8 વર્ષમાં પહેલી વખત વિવશ દેખાયા કેજરીવાલ, કેવી રીતે BJPએ આપ્યું ત્રિપલ ટેન્શન

PC: ndtv.com

દિલ્હીમાં 8 વર્ષથી સત્તા પર રહેલી આમ આદમી પાર્ટી (AAP) માટે હનીમૂન પિરિયડ સમાપ્ત થતો દેખાઇ રહ્યો છે. લાંબા સમય બાદ તેને ભારતીય જનતા પાર્ટી (BJP) પાસેથી દરેક મોરચા પર સખત ટક્કરનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ જ્યાં દિલ્હીના કેજરીવાલ સરકાર ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાઇ ગઇ છે, તો બીજી તરફ MCDમાં જીત મળવા છતા સત્તા હાંસલ કરી શકતી નથી. ઉપરાજ્યપાલ વી.કે. સક્સેના સાથે ઘર્ષણને લઇને વધેલી પરેશાની અલગ છે.

દિલ્હીની રાજનીતિ પર નજીકથી નજર રાખનારા જાણકાર કહે છે કે, આમ આદમી પાર્ટીણી સ્થાપના બાદ પહેલી વખત અરવિંદ કેજરીવાલ એટલા વિવશ દેખાઇ રહ્યા છે અને રાજધાનીની રાજનીતિમાં તેમને એક બાદ એક બ્રેકરનો સામનો કરવો પડી રહ્યો છે. ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનથી જન્મેલી આમ આદમી પાર્ટી કટ્ટર ઇમાનદારીનો દાવો કરે છે અને જનતા વચ્ચે પોતાની છબી ચોખ્ખી રાખવામાં સફળ પણ થઇ રહી છે, પરંતુ છેલ્લા એક વર્ષમાં કેજરીવાલ સરકાર પર ભ્રષ્ટાચારના ઘણા આરોપ લાગ્યા છે.

મની લોન્ડ્રિંગના આરોપોમાં સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન ઘણા મહિનાઓથી જેલમાં બંધ છે તો કથિત દારૂ કૌભાંડમાં નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા આરોપ લગાવવામાં આવ્યા છે. એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ તાજા આરોપપત્રમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલનું પણ નામ લઇ લીધું છે. તેમના પર આરોપી સાથે મિલીભાગતના આરોપ લગાવવામાં આવ્યો છે. અત્યાર સુધી દસ્તાવેજોના પુલિંદા સામે ભાજપ અને કોંગ્રેસ નેતાઓ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવનારા અરવિંદ કેજરીવાલ પોતાની સરકારના બચાવમાં લાગ્યા છે.

રાજનૈતિક જાણકારોનું કહેવું છે કે, દિલ્હી સરકારમાં કૌભાંડ થયો કે નહીં એ તો કોર્ટના નિર્ણય બાદ નક્કી થઇ જશે, પરંતુ આરોપોના કારણે આમ આદમી પાર્ટીની છબી જરૂર પ્રભાવિત થઇ શકે છે. આ દરમિયાન MCDની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જીત જરૂર મેળવી છે, પરંતુ 15 વર્ષ સુધી સત્તા ચલાવનારી ભાજપ પણ પાછળ રહી નથી. અરવિંદ કેજરીવાલ તરફથી કરવામાં આવેલી 20 કરતા ઓછી સીટો પર સમેટાઇ જવાના દાવા વિરુદ્ધ ભગવા પાર્ટી સેન્ચુરી ફટકારવામાં સફળ રહી.

105 કોર્પોરેટર, 7 લોકસભા સાંસદ અને 10 એલ્ડરમેન સાથે પાર્ટીએ આમ આદમી પાર્ટી સામે મેયર ચૂંટણીમાં સખત પડકાર આપ્યો છે. મેયર અને ડેપ્યુટી મેયર પદ જીતવા માટે આમ આદમી પાર્ટીનું અંકગણિત ભલે મજબૂત દેખાઇ રહ્યું છે, પરંતુ સ્ટેન્ડિંગ કમિટીમાં ભાજપના સમીકરણે ચિંતા વધારી દીધી છે. આમ આદમી પાર્ટી અને ભાજપમાં જોરદાર ટક્કરના કારણે મેયર ચૂંટણી 3 વખત ટળી ચૂકી છે. છેલ્લા 2 મહિનામાં જે ટ્રેલર દેખાઇ રહ્યું છે તેનાથી એ સ્પષ્ટ થઇ ચૂક્યું છે કે MCDમાં આમ આદમી પાર્ટીને મજબૂત વિપક્ષનો સામનો કરવો પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp