પર્સમાં મેક-અપને બદલે છરી રાખો: સાધ્વી પ્રાચી, દીકરીઓ જેહાદીઓની જાળમાં ન ફસાય

સાધ્વી પ્રાચીએ બરેલીના સનાતન ધર્મ સત્સંગ ભવનમાં કહ્યું કે, આપણે હિંદુ છીએ અને આપણે પરંપરામાં બનવું પડશે. તેમણે કહ્યું કે, જેહાદીઓની માતાઓ તેમને કટ્ટર બનાવે છે, એટલા માટે તેઓ અમારી દીકરીઓના 35 ટુકડાઓ ફ્રીજમાં રાખે છે. સાધ્વીએ કહ્યું કે, સમાજમાં ઢોંગ કરનારાઓ વધી રહ્યા છે, તેઓ તમને દરેક જગ્યાએ જોવા મળશે.

બરેલીના ફરીદપુરમાં સાધ્વી પ્રાચીએ કહ્યું કે હિન્દુ દીકરીઓને અપવિત્ર કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. તેમને 72 પરીઓનું સપનું બતાવીને તેમને ફસાવવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આપણે સંકલ્પ લેવો પડશે કે, દીકરીઓએ આવાઓની માયાજાળમાં આવીને તેમનો શિકાર ન થવું જોઈએ.

તેમને એવા સંસ્કારો આપો કે, તેઓ અન્ય ધર્મોના વમળોમાં ફસાઈ ન જાય. તેમણે પુત્રોને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શાખામાં અને પુત્રીઓને દુર્ગા વાહિની શાખામાં મોકલવાની અપીલ કરી હતી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે, દીકરીઓ તેમના પર્સમાં મેક-અપની વસ્તુઓ રાખે કે ન રાખે, તેમણે એક નાનકડું ચાકુ તો રાખવું જ જોઈએ.

સાધ્વી પ્રાચી મંગળવારે શહેરના સનાતન ધર્મ સત્સંગ ભવનમાં આયોજિત માતૃશક્તિ સંમેલનને સંબોધિત કરી રહી હતી. તેમણે પોતાની વાતની શરૂઆત હિંદુ રાષ્ટ્રનો જય બોલાવીને કરી હતી. તેમણે કહ્યું, આપણે હિંદુ છીએ, આપણે પરંપરાના અનુરૂપ બનવું પડશે.

તેમણે કહ્યું કે, જેહાદીઓની માતાઓ તેમને કટ્ટર બનાવે છે, એટલા માટે તેઓ અમારી દીકરીઓના 35 ટુકડાઓ ફ્રીજમાં રાખે છે. દીકરીઓને ફ્રિજમાં નહિ, અને ન તો ટુકડા બનીને કોથળાઓમાં ભરીને ગટરમાં જવું જોઈએ, બલ્કે દીકરીઓએ મહારાણી લક્ષ્મીબાઈ અને પદ્માવતી બનવું જોઈએ.

સાધ્વીએ કહ્યું કે, સમાજમાં ઢોંગ કરનારાઓ વધી રહ્યા છે, તેઓ દરેક જગ્યાએ જોવા મળશે. હિન્દુ સમાજમાં એક બાળક થાય છે, પરંતુ તેમને ત્યાં બાળકોની લાઈન લાગેલી હોય છે, અમે સંતો અને બુદ્ધિજીવીઓ સાથે સંકલ્પ કર્યો છે કે, ગજવા-એ-હિંદને બદલે દેશને ભગવા-એ-હિંદ બનાવીશું. હવે આપણે જાતિની દીવાલો તોડીને હિંદુ રહેવાની પ્રતિજ્ઞા લેવી પડશે.

CM યોગીના વખાણ કરતા તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશના CM યોગીજી જેટલી ભાષાઓ જાણે છે તેટલી દેશમાં અન્ય કોઈ CM નથી જાણતા. તેઓ ગુનેગાર જે ભાષામાં સમજશે તે ભાષામાં જવાબ આપવા તૈયાર છે. વાંસળી કેવી રીતે વગાડવી અને બંદૂક કેવી રીતે ચલાવવી તે પણ આપણે સારી રીતે જાણીએ છીએ. તેમણે દીકરીઓ માટે કહ્યું કે, તેઓ મંદિરમાં જાય ત્યારે પૂરા કપડાં પહેરીને જાય. મહિલાઓને તેમણે અપીલ કરી કે, તેઓ તેમના સાસુ, સસરા સાથે ઝઘડો નહીં કરે, પરંતુ તેમની સેવા કરે.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.