કર્ણાટકમાં વોટિંગ દરમિયાન ત્રણ જગ્યા પર હિંસા, તોડ્યા EVM, જુઓ વીડિયો

PC: bhaskar.com

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં વોટિંગ સવારે 7 વાગ્યાથી ચાલુ છે. અહીં 224 સીટો પર 2614 ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે. કર્ણાટકના તમામ જિલ્લાઓમાં પોલિંગ સ્ટેશન પર સવારથી જ મોટી સંખ્યામાં લોકો પોતાનો વોટ આપવા માટે પહોંચી રહ્યા છે. 3 વાગ્યા સુધી 52.18% વોટ પડી ચુક્યા છે. કર્ણાટકમાં વોટિંગ દરમિયાન ત્રણ જગ્યાઓ પર હિંસક ઘટનાઓ થઈ છે. પોલીસે જણાવ્યું કે, વિજયપુરા જિલ્લાના બાસવાના બાગેવાડી તાલુકામાં લોકોએ કેટલાક EVM અને VVPAT મશીનોને તોડી નાંખ્યા. તેમણે પોલિંગ અધિકારીઓની ગાડીઓને પણ નુકસાન પહોંચાડ્યું. અહીં અફવા ઉડી હતી કે, અધિકારી મશીનો બદલીને વોટિંગમાં ગડબડ કરી રહ્યા હતા.

બીજી ઘટના પદ્મનાભ વિધાનસભાના પપૈયા ગાર્ડન પોલિંગ બૂથમાં બની, જ્યાં કેટલાક યુવાનોએ લાકડી લઇને પોતાના વિરોધીઓ પર હુમલો કર્યો. આ હુમલામાં વોટ નાંખવા આવેલી કેટલીક મહિલાઓ પણ ઇજાગ્રસ્ત થઈ ગઈ. ત્રીજી ઘટના બલ્લારી જિલ્લાના સંજીવારાયાનાકોટેમાં બની, જ્યાં કોંગ્રેસ અને BJP કાર્યકર્તા વચ્ચે મારામારી થઈ.

કર્ણાટકમાં વોટિંગને લઇને પૂર્વ વડાપ્રધાન અને JDS પ્રમુખ એચડી દેવગૌડાએ કહ્યું હતું કે, આ પહેલા એક નાનકડું ગામ હતું, જે હવે એક વિકસિત શહેર બની ચુક્યુ છે. અહીં બહુમુખી વિકાસ થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય, શિક્ષાની તમામ સુવિધાઓ અહીં ઉપલબ્ધ કરાવવામાં આવી છે, તેનો શ્રેય અહીંના ધારાસભ્ય એચડી રેવન્નાને જાય છે.

વોટિંગ કર્યા બાદ ઇન્ફોસિસના ફાઉન્ડર નારાયણ મૂર્તિએ કહ્યું હતું કે, ઘરના મોટા લોકોએ યુવા સભ્યોની સાથે બેસવુ જોઈએ અને તેમને સલાહ આપવી જોઈએ કે મતદાન કરવું શા માટે મહત્ત્વપૂર્ણ છે. મારા માતા-પિતાએ પણ આ જ કર્યું હતું. મતદાનના દિવસે તેઓ એ સુનિશ્ચિત કરતા હતા કે વોટ આપ્યા વિના અમે ક્યાંય ના જઈએ. તેઓ એ પાક્કું કરી લેતા હતા કે અમે મતદાન કર્યું છે કે નહીં. હું તેને માટે સંપૂર્ણરીતે વડીલોને જવાબદાર માનુ છું.

કર્ણાટકના CM બસવરાજ બોમ્મઈએ જણાવ્યું હતું કે, હું લોકોને લોકતંત્રની જીત અને રાજ્યના ભવિષ્ય માટે વોટ કરવાની અપીલ કરીશ. મને વિશ્વાસ છે કે અમે પૂર્ણ બહુમતની સરકાર બનાવીશું. કોંગ્રેસ ભ્રષ્ટાચારની વાત કરી રહી છે પરંતુ, તેમનો પોતાનો ટ્રેક રેકોર્ડ ખૂબ જ ખરાબ છે. તેમના ઘણા લોકો જામીન પર બહાર છે.

કર્ણાટકના પૂર્વ CM એચડી કુમારસ્વામીએ જણાવ્યું હતું કે, પ્રત્યેક નિર્વાચન ક્ષેત્રમાં તેમણે (BJP) કેટલું નિવેશ કર્યું છે. આ બધી વાતો બધા જ જાણે છે. માત્ર BJPને જ નહીં, હું દરેક પાર્ટીને દોષ આપીશ, દર વખતે આપણે નિષ્પક્ષ ચૂંટણી વિશે વાતો કરીએ છીએ પરંતુ, માત્ર કાગળોમાં તેની જાહેરાત કરવામાં આવે છે. હકીકત તેના કરતા અલગ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp