કર્ણાટકમાં મિલ્ક વોર, જાણો, અમૂલ vs નંદિનીનો વિવાદ શું છે?
કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી હવે નજીકમાં છે એવા સમયે ત્યાં મિલ્ક વોર શરૂ થયું છે. દુધના જંગને કારણે કર્ણાટકમાં રાજકીય પારો ઉંચો ચઢી ગયો છે. તમિલનાડુમાં દહીં વિવાદ બાદ કર્ણાટકમાં હવે દુધનો વિવાદ ઉભો થયો છે. બે મોટી મિલ્ક બ્રાન્ડ આમને સામને આવી ગઇ છે. અમૂલ અને નંદિની બંને બ્રાન્ડની લડાઇને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે.
અમૂલે કર્ણાટકમાં પ્રવેશની જાહેરાત કરતાં વિવાદ શરૂ થયો હતો. ત્યારથી કર્ણાટકમાં અમૂલને લઈને વિવાદ શરૂ થયો છે. #GoBackAmul #savennandini જેવા હેશટેગ્સ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યા હતા.
અમૂલે 5 એપ્રિલે એક ટ્વીટ કર્યું હતું,જેમાંલખવામાં આવ્યુ હતુ કે અમૂલ હવે બેંગલુરમાં દુધ અને દહીંના ઉત્પાદનોની સપ્લાય કરશે. આ વાતને કર્ણાટક કોંગ્રેસે પકડી લીધી અને ભાજપ પર આરોપ લગાવ્યો કે તેઓ કર્ણાટકની નંદિની બ્રાન્ડને ખતમ કરવા માંગે છે એટલે અમૂલની એન્ટ્રી કરાવે છે. નંદિનીએ કર્ણાટક મિલ્ક ફેડરેશનનની બ્રાન્ડ છે.
કોંગ્રેસે આ મુદ્દાને ઉછાળ્યો અને વિવાદ વધી ગયો. કર્ણાટકમાં અમૂલ સામે લોકોની નારાજગી વધવા માંડી. આ વિવાદમાં રાજકીય પાર્ટીઓએ પણ ઝંપલાવ્યું. વિપક્ષે આરોપ લગાવ્યો કે જ્યારે કર્ણાટકની પોતાની મિલ્ક બ્રાન્ડ છે તો પછી ગુજરાતના મિલ્ક બ્રાન્ડની અહીં શું જરૂર છે? વિપક્ષે આ મુદ્દાને પ્રજા સુધી લઇ જવાનું નક્કી કર્યું અને રાજયભરમા અમૂલ સામે વિરોધ શરૂ થયો. સોશિયલ મીડિયા પર#GoBackAmul #savennandini જેવા હેશટેગ્સ ટ્રેન્ડ થવા લાગ્યા હતા.
વિપક્ષના હંગામા પછી કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇએ કહ્યુ કે, વિપક્ષ વગર કારણે આ મુદ્દાને રાજકીય રંગ આપી રહ્યું છે. તેમણે કહ્યું કે, કર્ણાટકમાં નંદિની ઉપરાંત 18 અલગ- અલગ મિલ્ક બ્રાન્ડના પ્રોડક્ટ વેચાઇ રહ્યા છે. કોઇને કોઇ નુકશાન થયું નથી. અમૂલના નામ પર કોંગ્રેસ જાણી જોઇને રાજકારણ કરી રહી છે એમ મુખ્યમંત્રીએ કહ્યું.
મુખ્યમંત્રીએ કહ્યું કે નંદિનીને દેશની નંબર-1 બ્રાન્ડ બનાવવા માટે અમૂલ કરતા પણ વધારે પ્રતિસ્ર્પધી બનાવવામાં આવી રહી છે.
કર્ણાટકની સૌથી મોટી મિલ્ક બ્રાન્ડ નંદિની દરરોજ 23 લાખ લીટરથી વધારે દુધનું ઉત્પાદન કરે છે. બેંગલુર માર્કેટની કુલ 70 ટકા માગને માત્ર નંદિની પુરી પાડે છે. અમૂલની સરખામણીએ નંદિનીના દુધના ભાવમાં પણ મોટું અંતર છે. કર્ણાટકમાં નંદિનીનું દુધ લીટરે 39 રૂપિયામાં વેચાઇ છે, જ્યારે અમૂલ દુધનો ભાવ લીટરે 54 રૂપિયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp