બ્યૂટી પાર્લરથી પરત ફરેલી કન્યાનો ચહેરો સોજી ગયો, તો વરરાજાએ લગ્ન કરવાની પાડી ના

PC: aajtak.in

લગ્નના દિવસે શાનદાર રીતે તૈયાર થવાનું સપનું દરેક દુલ્હનનું હોય છે. આ ખાસ દિવસ પર ખૂબ જ સુંદર દેખાવા માટે દુલ્હન સારામાં સારા બ્યૂટી પાર્લર જઈને તૈયાર થાય છે. તેના માટે ઘણા દિવસ પહેલાથી જ મેકઓવર શરૂ થઈ જાય છે. આ દરમિયાન ઘણા પ્રકારની પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી દુલ્હનને ખાસ અને અલગ દેખાડી શકાય, પરંતુ વિચારો જો આ જ મેકઅપ કોઈના ચહેરાને એટલો બગડી દે કે તેના લગ્ન તૂટી જાય. એવી જ એક ઘટના કર્ણાટકમાં સામે આવી છે.

લગ્નના દિવસે લોકલ બ્યૂટી પાર્લરમાં જવું એક છોકરીને ખૂબ મોંઘું પડી ગયું. બ્યૂટી પાર્લરથી પરત આવ્યા બાદ તેનો ચહેરા પર ખૂબ અજીબોગરીબ રીતે સોજો આવી ગયો. તેને જોઈને વરરાજાએ લગ્ન કરવાની જ ના પાડી દીધી અને અંતે જાન પાછી ફરી ગઈ. આ ઘટના કર્ણાટકના હસન જિલ્લા સ્થિત અરાસિકેરે ગામની છે. હાલમાં મહિલા ICUમાં છે અને તેની સારવાર હૉસ્પિટલમાં કરાવવામાં આવી રહી છે લગ્નના દિવસે બ્યૂટી પાર્લર જવાનો આજકાલ રિવાજ ચાલી રહ્યો છે. આ જ પ્રકારે કર્ણાટકની આ મહિલા પણ પોતાનાઆ વિસ્તારની બ્યૂટી પાર્લર ગઈ હતી.

તેનો ઇરાદો પોતાનો મેકઓવર કરાવવાનો હતો. ત્યાં તેણે પહેલા ચહેરાનું ફાઉન્ડેશન કરાવ્યું. તે કંઈક નવું કરવા માગતી હતી. એટલે ફાઉન્ડેશન બાદ સ્ટીમ લીધું. સ્ટીમ લેતા જ તેનો ચહેરો સળગી ગયો અને ઠેર ઠેર સોજો આવી ગયો. બીજી તરફ જ્યારે છોકરીની આ હાલત બાબતે વરરાજાએ સાંભળ્યું તો તેણે લગ્ન કરવાની ના પાડી દીધી. લોકોના વારંવાર સમજાવવા છતા તે રાજી ન થયો અને આખરે લગ્ન તૂટી ગયા. તો છોકરીના પરિવારજનો પહેલા તો તેને લઈને હૉસ્પિટલ ગયા, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ત્યારબાદ બ્યૂટી પાર્લરની માલકિન વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ બ્યૂટી પાર્લર સંચાલિકા ગંગાની પૂછપરછ કરી રહી છે.

તો ઓરૈયામાં જાન લઈને આવેલા વરરાજાએ દુલ્હનના પિતાની મારી દીધો. તેનાથી નારાજ થઈને દુલ્હને લગ્ન કરવાની ના પાડી દીધી અને વરમાળા પહેરાવ્યા વિના જ સ્ટેજ પરથી ઉતરી ગઈ. ત્યારબાદ કલાકો પંચાયત ચાલી, પરંતુ દુલ્હન ન માની. ત્યારબાદ જાન દુલ્હનને લીધા વિના જ જતી રહી. આ ઘટના દિબિયાપુરના કન્ચૌસી ક્ષેત્રના માધવપુર ગામની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp