કર્ણાટક હાઇ કોર્ટના જજોને મળી ધમકી-‘પાકિસ્તાની બેંક અકાઉન્ટમાં 50 લાખ નાખો..'

ફરી એક વખત કર્ણાટક હાઇ કોર્ટના જજોને જીવથી મારવાની ધમકી મળી છે. કર્ણાટક પોલીસે સોમવાર (24 જુલાઇના રોજ) જણાવ્યું કે, તેમણે હાઇ કોર્ટના જજોની ફરિયાદ પર એક FIR નોંધવામાં આવી છે. પોલીસને હાઇ કોર્ટના પ્રેસ સંબંધિત અધિકારી તરફથી પોતાના સિવાય ઘણા જજોના જીવે જોખમ હોવાની ફરિયાદ મળી.

કેન્દ્રીય CIN ગુના પોલીસ સ્ટેશને અજાણ્યા શંકસ્પદો વિરુદ્ધ FIR નોંધી છે. પોલીસે કહ્યું કે, દુબઈ ગેંગ દ્વારા જસ્ટિસ મોહમ્મદ નવાઝ, એચટી નરેન્દ્ર પ્રસાદ, અશોક નિજગન્નવર (સેવાનિવૃત્ત), એચપી સંદેશ, કે. નટરાજન અને બી. વિરપ્પા (સેવાનિવૃત્ત)ને ધમકી આપવા આશંકા છે.

14 જુલાઇના રોજ કરવામાં આવેલી FIRમાં કહેવામાં આવ્યું છે કે ધમકી ભરેલા સંદેશામાં પાકિસ્તાનમાં એક બેંક ખાતામાં 50 લાખ રૂપિયાની ખંડણી માગવામાં આવી હતી. કલમ 506, 507 અને 504 હેઠળ FIR નોંધ્યા બાદ તેમણે કહ્યું કે ભારતીય દંડ સંહિતા (IPC) અને સૂચના ટેક્નોલોજી અધિનિયમની કલમ 75 અને 66 (F) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે, મુરલીધરે 14 જુલાઇના રોજ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેમને 12 જુલાઈની સાંજે લગભગ 7:00 વાગ્યે એક ઇન્ટરનેશનલ નંબરથી વૉટ્સએપ મેસેન્જર પર સંદેશ મળ્યો હતો. તેમને આ સંદેશ ઉર્દૂ અને અંગ્રેજી ભાષામાં આવ્યો હતો.

ધમકી આપનાર વ્યક્તિએ પાકિસ્તાનની ABL અલાઇડ બેંક લિમિટેડ’નો એક બેંક અકાઉન્ટ નંબર પણ આપ્યો છે. જજોને આ ખાતામાં 50 લાખ રૂપિયા જમા કરાવવા કહ્યું છે. રૂપિયા ન આપવાની સ્થિતિમાં દુબઈની એક ગેંગ દ્વારા તેમની હત્યા કરાવવાની ધમકી આપવામાં આવી છે. કેટલાક મોબાઈલ નંબર પણ શેર કરવામાં આવ્યા છે. દાવો કરવામાં આવ્યો છે કે, આ તેમના શૂટર ભારતમાં છે. ફરિયાદના આધાર અપર બેંગ્લોરની સેન્ટ્રલ CIN પોલીસે IPCની અલગ અલગ કલમો હેઠળ કેસ નોંધી લીધો છે.

બેંગ્લોર પોલીસ આપવામાં આવેલા નંબરોની તપાસ કરી રહી છે. એ સિવાય પાકિસ્તાનના આ બેંક અકાઉન્ટ બાબતે પણ તપાસ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેમાં ખંડણીની રકમ નાખવા કહેવામાં આવ્યું છે. એવી ઘટનાઓની તપાસ માટે કેન્દ્રીય એજન્સીઓ અને સરકારની મદદ પણ લેવાનું નક્કી છે. આ અગાઉ પણ વર્ષ 2022માં હિજાબ પર નિર્ણય સંભળાવનાર કર્ણાટક હાઇ કોર્ટના જજોને જીવથી મારવાની ધમકી મળ્યા બાદ તેમને સરકારે સખત સુરક્ષા ઉપલબ્ધ કરાવી હતી. મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ પોતે કહ્યું હતું કે અમે હિજાબ પર નિર્ણય આપનાર 3 જજોને Y શ્રેણીની સુરક્ષા આપવાનો નિર્ણય લીધો છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.