26 જાન્યુઆરીની પરેડમાં ભાજપ શાસિત આ રાજ્યની ઝાંખી સામેલ ન થવા પર વિવાદ

PC: twitter.com

નવી દિલ્હીમાં ગણતંત્ર દિવસની પરેડમાં આ વખતે કર્ણાટકની ઝાંખી નહીં જોવા મળશે. જો કે, છેલ્લા સતત 13 વર્ષથી રાજ્યની ઝાંખી પરેડમાં સામેલ થઈ રહી છે. આ વખતે આમ નહીં થવા પર રાજ્ય સરકારે સ્પષ્ટતા જાહેર કરી છે. જો કે, તે હવે એક રાજકીય મુદ્દો બની ગયો છે, કોંગ્રેસે આ અંગે રાજ્ય સરકાર પર પ્રહારો કર્યા છે.

 

કર્ણાટક સરકારે રવિવારના રોજ કહ્યું હતું કે, રાજ્યની ઝાંખીને આ વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેવાની તક નથી મળી અને આવું કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવાને કારણે થયું છે.

આથી કર્ણાટકને નહીં મળી તક

પ્રજાસત્તાક દિવસની ઝાંખીના નોડલ અધિકારી C.R.નવીને એક નિવેદનમાં કહ્યું, 'આ વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડમાં રાજ્યોની ઝાંખીઓની સહભાગિતાના સંદર્ભમાં, ભારત સરકારે માર્ગદર્શિકા જારી કરી છે, જેમાં તે રાજ્યોને તકો પૂરી પાડવાની વાત છે જેમણે છેલ્લા 8 વર્ષ દરમ્યાન આમાં ભાગ નથી લીધો અથવા સૌથી ઓછી વાર ભાગ લીધો છે. આ માટે, કર્ણાટક રાજ્યને પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેવાની તક નથી મળી.

નવીને કહ્યું, 'આ સિવાય, જો ગયા વર્ષે ભાગ લેનારા રાજ્યોની યાદી અને આ વર્ષે પસંદ કરાયેલા રાજ્યોની સરખામણી કરવામાં આવે છે, તો તે સ્પષ્ટ છે કે 2022મા એવોર્ડ જીતનાર તમામ ત્રણેય રાજ્યોની પસંદગી આ વર્ષે નથી કરવામાં આવી. આ સાથે જ, ત્રણ રાજ્યોને બાદ કરતાં, ગયા વર્ષે ભાગ લેનારા બાકીના રાજ્યોની પસંદગી નથી કરવામાં આવી.

કર્ણાટકે આ વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન ઝાંખીના માધ્યમથી પોતાના મોટા અનાજની વિવિધતા પ્રદર્શિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. રાજ્યની ઝાંખીને ગયા વર્ષે બીજા ક્રમનું શ્રેષ્ઠ જાહેર કરવામાં આવ્યું હતું.

સિદ્ધારમૈયાએ સાધ્યું નિશાન

વિધાનસભામાં વિપક્ષના નેતા સિદ્ધારમૈયાએ રાજ્યનું ગૌરવ જાળવવાની ગંભીરતા પર સવાલ ઉઠાવતા આ મામલે રાજ્યની ભાજપ સરકાર પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યું, 'તે દુર્ભાગ્યપૂર્ણ છે કે આ વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડમાં કર્ણાટક ભાગ નહીં લેશે, રાજ્યની ઝાંખીનો અસ્વીકાર કરવો એ દર્શાવે છે કે, અહીંની ભાજપ સરકાર આપણા રાજ્યના ગૌરવને સાચવી રાખવા માટે કેટલી ગંભીર છે.'

કોંગ્રેસ નેતાએ ઘણા ટ્વીટ્ કરીને આરોપ લગાવ્યો કે, 'અક્ષમ અને નબળા મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ અને તેમના કેબિનેટ મંત્રી 40 ટકા કમિશનના માધ્યમથી સરકારી સંસાધનોને લૂંટવા અંગે ચિંતિત છે. જો તેઓએ વિષયને તૈયાર કરવા માટે થોડો વધુ વિચાર કર્યો હોત, તો કર્ણાટક પ્રજાસત્તાક દિવસે પોતાની ઝાંખી રજૂ કરી શક્યું હોત.'

સિદ્ધારમૈયાએ કહ્યું, 'રાજ્યની ભાજપ સરકારે તેના હાઈકમાન્ડના હિતોને ગોઠવવા માટે અમારા ગૌરવને છોડી દીધું છે. શું ભાજપના કોઈ પણ સાંસદે અમારી ઝાંખીના અસ્વીકાર કરવા પર વાંધો ઉઠાવ્યો છે?'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp