DJ વગાડવા પર વરને કાઝીએ ઘણું બધું સંભળાવ્યું, લગ્ન કરાવવાની ના પાડી દીધી

PC: hindi.news18.com

લગ્ન હોય કે બીજા સારા પ્રસંગો, DJ વગર કોઈ પણ સારા સમારોહમાં મજા નથી આવતી. આજકાલ DJ પર ડાન્સ કરવો સામાન્ય બની ગયો છે. દરેક નાના-મોટા કાર્યક્રમમાં યુવાનો જ નહીં પરંતુ વડીલો પણ DJ પર જોરદાર નાચતા જોવા મળે છે. લોકો ખુલ્લેઆમ DJ પર વાગતા ગીતોની ધૂનનો આનંદ માણે છે, જ્યારે કેટલાક લોકો એવા છે જે DJનો અવાજ સાંભળીને ગુસ્સે થઈ જાય છે. આવો જ એક કિસ્સો મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના નૌગાંવમાંથી સામે આવ્યો છે. DJ વગાડવા પર કાઝીને એટલો ગુસ્સો આવ્યો કે તેણે નિકાહ ભણાવવાની ના પાડી દીધી. આ બાબત સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બની છે.

મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લાના નૌગાંવમાં એક વરરાજાએ લગ્નના વરઘોડામાં DJ વગાડ્યું. DJ વગાડવા પર કાઝીને એટલો ગુસ્સો આવ્યો કે, તેણે નિકાહ ભણાવવાની ના પાડી દીધી. કાઝીએ વરરાજા અને તેના પરિવાર પર ગુસ્સો કરીને ખુબ સંભળાવ્યું. કાઝીએ તો વરને ત્યાં સુધી કહી દીધું કે, તેણે બેન્ડ-વાજા વાળાઓ પાસે જ નિકાહ ભણાવી લેવા જોઈએ. ઘણા લાંબા સમય પછી, જ્યારે વર પક્ષે  અને કન્યા પક્ષે જાહેરમાં માફી માંગી ત્યારે જઈને કાઝીએ નિકાહ વાંચ્યા.

અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લાના મુસ્લિમ સમાજની સમિતિઓએ પરસ્પર સંમતિથી નિકાહમાં DJ વગાડવા પર પ્રતિબંધ મૂક્યો છે. આમ છતાં પણ એક વરરાજા કોઈને જાણ કર્યા વિના DJ વગાડ્યું હતું અને દુલ્હનના ઘરે પહોંચ્યો હતો. એવું કહેવાય છે કે, તે DJને મસ્જિદ નજીક લઈ ગયો હતો. આ બાબતે કાઝી સાહેબ ગુસ્સામાં લાલચોળ થઇ ગયા હતા અને તેમણે નિકાહ ભણાવવાની ના પાડી દીધી હતી.

કાઝી સતત વરને ગુસ્સામાં બોલતા જ રહ્યા હતા. વરરાજા અને કન્યાના પરિવારે લગભગ 4 કલાક સુધી તેમને મનાવવામાં સમય પસાર કર્યો હતો. આ પછી, કાઝી એ શરતે નિકાહ કરવા સંમત થયા કે બંને પક્ષો મંચ પર જાહેરમાં માફી માંગે. જ્યારે વર-કન્યાના વડીલોએ જાહેરમાં મંચ પર માફી માંગી ત્યારે કાઝીએ મોડી રાત્રે 1:30 વાગે જઈને નિકાહ ભણાવ્યો હતો.

આ બાબતે જામા મસ્જિદના કાઝી મુનવ્વર રઝા કાદરીએ જણાવ્યું હતું કે, તેમણે લગ્નમાં થતા નકામા ખર્ચને રોકવા માટે આ પ્રકારની ચળવળ શરૂ કરી છે. લગ્નમાં DJ વગાડવું, નાચવું અને ગાવું ઇસ્લામમાં હરામ છે. શરિયત તેની મનાઈ ફરમાવે છે. દારૂ પીને DJ પર ડાન્સ કરે છે અને હંગામો મચાવે છે. મોડી રાત્રીના DJથી આસપાસમાં રહેતા લોકોને પણ પરેશાની થાય છે. બાળકો વાંચી શકતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp