‘કાશ્મીરી ભિખારી નથી’, ચૂંટણી પહેલા ઉમર અબ્દુલ્લા આવું કેમ બોલ્યા?

નેશનલ કોન્ફ્રેન્સના નેતા અને જમ્મૂ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ જલ્દી વિધાનસભા ચૂંટણી કરાવવાની માંગણી કરી છે. તેમણે મંગળવારે કહ્યું કે, ઇલેક્શન કાશ્મીરી લોકોનો અધિકાર છે અને તેના માટે કેન્દ્ર સામે અમે ભીખ નહીં માગીશું. ઉમરે કહ્યું કે, જો ચૂંટણી આ વર્ષે ન થાય તો કંઇ નહીં, પણ અમે ભિખારી નથી. હું આ પહેલા પણ કેટલીક વખત કહી ચૂક્યો છું કે, કાશ્મીરી ભિખારી નથી. જો તેઓ અમારા માટે ચૂંટણી કરાવે છે તો સારું છે. પણ તેઓ આમ નથી કરવા માગતા તો કોઇ વાંધો નથી.

પૂર્વ મુખ્યમંત્રી સાથે સંપત્તીઓ અને રાજ્યની જમીનોથી લોકોને બેદખલ કરવાને લઇને સવાલ પૂછવામાં આવ્યો. તેના જવાબમાં તેમણે કહ્યું કે, કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચૂંટણી ન થવાનું આ જ કારણ છે. ઉમરે કહ્યું કે, ભાજપના નેતૃત્વ વાળી કેન્દ્ર સરકાર જાણે છે કે, ચૂંટાયેલી સરકાર લોકોના જખમો પર મલમ લગાવે છે પણ તેઓ મીઠું નાખે છે. તેથી તેઓ ચૂંટણી નથી કરાવી રહ્યા. તેઓ લોકોને હેરાન પરેશાન કરવા માગે છે. એવું લાગે છે કે, જખમ પર મલમ લગાવવાની જગ્યા પર, તેમને જખમ મોટું કરવાની આદત છે.

ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે, હાલના આતંકવાદી હુમલાને જોતા ગ્રામ રક્ષકોને હથિયાર આપવાનો નિર્ણય સરકારની વિફળતાને દર્શાવે છે. તેમણે કહ્યું કે, જમ્મૂ કાશ્મીર પાસેથી વિશેષ દરજ્જો રદ કરવાના સમયે ભાજપે દાવો કર્યો હતો કે, તેનાથી બંદૂક સંસ્કૃતિ ઓછી થવા લાગશે, જે અસત્ય સાબિત થઇ રહ્યું છે. તેમણે કહ્યું કે, 5મી ઓગસ્ટ 2019ના રોજ દેશને કહ્યું કે, કાશ્મીરમાં બંદૂક કલમ 370ના કારણે છે અને 370ને નિરસ્ત કરવાથી બંદૂક સંસ્કૃતિ ઓછી થવા લાગશે. જોકે, જમીન પર આવું નથી દેખાઇ રહ્યું. અમે રાજૌરીમાં જે પ્રકારનો હુમલો જોયો અને કાશ્મીરમાં જે પરિસ્થિતિ છે, ત્યાં સુરક્ષાબળોની સંખ્યા વધારવામાં આવી રહી છે. આ બધું હવે એ વાતની તરફ ઇશારો કરે છે કે, સ્થિતિ નિયંત્રણમાં નથી. સરકાર હવે એ પગલું લેવા માટે મજબૂર છે.

રાજૌરી જિલ્લામાં એક ગામમાં અધિકારીઓએ હાલમાં જ સ્થાનિક સ્વયંસેવકો વાળા સંગઠન ગ્રામ રક્ષા ગાર્ડને હથિયાર સોંપ્યા. ક્ષેત્રની સુરક્ષાને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી વીડીજીને બંદૂકો અને કારતૂસોનું આવંટન કરવામાં આવ્યું છે. બાલ જરાલાન ગામમાં 19મી ફેબ્રુઆરી, 1999ના રોજ એક આતંકવાદી હુમલો થયો હતો, જેમાં વિવાહ સમારોહમાં શામેલ થનારા 7 લોકોના મોત થયા હતા અને 7 અન્ય લોકો ઘાયલ થયા હતા. બાલ જરાલાન ધાંગરી ગામથી લગભગ 4 કિલોમીટર દૂર જ્યાં થોડા દિવસ પહેલા થયેલા આતંકવાદી હુમલામાં 6 લોકોના મોત થયા હતા અને કેટલાક ઘાયલ થયા હતા.

About The Author

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.