કેદારનાથ: પહાડ પરથી પથ્થરો પડ્યા, સુરતની યુવતી ખીણમાં પડી ગઇ, મોત
કેદારનાથની યાત્રાએ ગયેલી સુરતની 20 વર્ષની એક યુવતીનું મોત થયું છે. આ યુવતી ચાલત ચાલતા જઇ રહી ત્યારે અચાનક ટેકરી પરથી પત્થરો પડવાના શરૂ થયા, જેને કારણે યુવતી સીધી ખીણમાં પડી ગઇ હતી, બચવાનો કોઇ મોકો યુવતીને મળ્યો નહોતો.
કેદારનાથ પદયાત્રી માર્ગ પર દુ:ખદ અકસ્માત થયો હતો. જેમાં એક યુવતીનું મોત થયું છે જ્યારે એક યુવક ઘાયલ થયો છે.પ્રાપ્ત માહિતી અનુસાર બુધવારે સાંજે 4.20 કલાકે કેદારનાથ પદયાત્રી માર્ગના છેડી ગડેરા પાસે પહાડ પરથી એક પત્થર પડતા યુવતી રસ્તાથી 50 મીટર નીચે ઊંડી ખાઈમાં પડી હતી, જેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ યુવતી સુરતની છે અને તેની ઉંમર 20 વર્ષની છે. બિહારના એક 24 વર્ષના યુવાનને ઇજા થઇ છે, જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
ગૌરીકુંડ-કેદારનાથ પદયાત્રી માર્ગ પર છૌરી નજીક એક ટેકરી પરથી પત્થર પડ્યો જે સીધો 20 વર્ષની યુવતીને ભટકાયો હતો, જેના મારથી યુવતી સીધી ખીણમાં પડી જતા મોત થયું છે. જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો હતો, જેને રેસ્ક્યુ ટીમ દ્વારા સારવાર માટે સોનપ્રયાગમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે પંચનામું કરી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. આ પ્રવાસમાં પત્થર અથડાવાની આ ત્રીજી ઘટના છે. આ પહેલા પણ સોનપ્રયાગ એક્રો બ્રિજ પાસે બે ઘટના બની છે.
જાણવા મળેલી માહિતી મુજબ આ વિસ્તારમાં અવિરત વરસાદને કારણે પદયાત્રી માર્ગ પર પહાડી વિસ્તાર અત્યંત સંવેદનશીલ બની ગયો છે. બુધવારે મોડી સાંજે ગુજરાતના સુરત શહેરની રહેવાસી 20 વર્ષની અક્ષિતા શૈલીનું ખીણમાં પડી જવાને કારણે મોત થયું છે અને 24 વર્ષીય બિહારના શિવાસ નામના યુવાનને ઇજા થઇ છે. સિવાસ અન્ય લોકોની સાથે કેદારનાથ જવા માટે ગૌરીકુંડથી નીકળ્યા હતા, જેવા છેરી ગડેરા પાસે પહોંચ્યા ત્યારે ઉપરની ટેકરી પરથી એક પછી એક ઘણા પત્થરો પડવા લાગ્યા, જેના કારણે શૈલી અક્ષિતા રસ્તાથી 50 મીટર નીચે ખાડામાં પડી ગઈ હતી.
અક્ષિતા એટલી ગંભીર રીતે ઘાયલ થઇ ગઇ હતી કે તેણીનું રેસ્ક્યુ થાય તે પહેલાં જ મોતને ભેટી હતી.શિવાસને પણ ગંભીર ઇજા થઇ છે, પરંતુ SDRF, પોલીસ અને DDRFએ તેને ગૌરી કુંડ પહોંચાડ્યો હતો. શિવાસની પ્રાથમિક સારવાર બાદ તેને સોનપ્રયાગની હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે.
તંત્રએ પદયાત્રા માર્ગ પર ચાલતો લોકોને સાવચેતી રાખવાની અપીલ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp