PMના નામ પર વોટ માગનારા ભાજપના નેતાઓને ચપ્પલોથી મારો: શ્રીરામ સેના પ્રમખ

PC: sanatanprabhat.org

આ વર્ષે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી થવાની છે. પાર્ટીઓ એક-બીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવી રહી છે. આ દરમિયાન રાષ્ટ્રીય હિન્દુ સેના નામના સંગઠનના પ્રમુખ પ્રમોદ મુથાલિકનું એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે. તેમણે રાજ્યના ભારતીય જનતા પાર્ટી (BJP) નેતાઓ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ પર વોટ માગવાનો આરોપ લગાવ્યો છે. એક રિપોર્ટ મુજબ, મુથાલિકે ભાજપના નેતાઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ અને ફોટોનો ઉપયોગ કર્યા વિના વોટ હાંસલ કરવાનો પડકાર આપ્યો છે.

મહારાષ્ટ્રના કારવાર શહેરમાં પ્રમોદ મુથાલિકે નિવેદન આપતા કહ્યું હતું કે, આ વખત મોદીનું નામ લીધા વિના વોટ માગો. પેમ્ફ્લેટ અને બેનરમાં મોદીનો ફોટો ન હોવો જોઇએ. મતદાતાઓને કહો કે, તમે વિકાસ કર્યો છે, તમે ગાયોને બચાવી છે. તમે હિન્દુત્વ માટે કામ કર્યું છે. છાતી ઠોકી ઠોકીને વોટ માગવાનો પ્રયાસ કરો. એ આધાર પર કે તમે એટલું કામ કર્યું છે. તેમણે આગળ કહ્યું કે, તેઓ વડાપ્રધાનનું નામ લીધા વોટ ન માગે એવું નહીં થાય, તેઓ ફરી તમારા દરવાજા પર આવશે. કહેશે કે કૃપયા તમારો વોટ મોદીને આપો.

પ્રમોદ મુથાલિકે કહ્યું કે, તેઓ મોદીનું નામ લે તો તેમને ચપ્પલોથી મારો. તેઓ બધા નાલાયક છે. આ નાલાયક લોકો મોદીનું નામ લે છે, પરંતુ પોતાના કાર્યકર્તાઓની પરેશાની ક્યારેય નહીં સમજે. ત્યારબાદ પ્રમોદ મુથાલિકે લોકોને ભાજપના પક્ષમાં વોટ ન કરવા કહ્યું. આરોપ લગાવ્યો કે, પાર્ટી માત્ર મોદીનું નામ લેવાનું જાણે છે. બીજી તરફ ચૂંટણી પહેલા તૈયારી માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પાર્ટી નેતાઓને કહ્યું કે, તેઓ જૂના મૈસૂર ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરે, જે કોંગ્રેસ અને JDSનું ગઢ છે.

અમિત શાહે ક્ષેત્રના પાર્ટી નેતાઓને એ સુનિશ્ચિત કરવા કહ્યું કે, ભાજપ ત્યાં નંબર વન પાર્ટી બનીને આગળ આવે. આ પહેલી વખત નથી જ્યારે પ્રમોદ મુથાલિકે વિવાદિત નિવેદન આપ્યું હોય. 20 ફેબ્રુઆરી 2023ના રોજ પણ કર્ણાટકમાં પ્રમોદ મુથાલિકે વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે રાજ્યમાં હિન્દુ પુરુષોને ‘લવ જિહાદ’નો સામનો કરવા માટે મુસ્લિમ છોકરીઓને ફસાવવાનું આહ્વાન કર્યું અને તેમને સુરક્ષાનું આશ્વાસન પણ આપ્યું હતું.

બગલકોટમાં એક જનસભાને સંબોધિત કરતા તેમણે કહ્યું હતું કે, આપણે સ્પષ્ટ રૂપે જાણીએ છીએ કે, કર્ણાટકમાં શું થઇ રહ્યું છે અને મારી પાસે તેનું સમાધાન છે. જો આપણે લવ-જિહાદમાં એક હિન્દુ છોકરી ગુમાવી દઇએ છીએ તો આપણે તેનો બદલો લેવા માટે 10 મુસ્લિમ મહિલાઓને ફસાવવી પડશે. જો એમ થાય છે તો શ્રીરામ સેના એવા લોકોને સુરક્ષા અને રોજગાર પણ આપશે. આપણે બાહ્ય તાકતોથી પોતાના ધર્મની સુરક્ષા કરવી પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp