BJP અધ્યક્ષના આ નિવેદનને લઇને ઓવૈસી બોલ્યા- જોઉ છું તમે શું કરશો

PC: thehindu.com

ભારતીય જનતા પાર્ટી (BJP) કર્ણાટકના ભાજપ અધ્યક્ષ નલિનકુમાર કતીલે બુધવારે ટીપૂ સુલ્તાન સાથે જોડાયેલું એક નિવેદન આપ્યું હતું. નલિનકુમાર કતીલે કહ્યું હતું કે, ટીપૂ સુલ્તાનના બધા અનુયાયીઓને અહીં રહેવાનો હક નથી. તેમને ભગાવીને જંગલોમાં મોકલી દેવા જોઈએ. તેના પર હવે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ ભાજપ અધ્યક્ષ નલિનકુમાર કતીલ પર પલટવાર કર્યો છે. અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, હું ટીપૂ સુલ્તાનનું નામ લઈ રહ્યો છું, જોઉ છું તમે શું કરો છો.

AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ ભાજપ અધ્યક્ષ નલિનકુમાર કતીલના નિવેદનને લઈને કહ્યું હતું કે, શું કર્ણાટક ભાજપ અધ્યક્ષ નલીનકુમાર કતીલે જે કહ્યું તેનાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહમત છે? તે હિંસા, હત્યા અને નરસંહારની ખુલ્લી જાહેરાત છે. શું કર્ણાટકમાં ભાજપ સરકાર તેમની વિરુદ્ધ કાર્યવાહી નહીં કરે? અસદુદ્દીન ઓવૈસીએ તેને નફરત ફેલાવનારું નિવેદન કહી દીધું છે. AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ આ દરમિયાન મીડિયા સાથે વાત કરતા ઉત્તર પ્રદેશ સરકાર પણ પ્રહાર કર્યો હતા.

અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં બુલડોઝરની રાજનીતિ કારનારાઓએ માતા-પુત્રીનો જીવ લઈ લીધો. તેઓ બુલડોઝરથી સરકાર ચલાવવા માંગે છે, સંવિધાનથી નહીં. આ બધુ કરવાથી તેમને રાજનૈતિક રૂપ કંઈ હાંસલ થવાનું નથી. તેઓ તેલંગાણા (વિધાનસભાની ચૂંટણી 2023)માં નિષ્ફળ રહેશે. કર્ણાટકના ભાજપ અધ્યક્ષ નલિનકુમાર કતીલે કહ્યું હતું કે, અમે ભગવાન રામ અને હનુમાનના ભક્ત છીએ. અમે ટીપૂ સુલ્તાનના વંશજ નથી, અમે તેમને વંશજોને પાછા મોકલી દીધા.

તેમણે કહ્યું હતું કે, હું યેલ્બુર્ગોના લોકોને પૂછું છું કે, શું તમે હનુમાનની પૂજા કરો છો કે ટીપૂ સુલ્તાનના ભજન ગાઓ છો? શું તમે ટીપૂ સુલ્તાનના ભજન ગાનારા લોકોને ભગાવશો? તો વિચારો કે આ રાજ્યમાં ટીપૂ સુલ્તાનના વંશજ જોઈએ છે કે ભગવાન રામ અને હનુમાનના ભક્તો. હું હનુમાનની ભૂમિ પર પડકાર આપું છું કે ટીપૂ સુલ્તાનને પ્રેમ કરનારા અહીં ન રહે, જે લોકો ભગવાન રામના ભજન ગાય છે અને ભગવાન હનુમાનને માને છે તેમને અહીં રહેવાનો અધિકાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp