PMને ગાળો આપવી અભદ્રતા અને ગેરજવાબદારીપૂર્ણ, પરંતુ દેશદ્રોહ નહીં: હાઇકોર્ટ

PC: bangaloremirror.indiatimes.com

કર્ણાટક હાઇકોર્ટે દેશના વડાપ્રધાનને ગાળો આપવા કે તેમની વિરુદ્ધ અભદ્ર શબ્દોનો પ્રયોગ કરવાને લઈને મોટો ચુકાદો આપ્યો છે. કર્ણાટક હાઇકોર્ટે કહ્યું કે, વડાપ્રધાનને ગાળો આપવી અભદ્રતા અને ગેરજવાબદારીપૂર્ણ છે, પરંતુ તે રાજદ્રોહનું પ્રમાણ નહીં હોય શકે. આ નિર્ણય સાથે જ હાઇકોર્ટે એ સ્કૂલ મેનેજમેન્ટ વિરુદ્ધ ચાલી રહેલા રાજદ્રોહના કેસને ફગાવી દીધો છે. કર્ણાટક હાઇકોર્ટનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે, જ્યારે પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી મોદી સરનેમ પર કમેન્ટ્સને લઈને મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.

રાહુલ ગાંધીને મોદી સરનેમ કેસમાં સુરતની સેશન કોર્ટ 2 વર્ષની સજા સંભળાવી ચૂકી છે, જેને ગુજરાત હાઇકોર્ટે પણ યથાવત રાખી છે. કર્ણાટક હાઇકોર્ટની કલબુર્ગી બેન્ચના જસ્ટિસ હેમંત ચંદનગોરદારે નિર્ણયમાં કહ્યું કે, વડાપ્રધાનને ચપ્પલથી મરવું જોઈએ જેવા અપશબ્દ કહેવું, ન માત્ર અપમાનજનક છે, પરંતુ ગેરજવાબદારીપૂર્ણ પણ છે. સરકારી નીતિની રચનાત્મક નિંદા થવી જોઈએ, પરંતુ કોઈ એવા પોલિસી ડિસિઝન માટે સંવિધાન પર બેઠા લોકોનું અપમાન નહીં કરી શકાય, જેના પર કોઈ વર્ગને આપત્તિ હોય.

હાઇકોર્ટે કહ્યું કે, આરોપ છે કે બાળકો તરફથી રજૂ કરવામાં આવેલા નાટકમાં સરકારના ઘણા અધિનિયમોની નિંદા કરવામાં આવી હતી. એમ કહેવામાં આવ્યું કે, જો આ અધિનિયમોને લાગૂ કરવામાં આવે છે તો મુસ્લિમોએ દેશ છોડવો પડી શકે છે. હાઇકોર્ટે કહ્યું કે, નાટક સ્કૂલ પરિસરની અંદર કરવામાં આવ્યું હતું. બાળકોએ લોકોને હિંસા માટે ઉશ્કેરવા કે સાર્વજનિક અવ્યવસ્થા ઉત્પન્ન કરવા માટે કોઈ શબ્દ બોલ્યા નહોતા. નાટક બાબતે લોકોને ત્યારે ખબર પડી જ્યારે આરોપીઓમાંથી એકે તેનો વીડિયો પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કરી દીધો. એવામાં એ કલ્પના કરવાનો કોઈ આધાર નથી કે નાટકનું આયોજન લોકોને હિંસા માટે ઉશ્કેરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યું હતું.

હાઇકોર્ટે પોતાના નિર્ણયમાં બીદરના ન્યૂ ટાઉન પોલીસ સ્ટેશનના નોંધાયેલી એ ફરિયાદ ફગાવી દીધી છે, જેમાં બીદરની શાહીન શાળાના મેનેજમેન્ટના અલાઉદ્દીન, અબ્દુલ ખાલીક, મોહમ્મદ બિલાલ ઈમાનદાર અને મોહમ્મદ મેહતાબ અને અન્ય સભ્યો વિરુદ્ધ દેશદ્રોહનો આરોપ લગાવવામાં આવ્યો હતો. હાઇકોર્ટેકહ્યું કે, આ કેસમાં IPCની કલમ 153(A) લગાવવાનું ઔચિન્તય દેખાઈ રહ્યું નથી. આ કલમ ત્યારે ઉપયોગ થાય છે, જ્યારે 2 ધાર્મિક સમુદાયો વચ્ચે ધૃણા ઉત્પન્ન કરવાનો આરોપ હોય. સાથે જ આવશ્યક તથ્યોની ગેરહાજરીમાં IPCની કલમ 124-A (દેશદ્રોહ) અને કલમ 505(2) હેઠળ FIR નોંધવું અસ્વીકાર્ય છે.

શું હતો આખો કેસ?

કર્ણાટકના બીદરમાં 21 જાન્યુઆરી 2020ના રોજ શાહીન શાળામાં બાળકોએ એક નાટકનું આયોજન કર્યું હતું, જેમાં ધોરણ 4, 5 અને 6ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ નાટક નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (NRC)ના વિરોધમાં આયોજિત કરવામાં આવ્યું હતું. આ નાટકના આયોજન દ્વારા હિંસા ભડકાવવા, વડાપ્રધાનને ગાળો આપવા અને દેશદ્રોહી વાતો કરવાનો આરોપ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના કાર્યકર્તા નીલેશ રક્ષાલાએ લગાવ્યો હતો અને પોલીસમાં ફરિયાદ કરી હતી. ત્યારબાદ પોલીસે શાળા મેનેજમેન્ટ વિરુદ્ધ કેસ નોંધી લીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp