કેજરીવાલનું PM પર નિશાન, કહ્યું, ઇંદિરા ગાંધીની જેમ વધારે કરો છો, ઉપરવાલો ઝાડુ..

PC: navbharattimes.indiatimes.com

મનીષ સિસોદિયાની ધરપકડ બાદ દિલ્હીના રાજકારણમાં મોટી બબાલ  શરૂ થઈ ગઇ  છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી ઈન્દિરા ગાંધી સાથે કરીને કહ્યું છે કે, PM ઈંદિરા ગાંધીની જેમ મર્યાદાથી વધારે આત્યંતિક પગલાં લઇ રહ્યા છે.

મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે,મેં હજારો લોકો સાથે વાત કરી, જનતામાં ભારે રોષ છે. જનતા કહી રહી છે કે ભાજપના લોકો શું કરી રહ્યા છે. તેઓ મરજી આવે તેમને જેલમાં ધકેલી દે છે. તેઓ આમ આદમી પાર્ટીને રોકવા માંગે છે, જ્યારથી તેઓ પંજાબ જીતી ગયા છે, એ વાત તેઓ સહન કરી શકતા નથી, આમ આદમી પાર્ટી  આંધી છે અને હવે અટકવાની નથી. કેજરીવાલે કહ્યુ કે,આમ આદમી પાર્ટીનો સમય આવી ગયો છે. અમે ડોર ટુ ડોર અભિયાન ચલાવીશું. એક સમયે ઇંદિરા ગાંધીએ મર્યાદા બહાર પગલાં લીધા હતા હવે વડાપ્રધાન કરી રહ્યા છે. ઉપરવાળો ઝાડુ ફેરવશે.

કેજરીવાલે એ વાત પર પણ ભાર મૂક્યો કે મનીષ સિસોદિયાએ શિક્ષણ ક્ષેત્રે કરેલા ઉત્કૃષ્ટ કાર્યને કારણે તેમની ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, દેશને આ બે મંત્રીઓ પર ગર્વ છે. આ બંને મંત્રીઓએ દેશનું નામ રોશન કર્યું છે. સત્યેન્દ્ર જૈને વિશ્વને સ્વાસ્થ્યનું નવું મોડેલ આપ્યું. મનીષ સિસોદિયાએ સરકારી શાળાઓનો કાયાકલ્પ કરીને સૌને ચોંકાવી દીધા હતા.આખી દુનિયાને શિક્ષણનું મોડેલ આપ્યું, જેમણે પોતાનું નામ રોશન કર્યું, વડાપ્રધાને બંનેને જેલમાં ધકેલી દીધા. લિકર પોલિસી માત્ર એક બહાનું છે, બધું જ નકલી છે. PM ઈચ્છે છે કે સારું કામ બંધ થઈ જાય, અમે જે કામ કરી રહ્યા છીએ તે તેઓ કરી શકતા નથી. જ્યાં તેમની સરકાર છે ત્યાં તેઓ એક પણ શાળા સુધારી શક્યા નથી. તેમણે હોસ્પિટલ ઠીક કરી નથી, તેથી જ તેઓ કેજરીવાલને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે.

મુખ્યમંત્રી કેજરીવાલે તો ત્યાં સુધી કહ્યું કે તેમની સરકારે શિક્ષણ અને આરોગ્યની દિશામાં શ્રેષ્ઠ કામ કર્યું છે, તેથી જ આ બંને મંત્રાલયના મંત્રીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આ સંયોગ ન હોઈ શકે, સીધું કામ અટકાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. હવે આ પહેલીવાર નથી કે જ્યારે PM મોદી કે ભાજપ અરવિંદ કેજરીવાલના નિશાના પર આવ્યા હોય.

દિલ્હીમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલતુ જ રહેતું હોય છે. થોડા દિવસો પહેલા સુધી મેયરની ચૂંટણી અને પછી સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણીને લઈને ભારે હોબાળો થયો હતો, હવે સિસોદિયાની ધરપકડથી વિવાદ વધુ વકર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp