4 બાળકો અને 1 મહિલાની હત્યાનો ખુલાસો થયો, ‘વર્ચ્યુઅલ લવર’નો કારસો સામે આવ્યો

PC: starofmysore.com

કર્ણાટકના માંડ્યા જિલ્લામાં આવેલા કે આર સાગરમાં 6 ફેબ્રુઆરી, 2022ના દિવસે જઘન્ય હત્યાકાંડ સામે આવ્યો હતો,જેમાં એક મહિલા અને 4 બાળકોની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. હત્યા સમયે ઘરમાં તોડફોડ કરવામાં આવી હતી અને કબાટમાંથી ઘરેણાં પણ ગુમ હતા, પોલીસે આ લૂંટ અને મર્ડરની ઘટના માનીને એ દિશામાં તપાસ કરી હતી, પરંતુ ધીમે ધીમે છેડા એવી વ્યક્તિ સામે આવ્યા કે જે મરનાર પરિવારને સારી રીતે જાણતી હતી. પોલીસને એક વર્ષ પછી હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.

 માંડ્યાના કે આર સાગરમાં 30 વર્ષની લક્ષ્મી ગંગારામ, તેના 3 બાળકો કોમલા, રાજ, કુણાલ અને ભત્રીજા ગોવિંદની હત્યા કરવામાં આવી હતી. પાંચેયની લાશ રૂમમાં પડી હતી. લક્ષ્મી ગંગારામના ઘરમાં તોડફોટ કરવામાં આવી હતી અને ઘરેણાં ગાયબ હતા. પોલીસે શરૂઆતામાં લૂંટ વિથ મર્જરની દિશામાં તપાસ શરૂ કરી, પરંતુ આ ઘટનામાં એક ગુમનામ પ્રેમી ( વર્ચ્યુઅલ લવર)ની ભૂમિકા તરફ ઇશારો થયો હતો.

બાઉરી સમુદાયના ગંગારામ અને લક્ષ્મી પોતાના 150 અન્ય પરિવારો સાથે કે આર શહેરમાં રહેતા હતા.ગંગારામ બીજા પરિવારોની જેમ ફુલ અને કપડાં વેચવાનું કામ કરતો હતો.

પોલીસે કહ્યું કે મૈસુરમાં એક લક્ષ્મી નામની મહિલા રહેતી હતી. મરનાર મહિલાનું નામ પણ લક્ષ્મી હતું અને મૈસુરમાં રહેતી મહિલાનું નામ લક્ષ્મી હતું. મૈસુરની લક્ષ્મી ગંગારામની દુરની સંબંધી હતી. આ લક્ષ્મી ગંગારામને પ્રેમ કરતી હતી, પરંતુ ગંગારામ પરણિત હોવાને કારણે લક્ષ્મીએ પોતાના પ્રેમની વાત છુપાવી રાખી હતી.

મૈસુરની લક્ષ્મીએ વાત તો છુપાવી, પરંતુ તેનો પ્રેમ ઉછાળા મારતો હતો એટલે તેણે એક અલગ નંબર મેળવીને ગંગારામ સાથે ફોન પર વાત કરવાનું શરૂ કર્યુ હતું. લક્ષ્મીએ ગંગારામને પોતાની ઓળખ જાહેર નહોતી કરી. પોલીસે કહ્યુ કે, ગંગારામ અને લક્ષ્મી વચ્ચે ફોન પર લગભગ 1 વર્ષ સુધી અફેર ચાલ્યુ હતું. એક વખત લક્ષ્મીએ ગંગારામને પરિવારને છોડીને લગ્ન કરવા કહ્યું તો ગંગારામે ઇન્કાર કરી દીધો હતો. ગંગારામે કહ્યું હતું કે મારો પરિવાર મારી પ્રાથમિકતા છે.

આ વાતથી વ્યથિત થયેલી લક્ષ્મીએ કોઇકની પાસેથી માંસ કાપવાને બહાને ચાકુ ઉછીનો લીધો હતો અને ટુ વ્હીલર પર ગંગારામના ઘરે પહોંચી હતી. તે વખતે ગંગારામ ઘરે નહોતો અને ગંગારામની પત્ની અને બાળકો સુતા હતા.

લક્ષ્મીનો ઇરાદો માત્ર લક્ષ્મીની હત્યા કરવાનો હતો, પરંતુ જ્યારે ગંગારામની પત્નીની હત્યા કરી ત્યારે બાળકો ઉઠી ગયા હતા એટલે લક્ષ્મીએ 4 બાળકોને પણ મોતને ઘાટ ઉતારી દીધા હતા.

પોલીસે જ્યારે ગંગારામની પત્નીના કોલ રેકોર્ડ તપાસ્યા ત્યારે એક નંબર સામે આવ્યો અને તેની તપાસ કરી તો એક 65 વર્ષની મહિલાના નામ પર સીમકાર્ડ હતો. મહિલાએ જ્યારે માહિતી આપી હતી કે તેનો સીમકાર્ડ લક્ષ્મી વાપરતી હતી ત્યારે પોલીસે લક્ષ્મની ધરપકડ કરી હતી અને તેણીએ ગુનો કબુલ કરી લીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp