વધુ એક કાશ્મીરી પંડિતની હત્યા, કાશ્મીરમાં 370 હટ્યા પછી ચોથું ‘ટાર્ગેટ કિલીંગ’
કાશ્મીરમાં ફરી એકવાર આતંકવાદીઓએ કશ્મીરી પંડિતોને‘ટાર્ગેટ કિલીંગ’ના શિકાર બનાવ્યા છે. દક્ષિણ કાશ્મીરમાં 26 ફેબ્રુઆરી, રવિવારે સવારે ATMમાં સુરક્ષા ગાર્ડ તરીકે નોકરી કરતા 40 વર્ષના કાશ્મીરી પંડિતને શંકાસ્પદ આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી નાંખી હતી.
ભારત સરકારે 5 ઓગસ્ટ,2019ના દિવસે કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવી દીધા પછી ઘાટીમાં કાશ્મીરી પંડિતો સતત આતંકવાદીઓના નિશાના પર છે. અત્યાર સુધીમાં રાહુલ ભટ, પૂરન ભટ, સુનીલ કુમાર ભટની અલગ અલગ હુમલાઓમાં હત્યા કરી દેવામાં આવે છે. આ ઉપરાંત પીતાંબર નાથ ભટ પણ આતંકવાદીઓના હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા હતા.
પોલીસે કહ્યું હતું કે, ATM ગાર્ડ તરીકે કામ કરતા સંજય શર્માને રવિવારે સવારે 11 વાગ્યે દક્ષિણ કાશ્મીર જિલ્લાના અચન વિસ્તારમાં એકદમ નજીકથી છાતીમાં ગોળી ધરબી દેવામાં આવી હતી.
Terrorists fired upon one civilian from minority namely Sanjay Sharma
— Kashmir Zone Police (@KashmirPolice) February 26, 2023
S/O Kashinath Sharma R/O Achan Pulwama while on way to local market. He was shifted to hospital however, he succumbed to injuries. There was Armed guard in his village. Area cordoned off. Details shall follow.
કાશ્મીર ઝોન પોલીસે ટ્વીટર પર જાણકારી આપી છે કે, આતંકવાદીઓએ સંજય શર્મા જ્યારે બજાર જઇ રહ્યા હતા ત્યારે તેને ગોળી મારી દીધી હતી. સંજય શર્માને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો, પરંતુ ગંભીર રીતે ઘાયલ થવાને કારણે તેનું મોત થયું હતું. આખા વિસ્તારની ઘેરાબંદી કરી દેવામાં આવી છે.
PTIના એક રિપોર્ટમાં કહેવામાં મજુબ, સંજય શર્માના સહયોગીઓએ કહ્યું હતું કે મૃતક સંજય બેંકમાં ATM ગાર્ડ તરીકે કામ કરતો હતો, પરંતુ તેના સમાજના સભ્યો પર થયેલા આતંકવાદી હુમલાને કારણે કેટલાંક સમયથી ડયૂટી પર જતો નહોતો.
નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાએ એક ટ્વીટ કરીને કહ્યું કે, દક્ષિણ કાશ્મીરના પુલવામાં જિલ્લામાં આવેલા અચન વિસ્તારમાં સંજય પંડિતના નિધન વિશે જાણીને ઉંડા દુખની લાગણી વ્યકત કરુ છું. સંજય બેંકમાં સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરતો હતો અને આજે સવારે આતંકવાદી હુમલામાં મોતને ભેટ્યો. હું આ હુમલાની એકી અવાજે નિંદા કરુ છુ અને તેમના સ્વજનોને મારી સંવેદના વ્યકત કરું છુ.
પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના પ્રમુખ મહેબૂબા મુફ્તીએ કાશ્મીરી પંડિતોનું રક્ષણ કરવામાં નિષ્ફળ રહેવા માટે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવી હતી.પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું, થોડા દિવસો પહેલા રાજસ્થાનમાં દક્ષિણપંથી આતંકવાદીઓએ બે મુસ્લિમોની હત્યા કરી હતી. આજે તમે એક હિન્દુની હત્યા કરી હતી. તમારા અને તેમનામાં શું ફરક છે?
ડેમોક્રેટિક પ્રોગેસિવ આઝાદ પાર્ટીના પ્રમુખ ગુલામ નબી આઝાદે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, આ એક ગંભીર ચિંતાનો વિષય છે. કોઇ પણ હત્યા, ખાસ કરીને ટાર્ગેટ કિલીંગ એ ગંભીર ચિંતાની બાબત છે અને નિંદનીય છે. તેમણે કહ્યુ કે, હું આ ઘટનાની નિંદા કરું છું.
જો કે, ગુલામ નબીએ ઉમેર્યું હતું કે સૌથી દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે છેલ્લા 30 વર્ષમાં આવી ઘટનાઓના સંબંધમાં ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે, છેલ્લા બે વર્ષમાં આવા ટાર્ગેટ કિલીંગ માટે એક પણ હત્યારાની ધરપકડ કરવામાં આવી નથી.
કાશ્મીરી પંડિત સમાજે રવિવારે ઘટનાને વખોડી હતી અને તેના માટે સરકારને જવાબદાર ઠેરવી હતી. કાશ્મીરી પંડિતોના એક સંગઠન, કાશ્મીરી પંડિત સંઘર્ષ સમિતિએ ટ્વીટ કરીને લખ્યું કે કાશ્મીરના લેફટન્ટ જનરલ (LG) મનોજ સિંહાને શરમ આવવી જોઇએ.
#ANOTHERNONMIGRANTKASHMIRIPANDITKILLEDTODAY
— KPSS (@KPSSamiti) February 26, 2023
Shame on MANOJ SINHA
yet another Non-Migrant kashmiri pandit was working as guard at ATM. Near his residence at Achan Pulwama survived by his wife and two Children's. He was brother of bushan Lal sharma the priest of kashmiri pandits. pic.twitter.com/5RQQJ5MEhO
ગયા વર્ષે ઓક્ટોબરમાં, કાશ્મીરી પંડિત ખેડૂત પુરણ કૃષ્ણ ભટને શોપિયાંના ચૌધરી ગુંડ ગામમાં તેમના ઘરની બહાર શંકાસ્પદ આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી હતી. આ હત્યાએ ખીણમાંથી હિજરતની નવી લહેર શરૂ કરી કારણ કે ગામના દસ પરિવારો ટૂંક સમયમાં જમ્મુ જવા રવાના થઇ ગયા હતા.
2019 માં જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કરવામાં આવ્યો ત્યારથી, ઘાટીમાં કાશ્મીરી પંડિતો અને લઘુમતી સમુદાયના અન્ય સભ્યો પર હુમલાઓનો સિલસિલો વધી રહ્યો છે. ઓક્ટોબર 2021થી હુમલામાં વધારો થયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp