પશુપાલન મંત્રી બોલ્યા-જ્યારે ભેંસોનો વધ કરી શકાય છે તો ગાયોનો કેમ નહીં?

PC: deccanherald.com

કર્ણાટકના પશુપાલન મંત્રી કે. વેંકટેશે શનિવારે ગાયને લઈને જે નિવેદન આપ્યું છે, તે ચર્ચામાં છે. તેમણ કહ્યું કે, “જ્યારે ભેંસોનું વધ કરી શકાય છે તો ગાયોનું કેમ નહીં?” આ વાત સાથે વેંકટેશે શનિવારે એવા સંકેત આપ્યા છે કે રાજ્યમાં કોંગ્રેસની નવગઠિત સરકાર પૂર્વવર્તી ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા લાવવામાં આવેલા ગૌહત્યા રોધી’ કાયદાની સમીક્ષા કરી શકે છે. વેંકટેશે સવાલ સાથે કહ્યું કે, જ્યારે ભેંસોનું વધ કરી શકાય છે તો ગાયોનું કેમ નહીં? સરકાર આ સિલસિલામાં ચર્ચા કરશે અને નિર્ણય લેશે.

વેંકટેશે કહ્યું કે, અમે અત્યાર સુધી નિર્ણય લીધો નથી. પૂર્વવર્તી ભાજપ સરકાર એક બિલ લાવી હતી, જેમાં તેણે ભેંસ અને પાડાઓનું વધ કરવાની મંજૂરી આપી હતી, પરંતુ કહ્યું હતું કે, ગૌહત્યા ન થવી જોઈએ. જ્યારે ભેંસ અને પાડાઓનું વધ કરી શકાય છે તો ગાયોનું કેમ નહીં? આ સવાલ સ્વાભાવિક રૂપે ઉઠે છે. અમે ચર્ચા કરીશું અને નિર્ણય લઈશું. આ સિલસિલામાં અત્યાર સુધી કોઈ ચર્ચા થઈ નથી.

મંત્રીએ ઘરડી ગાયોની દેખરેખ કરવામાં ખેડૂતો પડતી મુશ્કેલીઓ બાબતે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં પોતાનું ઉદાહરણ આપ્યું હતું. જેમાં તેમણે પોતાની મૃત ગાયને દફન કરવા માટે એક JCBની મદદ લેવાની પડી હતી. તેમણે કહ્યું કે, મારા ઘરમાં પણ 3-4 ગાયો હતી. જ્યારે એક મરી જતી હતી તો અમારે ખૂબ મુશ્કેલીથી ખાડો ખોદીને દફનાવવી પડતી હતી. 25 લોકો ગયા બાદ પણ મરેલી ગાયને ઉઠાવી શકતા નહોતા.

અંતે JCB લાવીને મરેલી ગાયને ખાડો ખોદીને દફનાવવી પડી હતી. કર્ણાટકમાં પશુ વધ નિયંત્રણ અને સંરક્ષણ અધિનિયમને વર્ષ 2021માં તાત્કાલિક ભાજપ સરકારે લાગૂ કર્યો હતો. આ અધિનિયમ રાજ્યમાં પશુઓના વધ પર પ્રતિબંધ લગાવે છે. માત્ર બીમાર પશુઓ અને 13 વર્ષથી વધુ ઉંમરની ભેંસોનું વધ કરવાની મંજૂરી આપવામાં આવી. રાજ્યમાં એ સમયે વિપક્ષમાં રહેલી કોંગ્રેસે તાત્કાલિક ભાજપના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp