કેદારનાથમાં સાધના કરતા સાધુઓનો વીડિયો વાયરલ, લોકો બોલ્યા- આ છે ભક્તિની શક્તિ

PC: twitter.com

કહેવાય છે કે આસ્થામાં ઘણી તાકાત હોય છે. જો મનમાં સાચી આસ્થા હોય તો હાલાત અને પરિસ્થિતિ કેટલી પણ પ્રતિકૂળ હોય, વ્યક્તિનો વાળ વાંકો કરી શકે તેમ નથી. એવું જ કંઈ હાલમાં સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યું છે. એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બે યોગીઓ ભારે બરફવર્ષાની વચ્ચે પણ તપસ્યા કરતા જોવા મળ્યા છે. આ વાયરલ વીડિયોમાં બે યોગીઓ બરફવર્ષા વચ્ચે કેદારનાથમાં ભગવાન શિવની સાધના કરી રહ્યા છે.

આશરે ઝીરો ડિગ્રી સે. તાપમાનની વચ્ચે બંનેએ શરીર પર નામ માત્ર કપડાં પહેર્યા છે. આ વીડિયોને જોનારા તેને ભોલે ભંડારીની આરાધનાની તાકાત બતાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયોને પ્રદ્યુમન શર્મા નામના ટ્વિટર યુઝરે શેર કર્યો છે. વીડિયોની સાથે કેપ્શનમાં પ્રદ્યુમને લખ્યું છે- શૂન્યથી ઓછું તાપમાન, રાતે 3.00 વાગ્યે કેદારનાથ ધામમાં થઈ રહેલી બરફ વર્ષા વચ્ચે પરમપિતા શિવની આરાધનામાં લીન સાધુ જનજીના દુર્લભ દર્શન. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, બંને સાધુઓની આસપાસ બરફની પરત જામેલી છે. જોકે આ બંને આસપાસના માહોલથી સંપૂર્ણ રીતે બેફિકર પોતાની સાધનામાં લીન નજરે આવી રહ્યા છે. બંનેની હાલત જોઈને એવું લાગી રહ્યું છે, માનો જાણે ભક્તિ અને વિશ્વાસના દમ પર અંતરાત્માથી ગરમીથી ઉર્જા પ્રાપ્ત થઈ રહી છે. જણાવી દઈએ કે, આ સમયે આખા દેશમાં કડકડતી ઠંડી પડી રહી છે. તેવામાં લોકો કપડાંના લેયરમાં લપેટેલા છે. લોકો માટે ઘરની બહાર નીકળવાનું ઘણું મુશ્કેલ થઈ ગયું છે. તે બધાની વચ્ચે આ સાધુઓની આ કઠિન તપસ્યાને લોકો આસ્થાનું જીવતું જાગતું ઉદાહરણ બતાવી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે, જો તમારી અંદર સાચી સાધના અને લગન છે તો ઈશ્વર તમારી મુશ્કેલીઓમાં પણ રક્ષા કરે છે.

દેશભરમાં હાલ કાતિલ ઠંડીનું મોજું ફરી વળેલું જોવા મળી રહ્યું છે. ઉત્તર ભારતના ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં ભારે બરફ વર્ષાના પગલે દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાત સહિતના રાજ્યોમાં હાડ થિજાવી દે તેવી ઠંડી પડી રહી છે. ઠંડીની સાથે ગાઢ ધુમ્મસના કારણે લોકોના જીવન પર તેની અસર જોવા મળી રહી છે. ફ્લાઈટ્સથી માંડીને ટ્રેનો ગાઢ ધુમ્મસના કારણે અટકી પડી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp