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટાર (હુબલી-ધારવાડ મધ્ય) પણ ઉમેદવાર છે. તેઓ હાલમાં જ ભાજપ છોડીને કોંગ્રેસમાં સામેલ થયા છે. આ બધા દિગ્ગજોના ચૂંટણી પરિણામ આવશે. બંને પાર્ટીના નેતા પરિણામોને લઈને ખૂલીને બોલતા બચી રહ્યા છે, જ્યારે જનતા દળ(S)ને ત્રિશંકુ જનાદેશની આશા છે, જેથી સરકાર રચવાની ભૂમિકામાં સામે આવી શકે, મોટા ભાગના એક્ઝિટ પોલ કોંગ્રેસની સત્તામાં વાપસીની સંભાવના વ્યક્ત કરી છે અને સત્તાધારી ભાજપની હારના અણસાર બતાવ્યા છે. રાજ્યમાં ત્રિશંકુ વિધાનસભાની સંભાવનાના પણ સંકેત આપ્યા છે.

ઉલ્લેખનીય છે કે, દિલ્હી અને પંજાબમાં સત્તા હાંસલ કરનાર આમ આદમી પાર્ટીએ પણ કર્ણાટક ચૂંટણીમાં પોતાના ઉમેદવાર ઉતાર્યા છે એ સિવાય કેટલીક સીટો પર નાની પાર્ટીઓ પણ મેદાનમાં છે. વર્ષ 2018ની ચૂંટણીમાં ભાજપ 104 સીટો જીતીને સૌથી મોટી પાર્ટીના રૂપમાં ઊભરી હતી, ત્યારબાદ કોંગ્રેસ 80, જનતા દળ (S) 37 અને અપક્ષ, BSP અને કર્ણાટકની પ્રજ્ઞાવંત જનતા પાર્ટી (KPJP)ને 1-1 સીટ મળી હતી, પરંતુ કોઈ પણ પાર્ટીને સ્પષ્ટ બહુમત મળ્યું નહોતું.

વર્ષ 2018ની ચૂંટણીમાં કોંગ્રેસે 38.04 ટકા વોટ શેર હાંસલ કર્યા હતા. ત્યારબાદ ભાજપને 36.22 ટકા, જનતા દળ (S)ને 18.36 ટકા વોટ મળ્યા હતા. આ વખત પણ કોંગ્રેસની વોટ ટકાવારી વધી શકે છે. કોંગ્રેસ અને ભજપના વોટ શેરમાં અંતર 2 ટકાથી વધીને 8 ટકા સુધી પહોંચી શકે છે. વર્તમાનમાં સત્તાધારી ભાજપ પાસે 116 ધારાસભ્ય છે. ત્યારબાદ કોંગ્રેસના 69, જનતા દળ (S)ના 29, બહુજન સમાજ પાર્ટીના એક, સ્પીકર એક અને ખાલી 6 (ચૂંટણીથી પહેલા અન્ય પાર્ટીઓમાં સામેલ હોવાથી રાજીનામું અને મૃત્યુ બાદ) સીટો છે.

કર્ણાટકમાં આ વખતની ચૂંટણી બજરંગ દળ અને બજરંગબલી પર કેન્દ્રિત રહ્યું અને એક્ઝિટ પોલનું અનુમાન કહે છે કે કોંગ્રેસે બજરંગ દળ પર બેન લગાવવાનો જે વાયદો કર્યો છે, તેનાથી ખૂબ લાભ થઈ અને તેઓ મુસ્લિમોનાં વોટ લેવામાં સફળ થઈ, પરંતુ ભાજપે બાજરંગબલીને મુદ્દો બનાવ્યો, તેનો તેને વધારે ફાયદો ન થયો. કર્ણાટકમાં આ વખત મુસ્લિમોએ એકજુથ થઈને કોંગ્રેસને વોટ આપ્યા. અનુમાન છે કે કોંગ્રેસને આ વખત 88 ટકા મુસ્લિમોનાં વોટ મળ્યા છે અને આ ગત ચૂંટણીની તુલનામાં 10 ટકા વધારે વોટ છે.

વર્ષ 2018માં કોંગ્રેસને મુસ્લિમોનાં 78 ટકા વોટ મળ્યા હતા. જે એક્ઝિટ પોલ મુજબ આ વખત 88 ટકા થઈ ગયા છે, જ્યારે ભાજપને 2 ટકા અને JDSને મુસ્લિમોનાં 8 ટકા વોટ મળવાના અણસાર છે. ભાજપે કર્ણાટકમાં 4 ટકા મુસ્લિમ અનામતને સમાપ્ત કરતાં આ જાહેરાત કરી હતી કે આ અનામત રાજ્યના લિંગાયત અને વોંક્કાલિગા સમુદાયના લોકોમાં 2-2 ટકા વહેચી દેવામાં આવશે, પરંતુ આ નિર્ણયનો પણ તેને વધારે લાભ ન થયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp