કાશી વિશ્વનાથમાં ભક્તોએ 50 કરોડથી વધુ રોકડ દાન અને આટલા કિલો સોનું ચઢાવ્યું

PC: thewire.in

બનારસ નગરી કાશી વિશ્વનાથ મંદિર કોરિડૉરના ભવ્ય નિર્માણ બાદ મંદિરોની કમાણીમાં પણ વધારો થયો છે. કાશી વિશ્વનાથના પુજારી શ્રીકાંત મિશ્રા કહે છે કે, જ્યારથી બાબાનું ધામ બન્યું છે તો ત્યાં ભક્તોની સંખ્યામાં દસ ગણો વધારો થયો છે. આ સાથે જ મંદિરની પણ આવક વધી છે. શ્રીકાશી વિશ્વનાથ મંદિરના અધિકારીના જણાવ્યા અનુસાર, 13 ડિસેમ્બર, 2021 થી લઇને 2022 સુધી શ્રદ્ધાળુઓ દ્વારા 100 કરોડ રૂપિયા કરતા વધુનું દાન અર્પણ કરવામાં આવ્યું, જે મંદિરના ઇતિહાસમાં સર્વાધિક છે. સાથે જ ગત વર્ષની સરખામણીમાં આ રકમ આશરે 500 ટકા કરતા વધુ છે.

સુનીલ કુમાર વર્માએ જણાવ્યું કે, લોકાર્પણ બાદથી લઇને અત્યારસુધી મંદિરમાં 7.35 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે. વર્માએ જણાવ્યું કે, ધામના લોકાર્પણથી ડિસેમ્બર 2022 સુધી શ્રદ્ધાળુઓ દ્વારા આશરે 50 કરોડ કરતા વધુની કેશ દાન કરી છે. તેમાંથી 40 ટકા ધનરાશિ ઓનલાઇન સુવિધાઓના ઉપયોગથી પ્રાપ્ત થાય છે. તેમજ, શ્રદ્ધાળુઓ દ્વારા આશરે 50 કરોડ કરતા વધુની બહુમૂલ્ય ધાતુ 60 કિલો સોનું, 10 કિલો ચાંદી અને 1500 કિલો તાંબુ પણ દાન કરવામાં આવ્યું છે. આસ્થાવાનો દ્વારા આપવામાં આવેલા સોના તેમજ તાંબાના પ્રયોગ કરી ગર્ભગૃહના બહારની તેમજ આંતરિક દીવાલોને સોનાથી મઢવામાં આવી છે.

મંદિરમાં 200 લોકોના પુજારીનો પરિવાર છે. આ ઉપરાંત, 200 લોકો પંડેના પરિવારોના છે. તેનો પૂરો ખર્ચ અહીંથી જ ચાલે છે. પહેલા રવિવાર અને ભૈરવ અષ્ટમીમાં ભીડ થતી હતી. પરંતુ, હવે અનુમાન પ્રમાણે 10 હજારની ભીડ રોજ આવે છે. તેમા આશરે 80 હજાર રૂપિયા આવે છે. આ ઉપરાંત, રવિવારની કમાણી થોડી વધી જાય છે. તેમણે કહ્યું કે, કોરિડૉર વ્યાપાર માટે એક આશીર્વાદ છે. ગિરી કહે છે કે, તેમને ત્રણવાર વડાપ્રધાનનું પૂજન કરવાનો અવસર મળ્યો છે. તેમણે આ વખતે દક્ષિણા પણ આપી છે. સંકટ મોચનના મહંત વિશમ્ભરનાથ મિશ્રા કહે છે કે, બનારસમાં આ આખા વર્ષ દરમિયાન સંખ્યા વધી છે. અહીં ટૂરિઝ્મના પ્રમોશનના કારણે વિઝિટરની સંખ્યા વધી ગઈ છે. અહીં પારંપરિક વસ્તુઓ પહેલાની જેમ જ ચાલી રહી છે. તેમણે કહ્યું કે, સંકટ મોચનમાં શનિવાર અને મંગળવારે ભીડ રહે છે. ઉલ્લેખનીય બાબત છે કે, જે બનારસ આવશે તેને મંદિર તરફ આકર્ષણ થશે, તેઓ પણ તેમા ઉમેરાઇ જાય છે.

કાશી વિશ્વનાથ કોરિડૉરે બનારસના નાના વેપારીઓને બૂસ્ટર ડોઝ આપી દીધો છે. તેમના વ્યાપારમાં ચારથી પાંચ ગણો વધારો થયો છે. કોરોના સંકટના સમયે મુશ્કેલીઓ ઉઠાવી રહેલા લારી, ફૂલમાળા, કચોરી, પાન લગાવનારા સહિત ઘણા વેન્ડરોને હવે સંજીવની મળી ગઈ છે. કાશીના જાણકાર જણાવે છે કે, ધામના લોકાર્પણ બાદ અહીં આવેલા બદલાવને જોઇ શકાય છે. ડિસોમ્બર 2021માં દક્ષિણ ભારતીયોની કેટલીક ટોળી બાંસફાટક, જ્ઞાનવાપી અને કાલભૈરવ સુધી સીમિત હતી. બાંકી સાંવનમાં પણ ભીડ ખૂબ દેખાતી હતી પરંતુ, હવે કોઇકને કોઇક પ્રદેશ અને દુનિયાથી લોકો દેખાય છે. મૈદાગિનથી બુલાનાલાની વચ્ચે ઘણી નવી રેસ્ટોરન્ટ ખુલી છે. ગોદૌલિયાથી લઇને દશાશ્વમેધ ઘાટ સુધી બનારસની વ્યંજનનો સ્વાદ લેતા લોકો દેખાય છે. બાંસફાટક ફુલ બજારની પાસે હવે 24 કલાક ફુલોની દુકાનો મળશે. ગંગા પર આશ્રિત નાવિક પણ ઘણા ચક્કર મારીને પોતાની આવક વધારી રહ્યા છે.

નવ્ય, ભવ્ય અને દિવ્ય કાશી વિશ્વનાથ ધામ અને ઝડપથી વિકસિત થઈ રહેલી સુવિધાઓના કારણે પોતાની એક અલગ છાપ છોડી રહ્યું છે. આ કારણે તે પર્યટકોની પહેલી પસંદ બનીને ઉભરી રહ્યું છે. કાશી વિશ્વનાથ કોરિડૉર બન્યા બાદથી બનારસમાં પર્યટન ઉદ્યોગે ઘણી ઊંચી છલાંગ લગાવી છે. કોરોનાની મંદીમાં સુસ્ત પડેલા આ સેક્ટરમાં આશરે પાંચ ગણો વધારો થયો છે. જાણકારો કહે છે કે, કાશી કોરિડૉર પર્યટન ઉદ્યોગ માટે જેકપોટ સાબિત થઈ રહ્યો છે. આંકડા દર્શાવે છે કે, કાશીમાં દર મહિને આશરે 20થી 30 લાખ પર્યટક પહોંચી રહ્યા છે. બનારસ હોટેલ એસોસિએશનના અધ્યક્ષ ગોકુલ શર્મા કહે છે કે, કાશી વિશ્વનાથ કોરિડૉરના ઉદ્ઘાટન બાદથી સમગ્ર દેશના લોકો અહીં આવી રહ્યા છે. અહીં યુવા દરેક ખૂણેથી આવી રહ્યા છે. સીઝનલ ફરનારા જ નહીં, પરંતુ આ સંખ્યા હવે નિયમિત વધી રહી છે. આશરે એક લાખ લોકો નિયમિત આવી રહ્યા છે. રજાના દિવસે આ સંખ્યા બેગણી થઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp